ભારતની વિદેશ નીતિમાં ઇન્દિરા ગાંધી ક્યારેય રશિયા ની જગ્યાએ અમેરિકાને આવવા દીધું ન હતું. ઇન્દિરા ની આ રણનીતિ ભારત માટે સુરક્ષા કવચ બની રહી હતી. જગત જમાદાર અમેરિકા જ્યારે કોઈનું થયું નથી અને થવાનું નથી અમેરિકાની આ છાપ ભારતમાં વર્ષોથી રહેલી છે સફળ વડાપ્રધાન અને દુશ્મનોને ધૂળ ચાટતા કરનાર તરીકે ઇતિહાસ હંમેશા યાદ રાખશે તેવા પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની વિદેશનીતિ ચીન અને અમેરિકાને પણ મહાદ આપનારી કરવામાં આવે છે પાકિસ્તાનને ક્યારે બેઠું ન થાય તેવો ઘા મારી બાંગ્લાદેશનું સર્જન કરનાર ઇન્દિરા ગાંધી એ અમેરિકાને ક્યારેય નજીક આવવા દીધું ન હતું અમેરિકાના શાસકોના લાખ પર્યટકો હતા ભારતે રશિયાને દોસ્ત માની અમેરિકા સાથે કાયમ અંતર રાખ્યું હતું અમેરિકાની નીતિ અગાઉથી જ ભારત વિરોધી રહી છે અને તે હંમેશા પાકિસ્તાન ની તરફેણ કરતું આવ્યું છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પણ જ્યારે જ્યારે જરૂર પડી અને તક મળે ત્યારે અમેરિકાએ ભારત નો વિરોધ કરવાની એક પણ તક ગુમાવી નથી વળી રશિયા સાથે ભારતના સરક્ષણ વેપાર અણુ કાર્યક્રમ અને દ્વિપક્ષીય સરક્ષણ ના કરો લઈને બન્ને દેશો વચ્ચે મૈત્રી ભર્યું રાજકારણ દાયકાઓ સુધી ચાલ્યુંરસિયા લાંબાગાળાની મૈત્રી અને મિત્રો નું ગીત જાળવનાર વફાદાર રાષ્ટ્ર તરીકેની છાપ ધરાવે છે જ્યારે અમેરિકા બિન વિશ્વાસપાત્ર રાષ્ટ્ર તરીકે અને જરૂર પડે તો ગમે તે હદ સુધી જવાની તૈયારી રાખે ઇન્દિરા ગાંધીએ અમેરિકાની આ નુગરા સ્વભાવને કારણે જ્યારે નજીક આવવા દીધું ન હતું અમેરિકા સાથે મિત્રતા હોવાથી ટૂંકાગાળાના લાભો જતા કરીને પણ ઈન્દીરા ગાંધીએ ભારતની મૈત્રી રશિયા સાથે રાખી હતી. જેનો આજે પણ ઇતિહાસ ગવાહ છે.

રશિયા-ભારત વચ્ચેના સંબંધો

02 2

ભારત-રશિયન વ્યૂહાત્મક ભાગીદારી પાંચ મુખ્ય ઘટકો પર બાંધવામાં આવી છે: રાજકારણ, સંરક્ષણ, નાગરિક અણુ ઊર્જા, આતંકવાદ વિરોધી સહકાર અને વેપાર  જેવા પાંચ મુદ્દા પર ભારતના સંબંધો રહેલા છે આ પાંચ . મુદ્દા ઉપરાંત હવે છઠ્ઠા પરિબળ તરીકે વેપાર વ્યવહારનો એક નવો જ  ઘટક મહત્ત્વમાં વૃદ્ધિ પામ્યું છે, બંને દેશોએ વર્ષ 2025 સુધીમાં દ્વિપક્ષીય વેપારમાં નવા વિક્રમો સર્જવા નું લક્ષ્યાંક રાખ્યું છે સેક્સ, 2 4.4અબજ ડોલર.ના આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે, બંને દેશો મફત વેપાર કરાર વિકસાવવા વિચારી રહ્યા છે. જુના ક રારો વચ્ચેમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપારમાં 24% થી વધુનો વધારો થયો છે. શક્તિશાળી આઈઆરઆઈજીસી (ભારત-રશિયા આંતર સરકારી કમિશન) એ બંને દેશો વચ્ચે સરકારી સ્તરે  સંચાલન કરતી મુખ્ય સંસ્થા છે.  બંને દેશો ઘણા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનાં સભ્ય છે જ્યાં તેઓ વહેંચાયેલા રાષ્ટ્રીય હિતની બાબતોમાં નજીકથી સહયોગ કરે છે.  અગત્યના ઉદાહરણોમાં યુએન, બ્રિક્સ, જી 20અને એસસીઓનો સમાવેશ થાય છે. રશિયાએ જાહેરમાં જણાવ્યું છે કે તે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પર કાયમી બેઠક મેળવવાભારતને સમર્થન આપે છે. આ ઉપરાંત, રશિયાએ સાર્કમાં નિરીક્ષકની સ્થિતિ સાથે જોડાવા માટે રસ દર્શાવ્યો હતો જેમાં ભારત સ્થાપના સભ્ય છે.

અમેરિકાની મિત્રતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે બનશે હાથે કરીને ઉપાધિ પેદા કરવાનો વિષય.?

ભારત રશિયન સંરક્ષણ ઉદ્યોગ માટેનું બીજું મોટું બજાર છે.  2017 માં, ભારતીય સૈન્યની હાર્ડવેર આયાતનો આશરે 68/ હિસ્સો રશિયાથી આવ્યો, રશિયાને સંરક્ષણ ઉપકરણોનો મુખ્ય સપ્લાયર બનાવ્યો.  મોસ્કોમાં ભારતનું એક દૂતાવાસ છે અને બે કોન્સ્યુલેટ-જનરલ (સેન્ટ પીટર્સબર્ગ અને વ્લાદિવોસ્તોકમાં).  રશિયાની નવી દિલ્હીમાં દૂતાવાસ છે અને છ કોન્સ્યુલેટ-જનરલો (ચેન્નાઈ, ગોવા, હૈદરાબાદ, કોલકાતા, મુંબઇ અને તિરુવનંતપુરમમાં) રહીને બન્ને દેશો વચ્ચેના વ્યવહાર નું સંચાલન કરે છે  ભારત અને રશિયાના સંબંધો વિશે રશિયાની પ્રજા પણ ભારત તરફ સકારાત્મક વલણ અપનાવે છે 85% રશિયનો ભારતને સકારાત્મક રીતે જુએ છે, ફકત જૂજ લોકો જનકારાત્મક મત વ્યક્ત કરે છે મોસ્કો સ્થિત બિન-સરકારી થિંક ટેન્ક લેવાડા-સેન્ટર દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં અભિપ્રાય પોલમાં જણાવાયું છે કે રશિયનોએ ભારતને તેમના ટોચના પાંચ “મિત્રો” તરીકે ઓળખાવ્યો હતો, જ્યારે અન્ય લોકો બેલારુસ, ચીન, કઝાકિસ્તાન અને સીરિયા આ પક્ષમાં હતા આમ જોવા જઈએ તો ભારત અને રશિયા ની મૈત્રી જૂની અને વિશ્વાસનું પ્રતિક છે ત્યારે અમેરિકાની મૈત્રી ભારત માટે તકસાધુ મિત્રતા સિવાય બીજું કંઈ નથી.

 

અફઘાનિસ્તાન ભારત માટે શા માટે ઉપયોગી…?

03 1

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પ્રથમવાર શપથ લેવાના હતા ત્યારે તેમના શપથવિધિ સમારોહમાં મોટા દેશોના પ્રતિનિધિઓના બદલે સૌ પ્રથમવાર ભારતે સત્તાવાર રીતે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપીને ભારતની લાંબાગાળાની વિદેશ નીતિ નું ચાણક્ય પણું બતાવ્યું હતું ભારત માટે અમેરિકા ચીન કે કહેવાતા મોટા અને વિકસિત દેશો કરતાં પાડોશમાં વિકાસથી ખૂબ જ દૂર રહેલા અને આર્થિક રીતે પછાત ગણાતા અફઘાનિસ્તાન નું મહત્વ સૌથી વધુ હોવાનું વિશ્વને બતાવી દીધું હતું… અફઘાનિસ્તાન ભૌગોલિક રીતે ભારત માટે ખૂબ જ મહત્વના તરીકેની ભૂમિકા નિભાવી શકે તેમ છે પાકિસ્તાન સાથેના જોડાણના કારણે પાકિસ્તાની આતંકવાદીઓ પર નજર રાખવા માટે અફઘાનિસ્તાન ની મિત્રતા અનિવાર્ય છે બીજી તરફ કેન્દ્ર સરકારમાં જ્યારે નીતિન ગડકરીએ કામ સંભાળતાની સાથે ભારત અફઘાનિસ્તાન અને ઈરાન વચ્ચે ના રોડ કોરિડોર માટે જંગી બજેટ ફાળવી ભારતનું સંરક્ષણ રીતે સુરક્ષિત કરવા ના પગલા ભર્યા.

ભારત અફઘાનિસ્તાન ઈરાન વચ્ચે ની ધરી આંતરરાષ્ટ્રીય રીતે ખૂબ જ મહત્વની સાબિત થાય તેમ છે પાકિસ્તાને પોતાનું ગ્વાદર બંદર ચીનને હવાલે કરી ભારતને દરિયાઈ રીતે ઘેરવાનો પ્રયાસ કર્યો હતો તેની સામે ભારત કે તાત્કાલિક ધોરણે ઈરાનના ચાબહાર બંદર ના વિકાસ પરિયોજના ને હાથ ઉપર લેખ ભારત-અફઘાનિસ્તાન વચ્ચેના કોરિડોર નિર્માણ કરીને ભારતના વેપાર ઉદ્યોગને આખા તને યુરોપના દેશો સાથે જીવંત રીતે જાળવી રાખવા માટેની રણનીતિ માં પહેલો ઘા પરમેશ્વરનો કરીને ચીન અને અમેરિકાને તમતમતો તમાચો મારી દીધો હતો અફઘાનિસ્તાન ભારત માટે ખૂબ જ  મહત્વનું છે હવે તાલિબાનોની ગેરકાયદેસરની સરકારને અમેરિકા પરોક્ષ રીતે સ્વીકૃતિ આપીને ભારત સામે ભૂત ઊભું કરવાની રણનીતિમાં આખરે અમેરિકા ભારતનું દોસ્ત નહીં પરંતુ દુશ્મન સાબિત થઇ રહ્યું છે કે આગામી દિવસો માટે નરેન્દ્ર મોદી સરકાર માટે ખૂબ જ ચિંતા નો વિષય બનશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.