આપણે સાંભળ્યું જ હશે કે સ્ત્રી ગર્ભવતી થઈ શકે પરંતુ પુરુષ નહિ !! આ સાંભળીને ઘણી વખત તમારા મનમાં એવો વિચાર તોઆવ્યો જ હશે કે મમ્મી પ્રેગનેન્ટ થઈ શકે તો પપ્પા કેમ નહિ. હાલ ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે કે સ્ત્રીઓની સાથે હવે પુરુષો પણ ગર્ભ ધારણ કરી શકે છે. 1974માં એક ફિલ્મ આવી – કુંવારા બાપ. આ ફિલ્મમાં સિનેસ્ટાર મેહમૂદ એક ગરીબ રિક્ષાચાલકની ભૂમિકામાં હતો જે માતાની જેમ બાળકને ઉછેરે છે ત્યારે હવે પુરુષ પણ આપી શકે છે બાળકને જન્મ .
ગર્ભ ધારણ કરવા માટે ગર્ભાશય આવશ્યક છે. તેથી પુરુષો ગર્ભ ધારણ કરી શકતા ન હતા પરંતુ હવે આ સમસ્યાનો પણ અંત આવી ગયો છે. બાયોએથિક્સના પિતા ગણાતા ફિલોસોફર જોસેફ ફ્લેચરે આ વિચાર તેમના પુસ્તક ‘ધ એથિક્સ ઓફ જિનેટિક કંટ્રોલ’માં આપ્યો હતો. દાયકાઓ પહેલા 1974માં પુરુષોમાં ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટની કલ્પના કરી હતી.
તેમણે કહ્યું કે પુરૂષો ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ દ્વારા બાળકોને જન્મ આપી શકે છે. સ્તનની ડીંટડીઓ અને ગ્રંથીઓમાં સમાનતા હોવાને કારણે, તેઓ બાળકોને તેમનું દૂધ પણ પીવડાવી શકે છે.
તાજેતરમાં જ આવી રીતેશ દેશમુખની એક ફિલ્મ આવી રહી છે જેમાં રીતેશ પ્રેગનેન્ટ દેખાઈ રહ્યા છે. ફિલ્મમાં પત્ની જેનીલિયા ડિસૂઝાની જેમ જ રિતેશ દેશમુખમાં પણ પ્રેગ્નન્સીનાં તમામ લક્ષણો દેખાય છે. પુરુષની પ્રેગ્નન્સી એ લોકો માટે હાસ્યનો વિષય બની ગઈ છે. પરંતુ આ ખરેખર થઈ શકે છે.
આ ફિલ્મની સ્ટોરી વિશે વાત કરીએ, એક કપલ જે બાળપણથી એકબીજાને પ્રેમ કરે છે, લગ્ન કર્યા પછી, તેઓ ખુશીથી તેમના પરિવારને આગળ વધારવાનું વિચારે છે. પત્ની એટલે કે જેનેલિયા ગર્ભવતી થઈ. પરંતુ પછી તેમના જીવનમાં અરાજકતા ફેલાઈ જાય છે. જ્યારે પતિ એટલે કે રિતેશ દેશમુખ પણ ગર્ભવતી થઈ જાય છે.