આપણા બંધારણમાં 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજીયાત પ્રાથમિક શિક્ષણની જોગવાઇ છે એટલે કે ધો. 1 થી 8નું શિક્ષણ તદ્દન ફી મળે છે. સરકારી શાળામાં 100 ટક નામાંકન સાથે લક્ષ્યાંક સાથે ક્ધયા કેળવણી બાબતે સક્રિય કામગીરી કાર્યક્રમો થઇ રહ્યા છે. શિક્ષણ વિભાગના સમગ્ર શિક્ષા અભિયાન મારફતે બાળકોને ગુણવતાં સભર શિક્ષણ મળી રહે તે માટે સઘન મોનીટરીંગ પણ ચાલુ હોય છે.

દર માસે એકમ કસોટી પણ લેવાય છે. હાલ કોરોના મહામારીમાં પણ દુરદર્શન ચેનલ, યુ ટયુબ, વોટસએપ જેવા માઘ્યમોથી પણ બાળકોને શિક્ષણ સાથે જોડી રાખવાના પ્રયાસમાં સરકારી શાળા સૌથી સફળ રહી છે. મોબાઇલ, ટીવી જેવી પ્રાથમિક સુવિધા ન હોય ત્યાં શિક્ષકો તેમને ડોર ટુ ડોર સંપર્ક કરીને સાહિત્ય, પુસ્તકો પણ પહોચાડયા છે. અમુક જગ્યાએ તો શેરી શિક્ષણના વર્ગો પણ શરુ કર્યા છે. વાલીઓ માટે સૌથી અગત્યની વાતએ છે કે આ બધી સુવિધા તેમને ફ્રિ મળે છે.

આજકાલ લોકો ખાનગી નહીં સરકારી શાળા પસંદ કરી રહ્યા છે: કોરોનાને કારણે માતા-પિતાની આવક અને ધંધા રોજગાર પડી ભાંગતા આવકના સ્ત્રોત સિમિત બનતા શિક્ષણની એડમીશન ગાડી રિવર્સ ગીયરમાં ચાલી

ખાનગી શાળા કરતાં સરકારી શાળાનું ઇન્ફ્રાસ્ટ્રકચર સારૂ હોવા ઉપરાંત હાઇ કલોફાઇડ સ્ટાફ સાથે શિક્ષણની તમામ સુવિધા ફ્રિ મળતા વાલીઓ સરકારી શાળા પ્રત્યે આકર્ષાયા છે

હજી સાડાત્રણ કે ચાર દાયકા પહેલા આંગળીના વેઢે ગણી શકાય તેટલી જ ખાનગી શાળાઓ હતી. આજે શેરી,ગલ્લીએ શાળાઓનો રાફડો ફાટયો છે. હાલની શાળામાં સામાન્યતહ એવરેજ વાર્ષિક ફિ 20 થી 30 હજાર જેટલી હોય છે બાકીના બીજા ખર્ચા જાુદા એટલે કે વાલીઓ એક કે બે સંતાન માટે બધા ખર્ચ થકી એક લાખ જેવો ખર્ચ સહન કરવો પડે છે. હાલના કોરોના કાળમાં વાલીઓને હવે મોંઘીદાટ ફિ પોસાતી નથી સાથે શાળા છેલ્લા 1પ મહિનાથી બંધ છે ત્યારે ફિ ભરવાની વાત ગળે ઉતરતી નથી. સરકાર બધે શિક્ષણમાં પહોચી ન વળે તે માટે સ્વનિર્ભર શાળાને મંજાુરી આપીને શાળા ખોલવા દે છે. ત્યારે એ તેના નિયમન ફિ લઇને બાળકોને શિક્ષણ આપી રહ્યા છે. એટલી જ સત્ય વાત છે.

student school

હાલના સંજોગોમાં માતા-પિતાની આવક સાથે ધંધા રોજગારના સ્ત્રોત ઘટવાથી હવે ફી ભરવી પોષાય તેમ ન હોવાથી તેમનો સરકારી શાળા પ્રત્યેનો લગાવ-ક્રેઝ વઘ્યો છે. એક વાત સૌએ સમજવાની જરૂર છે કે હાલના યુગમાં ખાનગી શાળા કરતાં સરકારી શાળાનું ઇન્ફ્રાસ્ટ્રકચર ગ્રાઉન્ડ, ભૌતિક સુવિધા, વૃક્ષો, કોમ્પ્યુટર લેબ, વિજ્ઞાનની પ્રયોગ શાળા, સ્માર્ટ કલાસ વિગેરે અદ્યતન થવાથી આ નવાસત્ર 2021માં ઘણા બાળકોના વાલીઓએ ખાનગી શાળામાંથી નામ કઢાવીને સરકારી શાળામાં પ્રવેશ અપાવ્યો છે. સરકારી શાળાની સૌથી શ્રેષ્ઠ બાબતોમાં હાઇ કોલીફાઇડ, ઉચ્ચ ગુણાંક મેળવેલ શિક્ષકોનું જ ભણાવી રહ્યા છે હાલ સરકારી શાળામાં યુવા સ્ટાફ આવી ગયો છે જે સતત નવું નવું કરવા માગે છે આ વિશ્ર્વાસ હવે લોકોમાં જોવા મળી રહ્યાો છે.

ખાનગી શાળામાં ફિ ઉંચી પણ શિક્ષણના સ્તર નબળા બાબતે વાલીઓ રાવ કરવા લાગ્યા છે. શિક્ષણ ફિ ઉપરાંત ઘણા બધા ખર્ચ આ શાળામાં આવતા હોવાથી પોષાતા પણ નથી તેથી આર્થિક બોજમાંથી મુકિત મેળવવા પણ વાલીઓ સરકારી શાળામાં મળતું મફત શિક્ષણ લેવા મન બનાવી લીધું છે.

કોરોના કાળમાં સૌથી વધુ ચર્ચા તેનાથી બચવા સાથે હાલ શિક્ષણની થઇ રહી છે. નવા શૈ. સત્ર 2021-22 ની એડમીશન પ્રક્રિયામાં ગાડી રિવર્સ ગીયરમાં ચાલી છે  જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો અને શહેરોમાં પણ લોકો ખાનગી શાળાની જગ્યાએ સરકારી શાળાને પહેલી પસંદગી બનાવી છે. આજે બધા મા-બાપોએ સરકારી શાળાની મુલાકાત લઇને વિગતો જાણવી જોઇએ જેથી બન્ને વચ્ચેની ભેદરેખા સમજાશે.

FB IMG 1625409269577

સરકારી શાળાની સુવિધામાં પ્રથમ તો કોઇ ફિ હોતી નથી તમારા સંતાનમાં ઉજજવળ ભવિષ્ય માટે હાઇકોલિફાઇડ 100 ટકા સ્ટાફ સાથે વિષય નિષ્ણાંત શિક્ષકો હોય છે. લાયકાત વગરના શિક્ષકો હોતા જ નથી કારણ કે શાળા જ સરકારી છે તેથી ઉચ્ચ ગુણાંક મેળવેલ જ મેરીટ સાથે ભરતી કરાય છે. સંપૂર્ણ ચોપડાનો સેટ, ગણવેશ-બુટ, શિષ્યવૃત્તિ વિગેરે અપાય છે. ફિ, પોષ્ટિક નાસ્તો સાથે દરેક બાળકની આરોગ્ય તપાસણી પણ કરાય છે. શાળામાં પ્રયોગશાળા કોમ્પ્યુટર લેબ, પુસ્તકાલય, સ્માર્ટ કલાસ સાથે ટેબલેટ દ્વારા જ્ઞાનકુંજ પ્રોજેકટમાં શિક્ષણ અપાય છે.

કમ્પ્યુટર, સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ અપાય છે. નિયમિત એકમ કસોટી, ગૃહકાર્ય માટે સ્વાઘ્યાય પોથી વાલી સંમેલન જેવી વિવિધ કામગીરી કરાય છે. સરકારી શાળાના બાળકો માટે નબળા હોય તેને માટે ઉપચારાત્મક શિક્ષણ, બાળમેળા, વિજ્ઞાન મેળો, બાલસધા, ઇનડોર, આઉટ ડોર ગેમ્સ સાથે સંગીન, ચિત્ર, રમતગમતની વિવિધ પ્રવૃતિ કરાવાયા છે. 30 બાળકો દીઠ એક શિક્ષક હોય છે. દરેક શાળાને ગુણોત્સવમાં ગ્રેડેશન અપાયું હોવાથી દિવસેને દિવસે શિક્ષણમાં સુધારો તમારા સંતાનોમાઁ જોવા મળે છે દર વર્ષે જી.પી.એસ.સી. પરીક્ષાના રીઝલ્ટમાં પાસ થયેલા છાત્રો પૈકી 90 ટકા છાત્રો સરકારી શાળાના હોય છે.

આજે સરકારી શાળા સામે એટલી બધી ખાનગી શાળાઓ થઇ ગઇ છે કે એમની વચ્ચે પણ ગળાકાપ હરિફાઇ ચાલી રહી છે. આર.ટી.ઇ. ધો. 1ના પ્રવેશ માટે ખાનગી શાળાને રૂપિયા 10 હજાર સરકાર ચુકવે છે ત્યારે એ રપ ટકા બાળકોને વગર ફિ એ દાખલ કરે છે. પવર્તમાન સંજોગોમાં ચાલી રહેલો નવો ટ્રેન્ડ શિક્ષકો, આચાર્ય કે સરકારે જાળવી રાખવા માટે વાલીઓમાં જાગૃતિ લાવવી પડશે સાથે તેનો વિશ્ર્વાસ સંપાદન કરવો જ પડશે. આજે ઘણી સરકારી શાળાઓ તમે જોવો કે તરત જ તમને ગમી જાય તેવી આકર્ષક ને કલર ફૂલ બનાવી છે.

FB IMG 1625409358517

આજે થોડો ક્રેઝ વઘ્યો પણ વાલીઓ આજે નહીં તો કાલે અંતે તો સરકારી શાળા જ પસંદ કરશે કારણે કે ખાનગી શાળાની ફિ સહિત અન્ય ખર્ચા હવે તેમને પોષાય તેમ નથી. ખાનગી શાળામાંથી સરકારી શાળામાં એડમિશન મેળવનાર વાલીઓ હવે બન્ને વચ્ચેના શિક્ષણ સ્તરને ઓળખી ગયા છે તેથી તેમણે આવુ કર્યુ છે. ઘરની નજીક જ શાળા હોવાથી ટ્રાવેલીંગ અને બીજા ખર્ચામાંથી વાલીઓને મુકિત મળે છે સરકારે જાહેરખબરો, શેરી નાટકો, સોશ્યિલ મીડિયા ના માઘ્યમોથી આ શાળાનો પ્રચાર કરવો જોઇએ. સરકારી શાળાના આ નવા ટ્રેન્ડમાં વધુને વધુ વાલીઓને જોડીને શિક્ષણ સેવાયજ્ઞ કરવાનો સમય આવી ગયો છે. શાળા ખેલી કે ન ખુલે પણ જયારે ખુલે ત્યારે હવે ‘સરકારી શાળા જ બેસ્ટ ઓફ બેસ્ટ’ રહેશે એ વાત કોરોના કાળે આપણને શિખડાવી દીધુ છે.

વાલીઓ સરકારી શાળા પ્રત્યે કેમ આકર્ષાયા?

કોરોના કાળમાં રોગની સારવાર અને બચવાના ઉપાયો બાદ સૌથી વધુ ચર્ચા શિક્ષણની થઇ છે. માતા-પિતાની આવક ઘટવાની સાથે ધંધા રોજગાર પડી ભાંગતા આવકના સ્ત્રોત સિમિત બન્યા હોવા હોવા ઉપરાંત પવર્તમાન સંજોગોમાં શાળાઓ બંધ છે ત્યારે ભવી પડતી ફિની મુશ્કેલી ઉપરાંત હવે પોતાના સંતાનો માટે ખાનગી શાળાના ખર્ચા પોષાતા નથી તેથી હવે સરકારી શાળાએ ઉયાયને કારણે સરકારી શાળાનો ક્રેઝ વઘ્યો છે. રાજકોટની નાનામવા રોડ પર આવેલી શિક્ષણ સમિતિની પર્યાવરણથી લથબથ શાળામાં આ વર્ષે નવા 1પ0 વિઘાર્થીઓએ ખાનગી શાળામાંથી આ શાળામાં પ્રવેશ લીધો છે.

આ તો એક શાળાની વાત છે શહેર, જીલ્લા, તાલુકામાં હજારો છાત્રો એ ખાનગીમાંથી વાટ પકડીને સરકારી શાળાનો હાથ પકડયો છે. સરકારી શાળામાં કોઇ ફિ ન હોય ને તમામ વસ્તુઓ પુસ્તકો, ડ્રેસ, બુટ, નાસ્તો, શિષ્યવૃતિ, આરોગ્ય તપાસ, કમ્પ્યુટર શિક્ષણ તમામ સુવિધા મફત મળતી હોવાથી વાલીઓ આર્થિક બોજામાંથી મુકત થવા પણ સરકારી શાળાને પ્રથમ પસંદગી બનાવી છે. શિક્ષણ ક્ષેત્ર હાલ આ ચાલી રહેલા ટ્રેન્ડને શિક્ષણ સમિતિ, સરકારે , આચાર્ય, શિક્ષકોએ જાળવી રાખવા વાલીઓનો વિશ્ર્વાસ સંપાદન કરવો પડશે.

શાળાઓના પ્રચાર માટે હોડીંગો, જાહેરાતો, શેરી નાટકો વિગેરે સોશિયલ મીડિયામાં પુરપાટ પ્રચાર કરીને શાળાઓ પ્રત્યે આકર્ષક ઉભું કરવું પડશે. શાળાઓ ખુલે કે ના ખુલે, જયારે ખુલે ત્યારે હવે સરકારી શાળા જ બેસ્ટ ઓફ ધી બેસ્ટ રહેશે તે આપણને કોરોના કાળે શિખડાવી દીધું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.