હવે ડોકટર્સને સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરતા ભય લાગે છે: દર્દીનુ એનાલિસિસ કર્યા બાદ કોરોના સંક્રમણ થશે તેવો ભયથી ઉપયોગ ટાળયો!
દર્દીની હીસ્ટ્રી જાણી દવા અપાઇ છે: ૨-૩ દિવસમાં ઠીક ન થાય તો સિટી સ્કેન, એકસ-રે, ઇસીજી સહિતના રીર્પોટ પર આધાર રખાય છે
રાજકોટની સિવિલ હોસ્પિટલ હોય કે ખાનગી હોસ્પિટલ, તેમાં કોઇપણ ડોકટરને જુઓ તે તેમની પાસે સ્ટેથોસ્કોપ અચુક જોવા મળે છે. ભાગ્યે જ કોઇ એવા ડોકટરને તમે જોયા હશે જેમના ગળામાં સ્ટેથોસ્કોપ ન લટકતુ હોય. દર્દી કોઇપણ સમસ્યા જણાવે એટલે ડોકટર્સ તરત જ આ સ્ટેથોસ્કોપના બે છેડા કાનમાં ભરાવે અને દર્દીના છાતી તેમજ હૃદયનો અવાજ સાંભળીને તેની આરોગ્ય સ્થિત અંગે નિદાન કરતા હોય છે. આ અવાજના આધારે જ દર્દીને કોઇ વધુ તપાસ કરાવવી પડશે કે નહી તે વિશે પણ માહિતી આપતા હોય છે. પરતુ હવે કોરોના સંક્રમણના કારણે ડોકટરના સ્ટેથોસ્કોપને આંભડછેડ લાગતા તેમના આ અભિન્ન સાધનથી દૂર રહેવા લાગ્યા છે.
સૌરાષ્ટ્રમાં કોરોના મહામારીના કેસોમાં સકડો ફાટયો છે. રાજકોટની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી કોવિડ-૧૯ બિલ્ડીગમાં પોઝેટીવ દર્દીની સંખ્યા વધવાની સાથે મૃત્યુદર પણ વધી રહ્યો છે. જે અત્યત ચિંતાજનક બાબત છે. જેના કારણે ક્ધટેનઇમેન્ટ ઝોન તથા બહારગામથી આવતા દર્દીઓની આરોગ્ય ચકાસણી કરવામાં પણ ડોકટરો સોશ્યિલ ડિસ્ટન્સિગ જાળવી રહ્યા છે. પ્રથમ તો ડોકટર, નસીંગ સ્ટાફ દર્દી સાથે ૬ ફૂટનુ અંતર રાખી આરોગ્યલક્ષી પ્રશ્ર્નોતરી કરી દવા આપી દેતા હતા. પરતુ ગંભીર દર્દીને તપાસવા માટે સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરી ડોકટર આરોગ્યનુ બરાબર એનાલિસિસ કરતા હતા. જોકે દર્દી આરોગ્ય ચકાસણી કર્યા બાદ સ્ટેથોસ્કોપને ગળામાં ટિંગાડવાથી કોરોના સંક્રમણનુ પ્રમાણ વધશે તેવા ડરથી મોટાભાગના ડોકટર્સ સ્ટેથોસ્કોપનો ઉપયોગ ટાળી રહ્યા છે.
ઇમરજન્સી વિભાગમાં ફરજ બજાવતા મહીલા ડોકટરે જણાવ્યુ હતુ કે અમારા સ્ટાફના ડોકટરો તથા નસીંગ સ્ટાફના લોકોએ બહારગામથી આવતા દર્દીઓ સાથે સોશ્યિલ ડિસ્ટિનિંસગ જાળવવાનુ શરૂ કર્યુ હતું. બાદમાં તાવ, શરદી, ઉદ્યરસ, ગળામાં દુ:ખાવો ધરાવતા દર્દીઓમાં ડોકટરની ટીમે સ્ટેથોસ્કોપનો ઉપયોગ ટાળી દીધો હતો. જયારે કોવિડ-૧૯ બિલ્ડીગમાં અન્ય તબીબો વર્ગે પીપીઇકિટ સહિતના પ્રોટેકિટવ વસ્તુના ઉપયોગ પછી પણ મને કોરોનાનો ચેપ લગશે તેવા ડરથી સ્ટેથોસ્કોપનો ઉપયોગ બંધ કરી દીધો છે. તેના આધારે દવા આપીએ છીએ. જો ૨-૩ દિવસમાં ઠીક ન થાય તો સિટી સ્કેન અથવા એકસરે કરાવવા માટે કહીએ છીએ.
ઉલ્લેખનીય છે કે કોરાના સંક્રમણના કારણે તબીબોએ સ્ટેથોસ્કોપનો ઉપયોગ ઓછો કરી રહ્યા છે. અને ઇકો-૨ ડી અને છાતીના સિટી સ્કેન તથા ઇ.સી.જી, સિટી સ્કેન જેવા ટેસ્ટ પર આધાર રાખી રહ્યા છે. તો ઘણા ડોકટરો તેમના સ્ટેથોસ્કોપને નિયમિત ડિસઇન્ફેકટેડ કર્યા બાદ પણ પોતાના ગળામાં રાખતી વેળાએ ડર અનુભવે છે.