૨૦૦૮ના કેસમાં તલવાર દંપતિને સજા થયા બાદ અલ્લાહાબાદ હાઇકોર્ટમાં અપીલ કરી હતી
શુ આરૂષીને તેના મા-બાપે મારી નાખી હતી ? આજે ફેસલો આવશે અલ્લાહાબાદ હાઇકોર્ટ આરૂષીને તેના મા-બાપે મારી નાખી હતી કે કેમ? તેના વિશે આજે ફેંસલો આપશે. ૨૦૦૮ માં નોઇડામાં આરૂષીની તેના ઘરમાં હત્યા થઇ હતી. તેના બેડરૂમમાં હત્યા કરાયેલ હાલતમાં મળી આવી હતી. તલવાર દંપતિને ૨૦૧૩માં સજા થઇ હતી.
તેની સામે તેઓ અપીલમાં ગયા છે જે મુજબ આજે હાઇકોર્ટ ફેંસલો આપશે. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે દેશભરમાં બહુચર્ચીત આરૂષી હત્યા કેસમાં આરોપી તલવાર દંપતિને થયેલી સજા સામે તેમણે અલ્લાહાબાદ હાઇકોર્ટમાં અપીલ કરીછે.
આ સિવાય ખુબ જ ઊંડી તપાસ બાદ શંકાની સોંય આ‚ષીના મા-બાપ તલવાર દંપતિ રાજેશ અને નુપુર પર જ મંડાઇ હતી. આજે અલ્લાહાબાદ હાઇકોર્ટ હવે ચુકાદો આપશે કે માત્ર ૧૪ વર્ષની આરૂષીને શું તેના મા-બાપે જ મારી નાખી હતી ?