નાથનો પંજો ‘કમલ’ પર !

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના સર્જીકલ સ્ટ્રાઈક પરનાં પ્રશ્ર્નાર્થની આ મુદે ફરીથી રાજકીય વિવાદ ઉભો થવાની સંભાવના

વર્ષ ૨૦૧૬માં ઉરીમાં આર્મી કેમ્પ પર થેલા પાક. પ્રેરિત આતંકી હુમલામાં ૧૯ જવાનો શહીદ થયા હતા પાક.ની આ નાપાક હરકતનો જવાબ આપવા ભારતીય સેનાએ સરહદ પાર કરીને પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં ઘુસીને સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી. આ સર્જીકલ સ્ટ્રાઈકમાં અનેક આતંકવાદી કેમ્પોનો ભારતીય જવાનોએ સફાયો કર્યો હતો. લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભાજપે સર્જીકલ સ્ટ્રાઈકનો ઉલ્લેખ કરીને લોકલાગણી જીતવાનો પ્રયાસ કયો હતો જે સામે પ્રતિપ્રચારમાં કોંગ્રેસ સહિતના વિપક્ષોએ આ સર્જીકલ સ્ટ્રાઈકના પૂરાવા માંગતા રાજકીય વિવાદ થયો હતો. જેથી સેનાએ આ સર્જીકલ સ્ટ્રાઈકના વિડીયો ફૂટેજ પણ જાહેર કર્યા હતા. સેનાને આ પૂરાવા જાહેર કરતા કોંગ્રેસ સહિતના વિપક્ષો બચાવની સ્થિતિમાં આવી ગયા હતા. ગઈકાલે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે ફરીથી સેનાની સર્જીકલ સ્ટ્રાઈક પર પ્રશ્ર્નાર્થ ઉભા કરીને પૂરાવા માંગતા ફરીથી રાજકીય વિવાદ ઉભો થવાની સંભાવના વ્યકત થઈ છે.

દેશમાં વ્યાપેલી આર્થિક મંદીનો વિરોધ કરવા મધ્યપ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગઈકાલે ભોપાલમાં રાજયકક્ષાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ આ કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રી કમલનાથે સર્જીકલ સ્ટ્રાઈકનાં મુદે વિવાદીત વિધાન કર્યું હતુ કમલનાથે જણાવ્યું હતુ કે ૧૯૭૧નાં યુધ્ધમાં વડાપ્રધાન ઈન્દીરા ગાંધીએ પાકિસ્તાનને કારમો પરાજય આપ્યો હતો. જેથી પૂર્વ પાકિસ્તાનમાં રહેલા ૯૦ હજાર પાકિસ્તાની સૈનિકોને આત્મસમર્પણ કરવું પડયું હતુ આ વિશ્ર્વની મોટી ઐતિહાસીક ઘટના છે. પરંતુ તેનોઉલ્લેખ વડાપ્રધાન મોદીજી કયાંય તેમના પ્રવચનમાં કરતા નથી. તેઓ માત્ર કહે છે મેં સર્જીકલ સ્ટ્રાઈક કરી છે. પરંતુ તેઓએ સર્જીકલ સ્ટ્રાઈક કયાં અને કેવી રીતે કરી છે. તેનીવિગતો આપતા નથી.

વડાપ્રધાન મોદીજી ૨૦૧૪માં વડાપ્રધાન બન્યા તે પહેલા સત્તમાં આવ્યા બાદ દર વર્ષે બે કરોડ નોકરીનું સર્જન કરીને બેરોજગારીઘટાડવાની વાતો કરતા હતા પરંતુ આજે બે કરોડ છોડો બે લાખ બેરોજગારોને તેઓએ નોકરી આપી હોય તો તેમના નામ જાહેર કરવા જોઈએ તેમ જણાવીને કમલનાથે વડાપ્રધાન મોદી છેલ્લા છ આઠ માસમાં દેશની વિવિધ સળગતી સમસ્યા પર ચૂપકીદી સાધીને બેઠા હોવાનો આક્ષેપ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં સર્જીકલ સ્ટ્રાઈકના પુરાવા માંગીને કોંગ્રેસે હાથે કરીને કૂહાડા પર પગ મારવા જેવી સ્થિતિ પેદા કરી હતી ભાજપ અને વડાપ્રધાન મોદીએ આ મુદાને સેનાની નિષ્ઠા સામે સવાલ સમાન બનાવીને લોકસભાની ચૂંટણીમાં તેનો બહોળો લાભ લીધો હતો. જેથી કમલનાથના આ વિધાનબાદ ભાજપને કોંગ્રેસ પર આક્ષેપ કરવાનો નવો મુદો મળી ગયો છે.

  • પીઓકેમાં થયેલી ‘સર્જિકલ સ્ટ્રાઈક’ના  સેનાએ પૂરાવા પણ આપ્યા હતા

કાશ્મીરના ઉરીમાં આવેલા ભારતીય સેનાના કેમ્પ પર વર્ષ ૨૦૧૬માં આતંકી હુમલો થયો હતો. આ આતંકી હુમલામાં ૧૯ જવાનો શહીદ થયા હતા જે બાદ આતંકવાદીઓનાં નાપાક કૃત્યનો આકરો જવાબ આપવા હુમલાના એકાદ માસ બાદ ભારતીય સેનાએ રાત્રીનાં અંધારામાં સરહદ પાર ફરીને પીઓકેમાં આવેલા આતંકવાદી કેમ્પો સર્જીકલ સ્ટ્રાઈક હાથ ધરી હતી. આ સ્ટ્રાઈકમાં સેંકડો આતંકવાદીઓ તથા આતંકવાદી કેમ્પોનો સફાયો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની સરકારે પણ રહી રહીને સર્જીકલ સ્ટ્રાઈક થયાનો સ્વીકાર કર્યો હતો. ભારતમાં આ મુદે રાજકારણ ખેલાતા અને સર્જીકલ સ્ટ્રાઈકના પૂરાવા માંગતા ભારતીય સેનાએ આ સ્ટ્રાઈકના વિડીયો ફૂટેજ પણ મીડીયા સમક્ષ રજૂ કરીને આવી સ્ટ્રાઈક થયાનું સાબિત કર્યુંહ હતુ. જેથી આવી સ્ટ્રાઈક થઈ હોવાની વાતોને હંબક ગણાવતા કોંગ્રેસીઓ અને વિપક્ષી નેતાઓનાં મોઢા સિવાય જવા પામ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.