આઈપીએલ-૧૦ની ગુજરાત લાયન્સની ટીમનું રિજન્સી લગૂનમાં રોકાણ: ખેલાડીઓને અત્યાધુનિક સુવિધા અને સઘન સુરક્ષા.
આઈપીએલને લઈ લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળતો હોઈ છે. ત્યારે કોઈ ટીમ પોતાના ઘર આંગણે રમતી હોઈ, તો તેનો ઉત્સાહ એક અનેરો હોઈ છે. ત્યારે આ વર્ષે ગુજરાત લાઈન્સની ટીમ રેજન્સી લગૂનમાં રોકાઈ છે ત્યારે ટીમને અત્યાધુનિક સુવિધાઓ આપવામાં આવી છે.
તમામ ખેલાડીઓને પોત-પોતાના અલગ ‚મ, લાઈબ્રેરીની સુવિધા, ગુજરાત લાઈન્સના કોચ બ્રેડ હોઝને ખૂબ જ પસંદ છે. સાથે ૨૫ લાખના ખર્ચે અદ્યતન જીમની સુવિધાઓ પણ આપવામાં આવી હતી. ખેલાડીઓ માટે તેમના જમવા તથા તેમના નાસ્તા માટે ખાસ અલગ જગ્યા જ ફાળવવામાં આવી છે તથા ટીમ માટે મિટિંગ‚મ, વિડિયો એનાલીસ્ટના ‚મ માટેની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ પ્રસંગે રેજન્સી લગુનના ચીફ સેફ પંકજ ગુપ્તાએ જણાવ્યું કે, ટીમના તમામ ખેલાડીઓ માટે તેમના ડાએટને લઈ ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. ટીમના ડાયટેશિયન દ્વારા અપાતી સલાહ અને સૂચનને ધ્યાને લઈ તમામ ટીમના ખેલાડીઓને પોસ્ટીક આહાર જેમાં સીરીયલ્સ, વલસીસ સાથે સાઉથ ઈન્ડીયન ફૂડસ પણ રાખવામાં આવ્યું છે.
આ પ્રસંગે રેજન્સી લગૂનના મેનેજર વિરલભાઈએ જણાવતા કહ્યું હતું કે, તેમની હોટેલ માટે આ ગૌરવપૂર્ણ વાત છે કે આઈપીએલની ગુજરાત લાઈન્સ તેમની હોટલમાં રોકાણી છે તથા તેમણે તમામ સુવિધાઓ આપવામાં આવશે. જેથી તેમનામાં હોટેલ માટેની એક અલગ જ લાગણી બંધાઈ. વધુમાં તેમણે કહ્યું હતું કે, ટીમ માટે પુલીસ ૨૪ કલાક ખડેપગે રહે છે અને સુરક્ષાનું સ્તર પણ વધારી દેવાયું છે.
જીમને લઈ તેઓએ કહ્યું હતું કે રેજન્સી હોટેલ પાસે પહેલા એવુ એક પણ જીમ નહતું, પરંતુ ક્રિકેટ એક એવી રમત છે જેમાં ફિટનેસ અનિવાર્ય છે. જેથી ટીમના ફિટનેસ ઈન્સટ્રકટર અને ફીઝીયોના નિર્દેશ પ્રમાણે હોટેલ દ્વારા ૨૫ લાખના ખર્ચે અદ્યતન જીમ ઉભુ કરવામાં આવ્યું છે. અંતમાં તેઓએ ઈચ્છા વ્યકત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત લાઈન્સ ટીમને ૨ સીઝન જ મળી છે, ત્યારે આવનારા આઈપીએલના ફરીથી ગુજરાત લાઈન્સ ટીમને સ્થાન મળે અને રેજન્સી હોટેલ ફરીથી તેમને હોસ્ટ કરે.