અમેરિકામાં ભારતના સિન્થેટિક ડાયમંડની માંગ વધી, વિશ્વમાં 90 ટકા હીરાનું વેચાણ ભારત કરી રહ્યું છે !!!
લોકો સોના ચાંદી અને હીરાની ખરીદી કરવા માટે તલ પાપડ બનતા હોય છે પરંતુ ખરી વાસ્તવિકતા એ છે કે હીરાની પરખ કરવામાં ઘણા ખરા પ્રશ્નો ઉદ્ભવિત થતા હતા જી હા આપણે વાત કરી રહ્યા છીએ રિયલ ડાયમંડની. જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ તેમ રીયલ ડાયમંડના બદલે સિન્થેટિક ડાયમંડનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક હવે એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે હીરાની ચમકને હવે સિન્થેટિક ડાયમંડ ઝાંખી પાડી દેશે.
વિદેશમાં ભારતના સિન્થેટિક ડાયમંડ ની માંગમાં અનેક ઘણો વધારો નોંધાયો છે ત્યારે અમેરિકા એકમાત્ર એવો દેશ છે કે જે ભારતના સિન્થેટિક ડાયમંડ નો વધુને વધુ ઉપયોગ કરી રહ્યું છે. તો બીજી તરફ ભારત દેશ સમગ્ર વિશ્વમાં 90 ટકા હીરા નો નિકાસ કરે છે. ત્યારે અમેરિકા સાથેના આ નિકાસથી ભારતને ઘણો આર્થિક ફાયદો પણ પહોંચશે.
ઉદ્યોગ સાથે સંકળાયેલા વ્યાપારીઓનું માનવું છે કે અમેરિકા અને ભારત વચ્ચે જે હીરાનો વેપાર થશે તેનાથી ભારતને 64 હજાર કરોડ રૂપિયા નું કીમતી હૂંડિયામણ મળી શકશે જે દેશની અર્થવ્યવસ્થાને વિકસિત કરવા માટે ખૂબ ઉપયોગી નીવડશે. બીજી તરફ સિન્થેટિક ડાયમંડ માત્ર સુરત જ નહીં પરંતુ ભારતના કોઈપણ સ્થળે બની શકે છે.
અમેરિકામાં જે માંગમાં વધારો થયો છે તેનું કારણ એ છે કે અમેરિકા અને વિદેશના યુવાનો ફેશનને લઈ ખૂબ જ અગ્રેસર છે અને સિન્થેટિક ડાયમંડ રીયલ ડાયમંડની સરખામણીમાં વધુ ફેશનેબલ દેખાઇ. તુજ નહીં રિયલ ડાયમંડ ના જે ટોપીંગ ભાવ છે તેની સરખામણીમાં ડાયમંડ ના ભાવ ખૂબ જ ઓછા છે જેથી લોકોએ હીરામાં જંગી રોકાણ પણ કરવું પડતું નથી. ડાયમંડ ની માંગ અમેરિકામાં જે રીતે વધી છે તેની પાછળનું મુખ્ય કારણે એ પણ છે કે અમેરિકામાં લોકો ફેશનને વધુ પ્રાધાન્ય આપે છે નહીં કે હીરા ઝવેરાતમાં રોકાણ કરવામાં.
ભારતના સિન્થેટિક ડાયમંડની માંગ માત્ર અમેરિકામાં જ નહીં પરંતુ યુરોપિયન દેશો , યુનાઇટેડ કિંગડમ તથા ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં જોવા મળી રહી છે. ગત વર્ષે ભારતે સિન્થેટિક ડાયમંડની નિકાસ 1.3 બિલિયન ડોલરની કરી હતી જે ચાલુ નાણાકીય વર્ષમાં ડબલ થવાની આશા હીરાના વ્યાપારીઓ દ્વારા સેવાઈ રહી છે. ભારતના સિન્થેટિક ડાયમંડના નિકાસમાં 70 ટકા જેટલો વધારો પણ જોવા મળ્યો છે. હજુ પણ આવનારા સમયમાં વધી શકે છે માત્ર ને માત્ર જો વિતરણ વ્યવસ્થા ને હજુ પણ સુદ્રઢ બનાવવામાં આવે તો તેના ઘણા ખરા ફાયદાઓ ભારતને મળશે અને દેશની અર્થવ્યવસ્થા પણ ખૂબ સારી રીતે સુધરશે