- સુરતના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા લેખિત
- બુકમાં સત્ય પ્રેમ અને કરૂણા બધી જ કથાઓનું વર્ણન
સુરતના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા લેખિત આત્મકથા ગ્રંથ ગરીમા સમારોહનું આયોજન કરવામાં આવ્યું. ગોવિંદભાઈ ધોળકિયાએ પોતાની ઓટો બાયોગ્રાફી લખી છે. છેલ્લા 40 વર્ષથી રોજબરોજની કાર્યપદ્ધતિની ડાયરી લખતા હતા. કોરોના સમયમાં પોતાની ડાયરી નો ઉપયોગ કરી ડાયમંડ્સ આર ફોરએવર સો આર મોરલ્સ બુક લખી. બુકમાં સત્ય પ્રેમ અને કરુણા બધી જ કથાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. લોકોને ખૂબ માર્ગદર્શન મળશે અને વાંચવાનો આનંદ મળશે. દુધાળા, ગામડિયો ગોવિંદ, ઇન્ટરનેશનલ, ઇન્ડસ્ટ્રીયલ બધા જ પ્રસંગોનું વર્ણન કરવામાં આવ્યું છે. બુકમાં બધા જ પ્રસંગો ખૂબ સારા છે. ગીતાજીનો મને સહયોગ થયો અને સમાધિ અવસ્થા થઈ. ભાગવત સપ્તાહમાં સમાધિ અવસ્થા થઈ. મારા ગામમાં રાજુમાના આશીર્વાદ મારા ઉપર વરસી પડ્યા. સંતોએ કીધું કે તારું અભરે ભરાશે આ બધી કથા ખૂબ જ ઇમોશનલ છે. સંતો મહંતો,સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
બુકમાં સત્ય પ્રેમ અને કરૂણાની વારંવાર છણાવટ: ગોવિંદભાઈ ધોળકિયા
અબતક સાથેની વાતચીતમાં ગોવિંદભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે બુકમાં મારા અનુભવો લખ્યા છે જેમાં બે વર્ષના કોરોના કાળ સમયમાં આ બુક લખી છે હું દરરોજ ડાયરી લખતો તે ડાયરી એ મને બુક લખવા માટે ખૂબ જ મદદ કરી છે જેમાં સત્ય પ્રેમ કરુણાનો ભારોભાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે દુધાળા થી માંડીને ગામડિયો ગોવિંદ થી લઈ આંતરરાષ્ટ્રીય સુધીની સફરને મઠારવામાં આવી છે રાજુબાના આશીર્વાદ સહિતના ભાગો ખૂબ જ લાગણીસભર કરી દે એવા છે બુકના વિમોચન થી ખૂબ જ આનંદની લાગણી થાય છે હું સૌને એક જ સંદેશો આપી કરભાલા તો હો ભલા સત્યના પંથે સૌ કોઈ જીવન જીવવું જોઈએ.