અબતક,રાજકોટ
છેલ્લા 40 વર્ષથી રાજકોટ, સૌરાષ્ટ્ર, ગુજરતા અને દેશના 19થી વધુ રાજયોમાં 3600 જેટલા શહેરની સ્વાદપ્રેમી જનતાના દીલમાં એકચક્રી રાજ કરતી ડાયમંડ શીંગે હવે વિકાસની નવી હરણફાળ ભરવા વિસ્તતિકરણનો માર્ગ અપનાવ્યો છે. અને આ કામગીરી માટે અન્ય રાજયો અને શહેરોમાં ડીલર ચેનલ શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં ડાયમંડ શીંગની પ્રોડકશન ક્ષમતા રોજની 25 ટનની છે. તે વધારી 100 ટન કરવાનો લક્ષ્યાંક છે. જેના ભાગ રૂપે સ્વાદ પ્રેમીઓને તેમના નજીકના વિસ્તારમાંથી જ ડાયમંડ શીંગ અને તેની અન્ય પ્રોડકટ ઝડપી, સુલભ અને ફ્રેશ મળી રહે એ દિશામાં કામગીરીનો શુભારંભ કરી દેવામાં આવ્યો છે.
‘ડાયમંડ શીંગ’ના ડિલેવરી નેટવર્કને વધુ ઝડપી બનાવવા સાત ડીલેવરી વાનને પ્રજાસતાક પર્વ ઉમેરી છે અને નજીકના ભવિષ્યમાં 20 જેટલી ડિલેવરી વાન તૈયાર થઈ જશે: એમ.ડી. રાજુભાઈ માલવીયા, નિલેષભાઈ પટેલ, રફીકભાઈ હેમનાની
ડાયમંડ શીંગના મેનેજીંગ ડાયરેકટર રાજુભાઈ માલવીયા, ડાયરેકયણ નિલેષભાઈ પટેલ અને રફીકભાઈ હેમનાનીએ જણાવ્યું હતુ કે ડાયમંડ શીંગની છેલ્લા 40 વર્ષની લોકપ્રિયતા પાછળ ગ્રાહકોને બેસ્ટ કવોલીટીની શીંગ, દાળીયા, રેવડી વગેરે એકદમ તાજેતાજા મળી રહે એ છે. ડાયમંડ શીંગની વિવિધ પ્રોડકટની માંગમાં થઈ રહેલા સતત વધારાને ધ્યાને રાખી કંપનીએ વિસ્તૃતીકરણનાં ભાગરૂપે ઉત્પાદન વધાર્યું છે. જુદા જુદા વિસ્તારોમાં ગ્રાહકોને ડાયમંડ શીંગની અધિકૃત પ્રોડકટ મળી રહે તે માટે હાલ રાજકોટમાં મવડીપ્લોટ, એસ્ટ્રોન ચોક, ગોંડલ રોડ, ગીતા મંદિર, કોઠારીયા રોડ, આજી જીઆઈડીસી, જિલ્લા ગાર્ડન, પારેવડી ચોક, પેડક રોડ, કુવાડવા રોડ ખાતે આઉટલેટ કાર્યરત છે. નજીકના ભવિષ્યમાં વધુ આઉટલેટ ખોલવાનું આયોજન છે.
‘ડાયમંડ શીંગ’ અને તેની અન્ય પ્રોડકટ શીંગ, દાળિયા, રેવડી વગેરે જેવી 35થી વધુ વેરાયટીઓ સ્વાદ પ્રેમિઓને તેમના નજીકના વિસ્તારમાંથી ઝડપી સુલભ અને ફ્રેશ મળી રહે તેવી વધુ શાખાઓ ખોલવા આયોજન
કંપનીના હોમટાઉન રાજકોટમાં 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસે ડાયમંડ શીંગના ડિલિવરી નેટવર્કને વધુ ઝડપી બનાવવા સાત ડિલેવરી વાનને બ્રિગેડમાં ઉમેરી છે. અને આવનારા નજીકના દિવસોમાં 20 ડીલીવરી વેન તૈયાર થઈ રહી છે.
ડાયમંડ શીંગની લોકપ્રિય રેન્જમાં જોઈએ તો રોસ્ટેડ પીનટસ, સોલ્ટેડ પીનટસ, મસાલા પીનટસ, રેવડી, દાળીયા, ચીકી, અને નવી ફલેવરમાં બ્લેકપેપર પીનટસ, ટેગીમીન્ટ પીનટસ, તથા જમ્બો શીંગ જે ડાયમંડ શીંગની એક ખાસ સ્પેશિયાલીટીનો સમાવેશ થાય છે.
જયારે દાળીયામાં વિવિધ વેરાયટી જેવી કે અન્નાગીરી, ચટપટ્ટા મસાલા, હલ્દીચના, મૌસમી ચના તેમજ નવી ફલેવરમાં બ્લેક પેપર ચના, હિંગ જીરા ચના, નીમ્બુ ફુદીના ચના અને દાના ચના, અને રેવડીમાં શાહી ગુલાબ રેવડી તથા ચીકીની વિવિધ વેરાયટી અને આવનારા દિવસોમાં નમકીનની અને ચોકલેટની વિવિધ વેરાયટીનો પણ સમાવેશ કરવામાં આવશે તેમ યાદીમાં જણાવાયું છે.