ડાયમંડ સિટીથી જાણીતા સુતરમાં ફરી ઉઠામણું થયાની ચર્ચાએ વેગ પકડ્યો છે. ઉઠામણું થયાની ચર્ચાઆએ વેગ પકડતા જ વેપારીઓના જીવ અધ્ધર ચડી ગયા છે. સૌરાષ્ટ્રના જાણીતા હીરા દલાલે 12 કરોડ રૂપિયાનું ઉઠામણું કર્યોનો એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તેને લઈને સુરતના વેપારીઓની ચિંતા વધી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા મુળ સૌરાષ્ટ્રનો વતની અને હાલમાં મુંબઇમાં હીરા દલાલીનું કામ કરતો દલાલ 12 કરોડ રુપિયા લઇને ઉઠમણું કર્યાનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ વેપારીઓની ચિંતા વધારી છે. સુરતનાં કેટલાય વેપારીઓએ આ દલાલને હીરા આપ્યા હોવાને કારણે અનેક વેપારીઓના કરોડો રૂપિયા ફસાયા છે.
કોરોના મહામારીને બાદ હીરા ઉદ્યોગ ધીમે-ધીમે આગળ આવી વધી રહ્યો છે. ત્યારે ઉઠામણાની ઘટનાઓ સામે આવતા જ વેપારીઓની ચિંતા વધી છે. ત્યારે મુંબઈ બીડીબી સાથે સંકળાયેલો અને બોટાદ પંથકનો સૌરાષ્ટ્રવાસી હીરાદલાલ 12 કરોડનું ચૂકવણું કર્યા વગર ગાયબ થયો હોવાના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જેનાથી વેપારીઓની ચિંતા વધી છે. 5 દિવસથી આ દલાલ ગાયબ થતાં વેપારીઓએ તેનું નામ ફરતું કર્યું હતું.