જી.સી.આર.ટી.ના ડિરેકટર ડો.ટી.એસ. જોશી અને સી.બી.એસ.ઇ.ના સર્ટીફાઇડ ટ્રેનર ઉષા સી.કે. મની દ્વારા શિક્ષણ નીતિ અંગેના વિવિધ મુદ્દાઓની છણાવટ
રાજકોટના જાણીતા જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સ દ્વારા આવતી કાલે સવારે ૧૧:૦૦ કલાકે GCERTના ડિરેકટર ડો. ટી.એસ. જોષી અને CBSE સર્ટીફાઈડ ટ્રેનર ઉષા સી કે મની ’રાષ્ટ્રીય શિક્ષણ નીતિ- પડકારો અને તકોવિષય ઉપર સંવાદનું આયોજન કરવામાં આવેલ છે. આ સંવાદનો લાભ સર્વ જનતાને નિ:શુલ્ક મળી રહે તે માટે સંસ્થાની યુ-ટયુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેઇજના માધ્યમી લાઈવ પ્રસારીત કરવામાં આવશે.
જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સના ચેરમેન અને શિક્ષણવિદ ડી.વી.મહેતાના કહેવા મુજબ પૂરાં ૩૪ વર્ષ પછી દેશને નવી શિક્ષણનીતિ મળી છે. દુનિયા સતત બદલાતી રહે છે અને શિક્ષણનો વિચાર કરવામાં આવે ત્યારે એ બાબત જ ધ્યાનમાં રાખવાની હોય છે કે વિદ્યાર્થીને ફકત આજના જ નહીં પરંતુ આજી ૧૦ કે ૧૫ વર્ષ પછીના સમય માટે કેવી રીતે તૈયાર કરી શકાય? આ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે મોટા પ્રશ્રોને ધ્યાનમાં રાખીને ધડવામાં આવી હતી. આ સંવાદમાં આમંત્રીત મહેમાનોનો પરિચય મેળવીએ: આ સંવાદના પહેલા વકતા ટી.એસ. જોષી જીસીઇઆરટી ગાંધિનગરના નિયામક છે. તેમણે ભાવનગર યુનિવર્સીટીથી અંગ્રેજી વિષયમાં એમ.એ કરી, પીટીસી, બી.એડ, એમ.એડ અને પી.એચ.ડી ની પદવી હાંસલ કરી છે. તેમણે શિક્ષક તરીકે તેમની કરકિર્દીની શરુઆત ૧૯૮૪ મા GCERTમાં રીસર્ચ ફેલો તરીકે ૧૯૯૭ માં જોડાયા બાદ તેઓ DIET ના પ્રિન્સીપાલ તરીકે વર્ષો સુધી સેવારત રહ્યા. ત્યાર બાદ GCERTના ડિરેકટર તરીકે નિયુકત થયા. તે ઉપરાંત તેઓ રાજય સરકારના ERNET પ્રોજેકટ, BISAG અંતર્ગત વર્ચયુલ કલાસરુમ પ્રોજેકટમાં પણ સેવાઓ આપી છે અને પી.એચ.ડી ગાઇડ તરીકે ઘણા વિદ્યાર્થીઓનુ માર્ગદર્શન કરી રહ્યા છે. તે ઉપરાંત સરકાર તરફી સોંપવામાં આવેલ વધારની ડયુટીમાં રાજયના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે બેસ્ટ એજયુકેટર ઇન એજયુકેશન એન્ડ ટ્રેનીંગ એવોર્ડ તેમજ અમદાવાદ સ્થીત સ્વાસ્થય સેવા ટ્રસ્ટ દ્વારા પણ એવોર્ડ એનાયત થયો છે. સંવાદના બીજા વકતા ઉષા મની ઈકોનોમિકસ અને અંગ્રેજી ભાષામાં અનુસ્નાતકની પદવી હાંસલ કરી છે અને શિક્ષણ ક્ષેત્રે ૩૮ વર્ષનો અનુભવ ધરાવે છે. અત્યારે તેઓ વિવિધ શાળાઓ માટે સલાહકાર તરીકે સેવાઓ આપે છે. તેમણે સામાજીક ઉતરદાયીત્વને લગતા ઘણા પ્રકલ્પો જેમકે નો પ્લાસ્ટીક, રોડ સેફટી, ડેવ્લપમેન્ટ ઓફ ટુરીઝમ વગેરે પણ કર્યા છે. હાલમાં જ તેમણે સપેલ દિશા પ્રકલ્પ માટે ખુબ ઉત્સાહિત છે. તેમણે હાર્વડ એજયુકેશન સ્કૂલમાંથી ટીચીંગ ફોર અન્ડરસ્ટેન્ડીંગ, કેમ્બ્રીજમાંથી CELTA, અને લંડન સ્કૂલ ઓફ બિઝનેસ સ્ટડિઝમાંથી એજયુકેશનલ એડમીનીસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટનો કોર્ષ કરેલ છે. તેમને ઇન્કલુઝીવ એજયુકેશન ક્ષેત્રનો રાષ્ટ્રીય એવોર્ડ ૨૦૧૬ માં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે એનાયત યો હતો. તેમને જામનગર પોલિસ અને વિજીલન્ટ વિભાગ દ્વારા શિક્ષણ ક્ષેત્રે આગ પ્રયાસો માટે વર્ષ ૨૦૧૫ માં વુમન ઓફ ધ યર એવોર્ડી નવાઝવામાં આવ્યા હતા. તેમણે CBSE ના માસ્ટર ટ્રેનર તરીકે કેપેસીટી બિલ્ડીંગ અંગે ના ઘણા વર્કશોપ લીધા છે, તેઓ ટવેન્ટીફસ્ટ સેન્ચયુરી કોર સ્કીલ વર્કશોપમાં પણ રીસોર્સ પર્સન તરીકે સેવાઓ આપી છે. સંસ્થાના ચેરમેન ડી. વી. મહેતા દ્વારા સર્વેને આ સંવાદમાં જોડાવા અને તેનો લાભ લેવા માટે આપીલ કરવામાં આવી છે. આ ઓનલાઈન સેશનના સફળ આયોજન માટે સંસ્થાના ચેરમેન ડી. વી. મહેતા અને સીઇઓ ડિમ્પલબેન મહેતાના માર્ગદર્શનમાં એડમિનિસ્ટ્રેટીવ અને આઇટી હેડ પ્રમોદ જેઠવા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.