જુવેનાઈલ ડાયાબીટીસ ફાઉન્ડેશનનાં ટ્રસ્ટી અપુલ દોશી દ્વારા તાજેતરમાં ડાયાબીટીક બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળી રહે તેવા હેતુથી પીકનીકનુ આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં સમગ્ર સૌરાષ્ટ્ર તથા રાજકોટના કુલ ૫૦૦ જેટલા બાળકો તથા તેમના માતા પિતાએ ભાગ લીધો હતો.
કાલાવડ રોડ પર કોસ્મોપ્લેક્ષ સીનેમાની બાજુમાં આવેલ શિવમ જેમીન પાર્ટી પ્લોટ ખાતે વહેલી સવારથી ડાયાબીટીક બાળકો અને વાલીઓનું આગમન થઈ ચૂકયું હતુ ડાયાબીટીક એજયુકેટર અને ગેમ જોકી દ્વારા રમતો રમતા રમતા ડાયાબીટીસની સમજણ, ખોરા અંગેની સમજણ અને ઈન્સ્યુલીન ટેકનીકલ સમજાવી બાળકોને હળવાફૂલ મુકવામાં રાખ્યા હતા.
ડાયાબીટીક બાળકોએ ધમાકેદાર પરફોર્મન્સ દ્વારા એ વાત સીધ્ધ કરી બતાવી કે એમ રોગી નથી કે અશકત નથી ઉપસ્થિત તમામ પ્રતિષ્ઠત મહાનુભાવોએ બાળકોનાં કૌશલ્યને બીરદાવ્યું હતુ.
છેલ્લે બાળકો સહિત વાલીગણ સાથે ૧ કલાક રાસ ગરબા રમી આનંદ કર્યો હતો. અને અંતે સંસ્થાના ટ્રસ્ટી અપુલ દોશી દ્વારા વ્યસન મૂકિત ના શપથ લેવડાવી વાલીઓને જાગૃત કર્યા હતા.
અંતે આભારવિધી જેડીએફ ટ્રસ્ટી એ પોતાની માર્મીક શૈલીમાં સંબોધન કર્યું હતુ અને ઉપસ્થિત તમામ જેડી બાળકોને ઉપયોગી સીરીન્જ, નીડલ વગેરેનું વિતરણ કરી કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.