હિન્દુ યુવા વાહિનીનાં ૧૭માં સ્થાપના દિન નીમીતે આજરોજ શાળા નં.૪૭ લક્ષ્મીનગર રાજકોટ ખાતે નિ:શુલ્ક આરોગ્ય નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, સિવિલ હોસ્પિટલનો અધિક્ષક મનીષ મહેતા સહીત આગેવાનો અને હિન્દુ યુવા વાહિનીનો સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે કહ્યું હતું કે, હિન્દુ યુવા વાહીતી છેલ્લા ચાર વર્ષથી રાજકોટમાં ખુબ સારી પ્રવૃતિ કરી રહી છે. આ વિસ્તારમાં અનેક અહીં આંગણવાડી છે જેને દત્તક લઇને તેના કુપોષિત બાળકોની પણ સેવા કરે છે. કૃષોપણ બાળકોને પ્રોટીનયુકત ખોરાક મળી રહે તેની પણ ચિંતા કરે છે. એ બાળકોને સારા સાધનો અને રમકડાં મળી રહે તેની પણ ચિંતા કરે છે. આ જ પ્રકારના આજે બાળકોનાં નિદાન કેમ્પ છે. કે જેને આરોગ્યને લગતી તેના માતા-પિતાને ખબર ન હોય તેવા સુપુષ્ત રોગ હોય તો તેની તપાસ કરાવીને ફ્રી ઓફ ચેકઅપ અને મેડીકલ કેમ્પ હિન્દુ યુવા વાહીનીએ રાખ્યો છે. ગઇકાલે રામનવમીના દિવસે સ્થાપના દિવસ છે તે નિમિતે ખુબ ખુબ શુભકામના પાઠવું છું.
અધિક્ષક સિવિલ હોસ્૫િટલ મનીષ મહેતાએ કહ્યું હતું કે, હિન્દુ યુવા વાહિનીનું ધાર્મિક પ્રવૃતિ ઉપરાંત આરોગ્ય ક્ષેત્રે આ એક સારું કામ છે. અને તેમાં સીવીલ હોસ્૫િટલ તરફથી જે કાંઇ સ્પોટની જરુર હશે તે બાબતે હું સિવીલ હોસ્પિટલ તરફથી ખાતરી આપું છું. તેમજ કુપોષીત બાળકો માટે આરોગ્ય પાવડર, દુધનો પાવડર, તેમજ રમકડાં આપવા, નાના બાળકોના માતા-પિતાને પણ ખબર ન હોય તેના નિદાન માટે સ્કુલની અંદર એક કેમ્પનું આયોજન કરવું. આ બધી પ્રવૃતિ છે તે વખાણવા લાયક છે.
આયોજક કપિલ પંડયા દ્વારા જણાવાયું હતું કે આજરોજ યુવા વાહિતી દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન કરેલ હતું. જેમાં આંગણવાડીનો બાળકો, કુપોષીત બાળકો તેમજ સામાન્ય લોકો માટે સિવિલનાં ડોકટરોની ટીમ આવેલી હતી. તમામ રોગોનું નિદાન, આંખના ડોકટરો, ડેન્ટલ, સ્કિનનાં ડોકટર, જનરલ ફિઝીશ્યન બધા ડોકટરો સેવા આપી હતી. ખુબ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.
આ કાર્યક્રમ હિન્દુ યુવા વાહીનીના ૧૭માં સ્થાપના દિન નીમીતે આ કેમ્પનું આયોજન કરેલ હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,