હાલમાં યેલા એક સ્ટડી અનુસાર ડાયાબિટીઝ ધરાવતી ૨૮.૫ ટકા વ્યક્તિઓ ડિપ્રેશનનો શિકાર બને છે. એ માની શકાય છે કે ડાયાબિટીઝની વ્યક્તિના મેટાબોલિઝમ પર તી અસર અને એના લાંબા ગાળાના મેનેજમેન્ટને લીધે વ્યક્તિની માનસિક સ્િિત પર પડતી અસર ડિપ્રેશનનું કારણ બનતી હોય છે. આ બન્ને રોગો વચ્ચેનો સંબંધ આજે સમજીએ
કેસ-૧ ૯ વર્ષની સારિકા જન્મી દિલ્હીમાં રહીને ઊછરી અને એકદમ સ્માર્ટ અને આખાબોલી છોકરી હતી. છેલ્લા એક વર્ષી પિતાની બદલી ઈ તો તે મુંબઈ શિફ્ટ ઈ. નવી સ્કૂલ, નવો માહોલ અને આ સ્કૂલમાં તેના આખાબોલા સ્વભાવને કારણે તેના ફ્રેન્ડ્સ જ બન્યા નહીં. લોકો તેને એક તોછડી છોકરી માનવા લાગ્યા. એમાં તેનો માસિક સ્રાવ શરૂ યો અને એ હોર્મોન્સની ઊલપાલ પણ નડી. અત્યંત ફિઝિકલ અને મેન્ટલ સ્ટ્રેસની વચ્ચે છોકરીને ટાઇપ-ટૂ ડાયાબિટીઝ નીકળ્યો. જિનેટિકલી તેના ઘરમાં બધા લોકોને ડાયાબિટીઝ હતો જ, પરંતુ ૯ વર્ષની ઉંમરે ટાઇપ-ટૂ ડાયાબિટીઝ વો એ સહજ વાત તો નહોતી જ. ટ્રીટમેન્ટ ચાલુ ઈ ગઈ, પરંતુ બદલાયેલાં શારીરિક અને માનસિક પરિબળોને સહન ન કરી શકતી આ દીકરી ડિપ્રેશનમાં સરી પડી.
કેસ-૨ ૬૦ વર્ષની ઉંમરના દિલીપભાઈને છેલ્લાં વીસ વર્ષી ડાયાબિટીઝ છે. છેલ્લે ચાર વર્ષ પહેલાં એક અટેક પણ આવી ગયો. અટેક પછીી તે ોડા ચીડિયા રહેવા લાગ્યા. એકલા રહેવું તેમને વધુ ગમતું. લોકો સામે આવે તો ગમે તેમ બોલીને તેમને ભગાડી દે. પ્રસંગમાં પણ હોબાળો મચાવે. એક પણ ખુશીમાં સામેલ ન ાય અને જાણે કે કોઈનાી મતલબ જ ન હોય એવા દિવસે-દિવસે બનવા લાગ્યા. આ દરમ્યાન ડાયાબિટીઝની રેગ્યુલર દવાઓ, જે તે વર્ષોી લેતા હતા એ પણ અનિયમિત ઈ ગઈ. રેગ્યુલર વોક પર જવાનું છોડી દીધું અને એને કારણે શુગર ખૂબ જ વધી ગઈ. ડોક્ટર પાસે ગયા ત્યારે ક્લિનિકલી બધાં ચિહ્નો જોઈને ડોક્ટર સમજી ગયા કે દરદી ડિપ્રેશનનો શિકાર છે. ઍન્ટિડિપ્રેસન્ટ દવાઓ છેલ્લા ૮ મહિનાી ચાલુ છે. હવે દરદીને ઘણું સારું છે.
રિસ્ક બેવડાય
આપણો દેશ ડાયાબિટીઝનું કેપિટલ ગણાય એટલા ડાયાબિટીઝના દરદીઓ આપણે ત્યાં છે. ડાયાબિટીઝ એટલે વધુ ખતરનાક છે કારણ કે એની સો જોડાયેલી જે બીજી કન્ડિશન્સ છે એ વ્યક્તિને તકલીફ આપ્યા કરે છે. દરેક અંગ સો એને કોઈ ને કોઈ સંબંધ છે અને ડાયાબિટીઝ આ અંગો પર પોતાની છાપ છોડી જતો હોય છે. ભૂતકાળમાં ઘણાં જાણીતાં રિસર્ચ યાં છે, જેણે સાબિત કર્યું છે કે જો તમને ડાયાબિટીઝ હોય તો ડિપ્રેશન વાનું રિસ્ક બેવડાઈ જાય છે. વળી નિષ્ણાતો કહે છે કે ડિપ્રેશન આવવાી પણ ડાયાબિટીઝ વાની શક્યતામાં વધારો ાય છે. અમુક સ્ટડીઝ એવું પણ કહે છે કે ડાયાબિટીઝની સો-સો જો ડાયાબિટીઝ સંબંધિત કોમ્પ્લીકેશન્સ હોય, જેમ કે હાર્ટ-અટેક કે સ્ટ્રોક હોય તો ડિપ્રેશન વાની શક્યતા ઘણી વધી જાય છે.
સ્ટડી
હાલમાં ગાડગે ડાયાબિટીઝ કેર સેન્ટર દ્વારા ૨૦૧૭ના જાન્યુઆરીી લઈને ૨૦૧૭ના માર્ચ સુધીનો એક સ્ટડી કરવામાં આવ્યો હતો, જેમાં ડાયાબિટીઝના બસો દરદીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો; જેમાં ૧૦૫ પુરુષો અને ૯૫ ીઓ હતી. ખાસ કરીને તેઓ ડાયાબિટીઝની દવાઓ સિવાય બીજી કઈ દવાઓ લે છે એ માહિતી એકઠી કરવામાં આવી હતી, જેમાં ખબર પડી હતી કે ૨૮.૫ ટકા દરદીઓ ઍન્ટિડિપ્રેસન્ટ મેડિસિન લેતા હતા. એનો ર્અ એ યો કે આ દરદીઓ પર ડિપ્રેશનની અસર હતી. ખાસ કરીને ૩૭ી લઈને ૬૦ વર્ષની ઉમર સુધીનાં ૨૫ ીઓ અને ૯ પુરુષો ડિપ્રેશન ધરાવતાં હતાં, જ્યારે ૬૦ વર્ષી ઉપરના લોકોમાં ૧૨ ીઓ અને ૧૧ પુરુષો ડિપ્રેશનમાં હતાં.
સંબંધ
ડાયાબિટીઝ અને ડિપ્રેશન વચ્ચે સંબંધ છે એ ઘણાં રિસર્ચમાં સાબિત યું છે, પરંતુ એની પાછળનાં કારણો શારીરિક અને માનસિક બન્ને છે; જે તથ્યો સો હજી સુધી સાબિત તો ની યાં, પરંતુ આ બાબતે ઘણી ધારણાઓ છે જેને સાબિત કરવા વધુ રિસર્ચની જરૂર છે. આ વિશે સમજાવતાં ડાયાબિટીઝ કેર સેન્ટર, ગોરેગામના ડોકટર કહે છે, ડાયાબિટીઝની દરદીના મેટાબોલિઝમ પર અસર પડે છે અને આ મેટાબોલિઝમમાં આવતા બદલાવ મગજ પર ચોક્કસ અસર કરે છે. આ સિવાય ડાયાબિટીઝ એક ક્રોનિક એટલે કે લાંબા ગાળાનો રોગ છે. વર્ષો સુધી એને મેનેજ કરતા રહેવું એ સહેલું તો ની જ. વર્ષો સુધી શારીરિક અને માનસિક બદલાવો સહન કરતા રહેવા, સતત પોતાનું ધ્યાન રાખવું, પરેજી પાળવી, શું ખાવું અને શું ન ખાવું એ વિશે સતત ગડમલ, વારંવાર યુરિન પાસ કરવાની તકલીફ અને એને કારણે ઊંઘમાં પડતી ખલેલ, ઇન્ફેક્શની બચવું, સતત ટેસ્ટ કરાવતા રહેવી, ડોક્ટર્સની વિઝિટ્સ, ર્આકિ રીતે પડતો માર આવી ઘણીબધી બાબતો છે; જેની સતત સંભાળ દરદીએ રાખવાની હોય છે. આ દરેક વસ્તુ અત્યંત સ્ટ્રેસફુલ છે અને એ વર્ષો સુધી કરવાને લીધે વ્યક્તિ પર ડિપ્રેશનનું રિસ્ક તોળાઈ શકે છે.
અસર
ડિપ્રેશનના જે દરદીઓ છે તે પોતાનું ધ્યાન રાખવા પ્રત્યે ઉદાસીનતા સેવતા હોય છે. ઘણા એવા પણ હોય છે જે ખૂબ વધારે ખોરાક ખાતા હોય છે અને ડિપ્રેશનને લીધે ઓબેસિટીનો શિકાર બનતા હોય છે. આવા લોકોને આ સમય દરમ્યાન ડાયાબિટીઝ ડેવલપ ઈ શકે છે. આ બાબતે વાત કરતાં બોમ્બે સાઇકિયાટ્રી સોસાયટીના પાસ્ટ પ્રેસિડન્ટ અને પી. ડી. હિન્દુજા હોસ્પિટલના ક્ધસલ્ટિંગ સાઇકિયાટ્રિસ્ટ ડોકટર કહે છે, માણસની માનસિકતા અને શુગરને ઘણો સંબંધ છે. જ્યારે માણસ નકારાત્મક હોય ત્યારે અને એકદમ વધુપડતો હકારાત્મક હોય ત્યારે શરીરના શુગર-લેવલમાં નોંધપાત્ર બદલાવ અાવે છે. મૂડ અને માનસિકતા લોહીમાંની શુગરને વધારી શકે છે. એવા કેસ જોવા મળે જ છે કે જેને ડાયાબિટીઝ છે તેને ડિપ્રેશન આવી ગયું અને ડિપ્રેશન છે તેને ડાયાબિટીઝની તકલીફ શરૂ ઈ ગઈ. આ બન્ને પ્રોબ્લેમ્સને મેનેજ કરવા જરૂરી છે. બન્નેમાંી એકને પણ અવગણી શકાય નહીં.
ખબર કેમ પડે?
જે વ્યક્તિ ડિપ્રેશનમાં છે તે વ્યક્તિની સમય-સમય પર જરૂરી ટેસ્ટ કરાવતી રહેવી જોઈએ, કારણ કે ડાયાબિટીઝની સો-સો આ વ્યક્તિને બીજી કોઈ તકલીફ પણ હોઈ શકે છે; કેમ કે આ વ્યક્તિઓ પોતાની કાળજી પ્રત્યે ઉદાસીનતા સેવતી હોય છે. આ સિવાય ડાયાબિટીઝના દરદીઓને ડિપ્રેશન છે એ કઈ રીતે સમજી શકાય? આ પ્રશ્નનો જવાબ આપતાં ડોકટર કહે છે, ડાયાબિટીઝના દરદીનો ઇલાજ કરવાની એક રીત છે, જેને અમે મેડિકલ ભાષામાં લાઇન ઑફ ટ્રીટમેન્ટ કહીએ છીએ. એ જેના પર કામ ન કરે એટલે કે દવાઓ જે વ્યક્તિ પર કામ ન કરે, તેનું શુગર-લેવલ ક્ધટ્રોલમાં ન રહે અને બીજી તકલીફો પણ એમનેમ જ હોય તો એવી શક્યતા વધુ છે કે દરદી ડિપ્રેશનમાં હોય. આ સિવાય દરદીની હિસ્ટરી, તેનું રૂટીન, તેના સ્વભાવ અને તેની દ્વારા પણ એક ડોક્ટર ઘણું જાણી શકે છે.
ઇલાજ
જે વ્યક્તિને ડાયાબિટીઝ અને ડિપ્રેશન સો છે તે ડિપ્રેશનનો ઇલાજ ન કરાવે તો ડાયાિબટીઝને મેનેજ કરવો અઘરો પડે છે અને જેને ડિપ્રેશન છે તે ડાયાબિટીઝનો ઇલાજ ન કરાવે તો તેના શરીરને હાનિ પહોંચે છે. પરંતુ આ બાબતે એક સાવધાની રાખવી જરૂરી છે. એ બાબતે વાત કરતાં ડોકટર કહે છે, આ બન્ને રોગ એકબીજા સો સંકળાયેલા હોવા છતાં બન્ને જુદા-જુદા રોગ છે. એટલે એનો ઇલાજ પણ એના અલગ-અલગ સ્પેશ્યલિસ્ટ પાસે જ કરાવવો. જો ડાયાબિટીઝનો કોઈ દરદી ડિપ્રેશનનો ભોગ બને તો તેણે એક સાઇકિયાટ્રિસ્ટ ડોક્ટર પાસે જવું જોઈએ અને ડિપ્રેશનના દરદીને ડાયાબિટીઝ ાય તો તેણે એક ડાયાબેટોલોજિસ્ટ પાસે જવું જોઈએ. આમ ટીમવર્ક દ્વારા એ દરદીની હેલ્નું મેનેજમેન્ટ વું જોઈએ.