આજે વર્લ્ડ ડાયાબીટીસ ડે
મીઠું ખાવાના શોખીન ગુજરાતીઓમાં બેઠાડુ જીવન શૈલીના કારણે ડાયાબિટિસનું પ્રમાણ ચિંતાજનક હદે વધી રહ્યાની ‘વર્લ્ડ ડાયાબિટિસ ડે’ પર ડોકટરોની ચેતવણી: સ્વનિયંત્રણ દ્વારા ડાયાબિટિસ પર કાબુ મેળવીને લાંબુ જીવન જીવી શકાય છે
હાલના એકવીસમી સદીના ઝડપી યુગમાં બેઠાડુ જીવન, સતત માનસિક તણાવ સહિતના વિવિધ કારણોસર દુનિયાભરના લોકોમાં ડાયાબીટીસનો રોગ ઝડપભેર પ્રસરી રહ્યો છે. જેમાં ગુજરાતના લોકો પણ પાછળ નથી એક ગણતરી મુજબ રાજયના લોકો ચિંતાજનક હદે ડાયાબીટીસથી પીડાઇ રહ્યા છે.
ડાયાબીટીસના કારણે મગજની લઇને પગ સુધીમાં અનેક રોગો થવાની સંભાવના હોય છે જેથી દિવસે-દિવસે મહાકાય બનતા જતા ડાયાબીટીસના રોગ સામે લોકજાગૃતિ લાવવા વિશ્વ આરોગ્ય સંસ્થા ડબલ્યુ.એચ.ઓ. દ્વારા દર વર્ષે ૧૪મી નવેમ્બરને વર્લ્ડ ડાયાબીટીસ ડે તરીકે ઉજવવામાં આવે છે.ડાયાબીટીસ રોગ માટે મુખ્ય કારણરુપ મનાતી મીઠી વસ્તુઓ ગુજરાતી લોકો વધુ ખાતા હોય ગુજરાતીઓમાં ડાયાબીટીસનું પ્રમાણ ચિંતાજનકપણે વધી રહ્યું છે. ડાયાબીટીસ રોગ અંગે રાજકોટના જાણીતા ડાયાબીટીસ નિષ્ણાંત ડો. વિભાકર વચ્છરાજાની ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ડાયાબીટીસ થવા માટેના ઘણા બધા કારણો છે.
ગુજરાતમાં વારસાગત ડાયાબીટીસ વધારે છે. ઘણા લોકોને વારસામાં ડાયાબીટીસ આવે છે. આ ઉ૫રાંત તનાવગ્રસ્ત જીવત, અનિયમીતતા, જંકફુટના કારણે પણ ડાયાબીટીસ થતી હોય છે. હાલનો સમય ઝડપી યુગ છે નોકરી ધંધામાં લોકોએ અનેક તનાવ અને ટાર્ગેટ પુરા કરવાની માટેની ચિંતા પણ કયાંક ડાયાબીટીસ માટે જવાબદાર છે.
ડાયાબીટીસ સંપૂર્ણ પણે મટી શકતું નથી પરંતુ તેને કાબુમાં રાખી શકાય છે. કસરત, નિયમીતતા રાખવાથી ડાયાબીટીસને કાબુમાં રાખી શકાય છે. ડો. વચ્છરાજાનીએ જણાવીને ઉમેર્યુ હતું કેબાળકોમાં ઘણી વખત વારસામાં ન હોય છતાં જોવા મળતી ડાયાબીટીસ જુવેનાએલ
ડાયાબીટીસ કહે છે. ભારતમાં ગુજરાત અને કેરેલામાં ડાયાબીટીસના દર્દીઓ ખુબ મોટા પ્રમાણમાં જોવા મળે છે. પહેલાના સમયમાં કહેવાતું કે આ શહેરીજનોનો રોગ છે. પરંતુ હાલમાં આ રોગ ગ્રામ્ય વિસ્તારના લોકોમાં પણ જોવા મળે છે.
ડાયાબીટીસ થવાનું મુખ્ય કારણ અત્યારની જીવનશૈલી છે. ગુજરાતી લોકો ખાવાના શોખીન છે. વધુ તેલ અને ગળપણ છે. તેને કાબુમાં રાખવું જોઈએ તેમ જણાવીને ડો. વચ્છરાજાનીએ ઉમેર્યું હતુ કે ડાયાબીટીસની મુખ્ય સારવાર કસરત છે. ત્યારબાદ આહારનિયંત્રણ, ખાસતો જીવનશૈલી બદલવાની પણ જરૂર છે. અને છેલ્લે દવાઓ આવે છે.
આપણે ત્યાં ઉંધેથી સારવાર શરૂ કરવામાં આવે છે. જે યોગ્ય નથી. સૌ પ્રથમ ડાયાબીટીસના નિદાન માટે શરૂઆતનાં મહિનામાં કસરત કરવી જોઈએ કસરત, આહાર નિયંત્રણ, ચિંતામુકત જીવન અને પછી દવાઓ છતા પણ ડાયાબીટીસ વધે તો ઈન્સ્યુલીનના ઈન્જેકશન લેવાથી ડાયાબીટીશને કન્ટ્રોલમાં લઈ શકાય.
આ ઉપરાંત, બાળકોમાં થતા ડાયાબીટીસમાં દિવસમાં ૩ થી ૭ વખત ઈન્સ્યુલીનના ઈન્જેકશન લેવા પડતા હોય છે. પરંતુ તેમાં ગભરાવાની કોઈ જરૂર નથી સારી સારવાર મળે તો આવા દર્દી પણ ૬૦ થી ૭૦ વર્ષ સુધી આરામથી જીંદગી જીવી શકે છે.તેમ ડો. વચ્છરાજાનીએ અંતમાં જણાવ્યું હતુ.ડાયાબીટીસ અંગે રાજકોટના જાણીતા ડાયાબીટીસોલોજીસ્ટ ડો. બિરજુ મોરીએ ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે સામાન્ય ભાષામાં કહીએ તો લોહીમાં સાકર કે ખાંડ વધે તેને ડાયાબીટીસ કહેવાય છે. તેના લક્ષણો ભૂખ વધારે લાગવી, તરસ વધારે લાગવી, વજન ઘટવું, ઘા રૂઝાતા વાર લાગવી વારંવાર પેશાબ લાગવી, જાતીય નબળાઈ વગેરે છે.
જેનું બેઠાડુ જીવન હોય તણાવયુકત જીવન હોય, ફાસ્ટલાઈફ જીવતા હોય, વજન વધારે હોય, ટેન્શન વધારે રાખતા હોય, ઝંક-ફાસ્ટફૂડ વધારે લેતા હોય, વારસાગત હોય તેને ડાયાબીટીસ થઈ શકે છે. લોહી અને પેશાબની તપાસથી ડાયાબીટીસનું નિદાન થઈ શકે છે.
ડાયાબીટીસના ઘણા બધા પ્રકાર છે તેમાં ટાઈપ-૧ કે જે બાળકોમાં થાય છે. તેમાં ઈન્સ્યુલીન્સ લેવા પડે છે. જયારે ટાઈપ-૧ મુખ્યત્વે વડીલોમાં તતુ હોય છે. તેની સારવારમાં દવાઓ, જેસ્ટેશનલ ડાયાબીટીસ કે જે પ્રેગનેન્ટ બહેનોમાં જોવા મળે છે. તેમને વધારે જોવા મળે છે.
તેના સારવારમાં ખોરાકની પરેજી, કસરત, જણાવમૂકત જીવન અને નિયમિત દવાઓ છે તેમ જણાવીનો ડો. મોરીએ ઉમેર્યું હતુ કે ડાયાબીટીસથી લોહીમાં થતુ હોય તેની અસર શરીરના તમામ ભાગોમાં થાય છે. મગજની આંખ, લીવર, કીડની જ્ઞાનતંતુ, હાથ, પગ વગેરે આડઅસર થઈ શકે છે.
ડાયાબીટીસના દર્દીઓએ એક સાથે ખોરાક્લેવાના બદલે કટકે કટકે ખાવુ શારીરીક શ્રમકે કસરત કરવી, માનસીક તણાવ ન રાખવું તથા દવા લેવાની ડાયાબીટીસને કન્ટ્રોલમાં રાખી શકાય છે. તેમ જણાવીને ડો. મોરીએ અંતમાં જણાવ્યું હતુ કે ડાયાબીટીસ ન થાય તે માટે વજન ઘટાડવું જોઈએ.
શારીરીક શ્રમ કે કસરત કરવી જોઈએ વ્યસન હોય તો ઓછા કરવા જોઈએ, ટેન્શન વાળુ જીવન હોય તો થોડા યોગ પ્રાણાયામ તરફ ઢળવું જોઈએ અને નેચરલ લાઈફ સ્ટાઈલ તરફ ઢળવું જોઈએ કારણ કે ડાયાબીટીસ લાઈફ સ્ટાઈલ ડીસીઝ એટલે કે જીવન શૈલીનો રોગ છે. ખોટી જીવન શૈલીના કારણે થતો રોગ છષ. માટે જેટલુ કુદરત તરફ વળવુ તેટલો તેમાં ફાયદો થશે.
કસરત માટે કઈ સાવચેતી રાખવી ?* કોઈપણ કસરત કરતા પહેલા ડોકટરની સલાહ લેવી.
* જમ્યા પછી તરત કે ખાલી પેટે દવા- ઈન્સ્યુલીન લઈને તરત કસરત કરવી યોગ્ય નથી.
* જેમને હૃદયરોગ, ડાયાબિટીક કુટ, ગોઠણની ગાદી ઘસાવી, આંખના પડદાની તકલીફ, કિડનીની તકલીફ જેવી બિમારીઓ હોય તો ડોકટરની સલાહ લઈ કસરત કરવી.
* કસરત દરમિયાન ગળી ચીજ વસ્તુ સાથે રાખવી, કયારેક ખાંડ ઘટે તો તરત જ લઈ શકાય.