500થી વધુ બાળકોને ડોક્ટરોએ આપ્યુ માર્ગદર્શન
તાજેતરમાં વર્લ્ડ ડાયાબિટીસ ડે તેમજ બાલ દિનની પૂર્વે જુવેનાઇલ ડાયાબિટીક ફાઉન્ડેશન રાજકોટ દ્વારા એન્જિનિરીંગ એસોસિએશનના સંપૂર્ણ સહયોગથી ટાઈપ-1 ડાયાબિટીક ધરાવતા બાળકો માટે “લેટ’સ” બીટ ડાયાબિટીક એજ્યુકેશન અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. જેમાં 500થી વધુ બાળકો તેમજ તેમના માતા પિતાએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમ ટાઈપ-1 ડાયાબિટીસ રોગના સુપર સ્પેશ્યલિસ્ટ ડો. નિલેશ દેત્રોજા, ડો.પંકજ પટેલ, ડો. હર્ષ દુર્ગિયા, ડો. ઝલક શાહ તથા ડો. ચેતન દવે દ્વારા ટાઈપ-1 ડાયાબિટીસને કઈ રીતે હરાવવું તે અંગે સરળ અને મેડિકલ સાયન્સની ભાષામાં માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં અમદાવાદથી આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત ધ ડાયાલીસીસ ટિમના સુમિતભાઈ ધગીઆ, વિશ્રાંતિબેન ચાવડા તથા રિતિકાબેન મહેશ્ર્વરી દ્વારા જ્ઞાન અને ગમ્મત સાથે ઉપયોગી ટાઈપ -1 ડાયાબિટીસ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ તકે બાળકોને હૂંફ તથા મોટિવેશન મળી રહે તે માટે સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમા પ્રેસિડેન્ટ રાજકોટ એન્જી. એસો. ના પ્રમુખ પરેશભાઈ વાસાણી, સિનિયર આક્રિટેક અને અગ્રણી બિલ્ડર્સ મા. રાજેશભાઈ કોટક, અગ્રણી ઉદ્યોગપતિ જીવદયાપ્રેમી મા. સુભાષ રવાણી, ખ્યાતનામ ઓર્થો સર્જન ડો.નિષીથ સંઘવી, અગ્રણી લેન્ડ ડેવલોપર્સ મા. પરેશભાઈ રૂપારેલિયા, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ તથા ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ રાજકોટના પ્રમુખ રાજીભાઈ દોશી, સહિતના ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
તમામ મહાનુભાવો આ તકે જેડી એફ બાળકોને સ્વસ્થ યોગ્ય માટે શુભેચ્છા સાથે આશીર્વાદ પાઠવ્યા હતા. તેઓ રાજકોટ જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશનના કાર્યક્રમને ખુબ બિરદાવ્યું હતું. આ તબક્કે સમાજ શ્રેષ્ઠી ચુનીલાલ જોબનપુત્રા પરિવાર દ્વારા 3 લાખ, રાજેશભાઈ વાસાણી દ્વારા 11,000, વિકાસભાઈ શેઠ દ્વારા 11000, સુભાષભાઈ રવાણી દ્વારા 11000, કાજલબેન દ્વારા 5100નું અનુદાન જેડીએફ પરિવારને આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમના જેડીએફ રાજકોટના મેનેજીંગ ટ્રસ્ટી અપુલભાઈ દોશી દ્વારા પધારેલા ડોક્ટરો, સમાજ શ્રેષ્ઠીઓ, ધ ડાયાબિટીક ટિમના સભ્યો, ફાર્મા કંપનીના પ્રતિનિધિઓ અને રાજકોટ એન્જિનિરીંગ એસોસિએશન કે જેઓ હંમેશા આવા કાર્ય માટે જેડીએફને નિ:શુલ્ક હોલ ઉપયોગ કરવા આપે છે. તેનો આભાર માનવામાં આવેલ કાર્યક્રમ સુંદર આયોજન માટે જેડીએ રાજકોટના ટ્રસ્ટી ગણ, વોલન્ટરી તેમના સભ્યો દ્વારા જહેમત ઉઠાવી હતી