- ઉકાણી પરિવારની લાડલી દિકરી ‘રાધા’ના લગ્નોત્સવ પૂર્વ
- ઘોડા, બગીઓ, વિન્ટેજ કારના કાફલા સાથે રાજમાર્ગો પર 5ર8 સ્ટેજ અને 60થી વધુ મનમોહક રંગોળીઓનું ધર્મયાત્રામાં સુશોભન
રાજસ્થાનના નાથદ્વારામાં વૈષ્ણવોના આરાધ્ય જગતગુરૂ શ્રીકૃષ્ણના 7 વર્ષના બાળ સ્વરૂપને કૃષ્ણ ભક્તો શ્રી નાથજીના નામે ઓળખે છે. 4 ફુટ ઉંચી રંગે શ્યામ, જેનો ડાબો હાથ ઉંચો છે જાણે ભક્તોને પોતાની પાસે બોલાવી રહયા હોય તેવુ મનમોહક નાથજીનું સ્વરૂપ લાખો વૈષ્ણવોના હદયકમલમાં અંક્તિ છે. આવા પવિત્રધામ શ્રીનાથદ્વારા ની ‘ધ્વજાજી‘ નું આરોહણ રાજકોટના આંગણે જાણીતા ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણીની આત્મજા ચિ. રાધાના લગ્નોત્સવ ભાગરૂપે ત્રિદિવસીય મનોરથ ઉત્સવ પૂર્વ તા. 6 ના રોજ ભવ્યાતિભવ્ય શોભાયાત્રા યોજાશે.
તા. 6 જાન્યુઆરી ના રોજ શ્રીનાથદ્વારાથી ચાર્ટર પ્લેન મારફતે શ્રીનાથદ્વારાની ‘ધ્વજાજી’ રાજકોટ ખાતે લાવવામાં આવશે. રાજકોટના આંગણે ડુંગર દરબારથી ન્યુ 1પ0 ફુટ રીંગ રોડ પર રાધીકા ફાર્મ ખાતે લઈ જવાશે. રાજકોટના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત વૈષ્ણવ સંપ્રદાયમાં ‘ધ્વજાજી’ સાથેની ભવ્યાતિભવ્ય ધર્મયાત્રા યોજાશે. 1 કી.મી. લાંબી વિશાળ શોભાયાત્રામાં અલગ-અલગ સમાજના શ્રેષ્ઠીઓ, વૈષ્ણવો તથા જાહેર જનતા બહોળી સંખ્યામાં જોડાશે.
એરપોર્ટથી શ્રી નાથદ્વારાની ‘ધ્વજાજી’ ની શોભાયાત્રા કાલાવડ રોડ ઉપર બાન લેબની ઓફિસ ખાતે થઈ અમીનમાર્ગના છેડે ડુંગર દરબારથી વિન્ટેજ કાર, પ1 ગાડીઓનો કાફલો, 100 થી વધુ સાફાધારી યુવાનો બાઈક પર, ધોડા, બગીઓ સાથે નીકળશે. સમગ્ર શોભાયાત્રાના માર્ગ પર વિવિધ 8 જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા છે. 60 થી વધુ સુશોભીત કમાનો, રંગબેરંગી ધ્વજા પતાકાથી સમગ્ર રસ્તાને આકર્ષક બનાવવામાં આવ્યો છે. ધર્મયાત્રાના માર્ગ પર વિવિધ કલાકૃતી દર્શાવતી મનોરમ્ય રંગોળીઓ બનાવવામાં આવશે. નિતનવા આકર્ષક ફલોટસ તૈયાર કરવામાં આવશે. બહોળી સંખ્યામાં સાફાધારી યુવાનો આ યાત્રામાં ભાગ લેશે. વિવિધ સંસ્થાના શ્રેષ્ઠીઓ, આગેવાનો, દરેક સમાજના ધર્મપ્રેમી વૈષ્ણવો બહોળી સંખ્યામાં જોડાશે. વૈષ્ણવ સંપ્રદાયની વિવિધ સત્સંગ મંડળીઓ,
ધુન-ભજન મંડળીઓ આ શોભાયાત્રામાં જોડાય સત્સંગ કરશે. રાજકોટના ઈતિહાસમાં સૌપ્રથમ વાર આવી ભવ્યાતિ ભવ્ય ધર્મયાત્રા રાજકોટની ધર્મપ્રેમી જનતા માટે યાદગાર સંભારણું બની રહેશે. શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં માનવ મેદની માં સુચારૂ ઢબે વ્યવસ્થા જાળવવા તથા ધર્મયાત્રાને સફળ બનાવવા સર્વે સમાજના પ1 અગ્રણીઓ દ્વારા આયોજન થઈ રહયુ છે. જેમના માર્ગદર્શન હેઠળ ર50 જેટલા સ્વયંસેવકોની ટીમ ખડે પગે રહેશે. વૈષ્ણવભક્તોમાં આ શોભાયાત્રા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહયો છે.
રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને દાનવીર મૌલેશભાઈ ઉકાણી પિરવાર દ્વારા કાલાવડ રોડ પર ઈશ્ર્વરીયાના દ્વારકાધીશ ફાર્મ ખાતે 1ર.પ એકર વિશાળ જગ્યામાં વૃંદાવન ધામ ઉભું કરવામાં આવ્યુ છે. મૌલેશભાઈ ઉકાણીની લાડક્વાયી દિકરી ચિ. રાધાના લગ્નોત્સવ પૂર્વ તા. 7 જાન્યુ. એ છપ્પન ભાોગ મનોરથ, 8 જાન્યુ. એ ગૌચરણ મનોરથ અને 9 જાન્યુ. એ દિપદાન મનોરથ ની રંગે ચંગે ઉજવણી થશે. આ ત્રિદિવસીય મનોરથ મહોત્સવનો લ્હાવો લેવા મૌલેેશભાઈ ઉકાણી, નટુભાઈ ઉકાણી, જય ઉકાણી, લવ ઉકાણી તથા બાન-ઉકાણી પિરવાર દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યુ છે.
ઈશ્ર્વરીયાના દ્વારકાધીશ ફાર્મ ખાતે ત્રિદિવસીય મનોરથમાં દરરોજ સવારે 8:30 થી 1:30 કલાકે અને સાંજે 4:30 થી 8:30 સુધી રાજકોટની ધર્મપ્રેમી જનતા દર્શન કરી શકશે. ત્રિદિવસીય મનોરથ ઉત્સવ દરમ્યાન એક લાખ થી વધુ ભાવીકો દર્શન, મનોરથ તથા ભવ્યાતિભવ્ય વૃંદાવનધામને નિહાળવાનો નો લ્હાવો લેશે. ઈશ્ર્વરીયા ખાતે નિર્મિત ભવ્ય અને અલૌકિક વૃંદાવનધામમાં ગીરીરાજ પર્વત, નાથજીનાના મોતી મહેલ, શ્રીજી બાવાના પ્રેમ મંદિર, શામળાજી મંદિર, ડાકોર મંદિર, દ્વારકાધીશ મંદિરની આબેહુબ પ્રતિકૃતી ઉભી કરવામાં આવી છે. જે જાહેર જનતાનું આકર્ષ્ણનું કેન્દ્ર બની રહેશે. ઉકાણી પિરવારના આંગણે યોજાનાર શાહી લગ્નોત્સવ પૂર્વ આયોજીત આ ધર્મયાત્રા, ધ્વજાજી આરોહણ, તથા ત્રિદિવસીય મનોરથ મહોત્સવ ના ભવ્ય અને દિવ્ય પ્રસંગો વૈષ્ણવો માટે જીવનનું એક સોનેરી સંભારણું બની રહેશે. રાજકોટ ના ઈતિહાસમાં પ્રથમ વાર આટલી વિશાળ અને ભવ્ય ધર્મયાત્રા નો હાવો રાજકોટવાસીઓ લેશે.