ગ્રાન્ડ પ્રિમિયર-શોમાં અર્બન ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા ચહેરા ઉપસ્થિત રહ્યાં
ગુજરાતી ફિલ્મ જગતમાં તદ્દન નવી વાર્તા સાથે રિલિઝ થયેલી ફિલ્મ ‘ધૂનકી’ને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જો કે આ ફિલ્મમાં ટુ ધ પોઈન્ટ વાત કરાઈ છે અને થોડીક સ્લો છે. છતાં નવા વિષય સાથે તેને દર્શકો આવકારી રહ્યાં છે.
ધૂનકી ફિલ્મના રિલિઝીંગ પહેલા તેનો પ્રિમીયર-શોમાં ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા કલાકારો ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં ખાસ કરીને ફિલ્મના ડાયરેકટર અનિશ શાહ, સ્ટાર કાસ્ટ પ્રતિક ગાંધી, દિકસા જોષી, કૌશંભી ભટ્ટ, તદ્ ઉપરાંત જાણીતા એકટર મલ્હાર ઠાકર, ઈશા કંસારા, આરોહી પટેલ, તત્સત મુન્સી, મોનલ ગજ્જર, યશ સોની, હેમાંગ દવે, દીપના પટેલે ‘ધૂનકી’ના પ્રિમિયર-શો અમદાવાદના સિટી મલ્ટી પ્લેકસમાં યોજાયો હતો. કલાકારો ઉપરાંત ‘સાહેબ’ના ડાયરેકટર શૈલેષ પ્રજાપતિ, સંદિપ પટેલ, તપન વ્યાસ અને ગાયક જીગરદાન ગઢવી, સિર્દ્ધા ભાવસાર, યશિતા સિક્કા પણ ખાસ હાજર રહ્યાં હતા. આ સો તુષાર શુકલે પણ આ પ્રિમિયર શો નિહાળ્યો હતો.