સુરેન્દ્રનગર શહેરમાં ખાસ કરીને જ્યારે ચોમાસાની સિઝન હોય છે ત્યારે ખેડૂતો વરસાદ ને રીઝવવા માટે પોતાના પરિવારમાં નાની બાળાને અષાઢ માસમાં એક માટીમથી ઢૂંઢિયા બાપજી બનાવી અને જ્યાં ખેડૂતોના ઘર હોય છે ત્યાં જઈને નાની એવી બાળા દ્વારા ગીત ગાવામાં આવે છે કે ઢૂંઢિયા બાપજી મેઘ વરસાવો ત્યારે આજુબાજુમાં રહેતા ખેડૂતો દ્વારા આ ઢુંઢીયા બાપજી ઉપર પાણીનો લોટો રેડી અને તેને આ રીતે વરસાદે તું ચકો કરવામાં આવે છે અને આ બાળાને આ ઢૂંઢિયા બાપજી લઈને જ્યારે નીકળે છે ત્યારે બાળાને ખેડૂતો દ્વારા દક્ષિણા પણ આપવામાં આવે છે આ પરંપરા ગત આ રીત ખેડૂતોમાં જોવા મળે છે ત્યારે આજે પણ ઝાલાવાડમાં ચોમાસાની સિઝન દ્વારા ધરતીપુત્ર ના પરિવાર ની બાળા ચોમાસાની સિઝનમાં એક માટીમાંથી ઢૂંઢિયા બાપજી બનાવી અને આ રીતે ઝાલાવાડ ની પરંપરા અને તેનો વિશ્વ અતૂટ રાખી રહેલી જોવા મળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.