ભગવાનનો પ્રતિષ્ઠોત્સવ: અન્નકુટ, હાટડી તથા પૂજનોત્સવના દર્શનનો લાભ લેતા બાળકો યુવાનો
સ્વામીનારાયણ ગુરુકુળ વરરોડ સુરત ખાતે રંગોત્સવ, પુષ્પોત્સવ સાથે ભગવાનનો પ્રતિષ્ઠોત્સવ ભાવથી ઉજવાયો હતો. રાજકોટ સ્વામીનારાયણ ગુરુકુળના ભજનીક સંત અક્ષરનિવાસી પૂજય જોગી સ્વામીએ ર૧ વર્ષ પહેલા ધર્મનંદન ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા કરેલ હતી. ધુળેટીના દિવસે ધર્મનંદન ઘનશ્યામ મહારાજને જળાભિષેક કરવા તથા રંગે રમવા ભકિત મહિલા મંડળના બહેનોએ તપાી નદીથી કાવડ દ્વારા જળ લાવેલ હતું. ગુરુકુળના મહંત ધર્મવલ્લભદાસજી સ્વામીએ અભિષેક પૂર્વ ૧૦૮ કળશનું પુજન કરેલ હતું. રાજકોટથી પધારેલ લક્ષ્મીનારાયણ દસાનું સ્વામીએ ભગવાનને અભિષેક કરવાનો પ્રારંભ કર્યો હતો.
નવસારી, નવી મુંબઇ, મોરબી, જુનાગઢ, રાજકોટ, કેશોદ, ઉના, વર્ણોન્દ્ર ધાન ત્યારબાદ નીલકંઠ પહોચ્યા ઉપરાંત પચાસથી વધુ સંતોએ ધુળેટી પર્વ ભગવાનની સાથે પીચકારી ભરી રંગોત્સવની ઉજવણી કરી હતી ધર્મ વલ્લભદાસનું સ્વામીએ ભકિતના પ્રસાદથી જળથી રંગેલ હતું. વચનામૃત સ્થાપદિને ઉપલક્ષે કાવ્ય મય વચનામૃતના ગાન સાથે સવારના ૮.૩૦ થી સાંજના ૬ વાગ્યા સુધી પુજન ઉત્સવનો પ્રારંભ લક્ષ્મીનારાયણદાસજી સ્વામી, ભકિતવલ્લભદાસજી સ્વામીએ કરાવ્યો હતો.
તાપી કિનારે પુષ્પહોલોત્સવ યોજાયો હતો. જેનું ઉદધાટન સંત વલ્લભદાસજી સ્વામીએ કર્યુ હતું. બાળકોના નૃત્ય રુપક સાથે કેશોદ ગુરુકુળ આહિરના વિઘાર્થીઓએ ઢાલ-તલવારનો રાસ લીધેલ હતો. તેમજ સુરતના યુવાનોએ નૃત્ય રજુ કર્યુ હતું. મુંબઇથી શાસ્ત્રી વિરકતજીવનદાસ સ્વામી, પ્રભુસ્વામી, શાસ્ત્રી અચલજીવનદાસજી સ્વામી, ધર્મ વલ્લભદાસજી સ્વામી તથા લક્ષ્મી નારાયણદાસજી સ્વામીએ સત્સંગ કથાનો લાભ લીધો હતો. સંતોએ ફૂલના હીંડોળામાં ભગવાનને ઝુલાવ્યા હતા. ભકતોને સંતોએ તિલક કરી હોળીની ઉઝવણી કરી હતી. સહ કોઇએ ધાણી, ખજુરનો પ્રસાદ સંતોએ પુરૂષ ભકતોને જયારે મહિલા ભકતોને સાંખ્યયોગી મહીલાઓએ પ્રસાદ અર્પણ કર્યો હતો.
વિધાલયના વિશાળ મેદાનમાં સંતો યુવાનો અને બાળકોએ રંગોત્સવના કીર્તનોનું ગાન, છાત્રી રાસ તેમજ ભગવાનના હાથમાં રહેલ પીચકારીથી થતા રંગના અમી છાંટણામાંથી ભાવિકોએ ભીંજવવાનો આનંદ માણ્યો હતો.