મેક ઈન ઈન્ડિયા હેઠળ ગ્રીન હેલિકોપ્ટરને નૌકાદળના કાફલામાં શામેલ કરવામાં આવ્યું છે. ત્રણ ગ્રીન હેલિકોપ્ટરને નૌકાદળના કાફલામાં સત્તાવાર સામેલ કરવામાં આવ્યા હતા.
આ ત્રણ હેલિકોપ્ટરને નૌકાદળમાં સમાવવા માટે ભારતીય નૌકાદળના આઈએનએસ હંસા પર એક કાર્યક્રમ પણ યોજાયો હતો. વેસ્ટર્ન નૌકાદળ કમાન્ડના કમાન્ડર-ઇન-ચીફ વાઇસ એડમિરલ હરી કુમાર અને સંરક્ષણ રાજ્યમંત્રી શ્રીપદ નાઈકની હાજરીમાં આ કાર્ય પૂર્ણ થયું હતું. રાજ્ય મંત્રી નાયકે કહ્યું, “તમામ હેલિકોપ્ટર ભારતની દરિયાઇ સુરક્ષાને મજબૂત બનાવશે.”
મુંબઈ પર આતંકી હુમલા થયાના 9 વર્ષ બાદ માર્ચ 2017માં હિન્દુસ્તાન એરોનાટિક્સ લિમિટેડ સાથે લગભગ 5,126 કરોડ રૂપિયાના કરાર કરી માર્ક-IIIના 16 હેલિકોપ્ટરના ઓર્ડર આપ્યો હતો. આ ગ્રીન હેલિકોપ્ટરમાં દરિયાકાંઠાની સુરક્ષા આવશ્યકતાઓના સંદર્ભમાં 19 પ્રકારના ફેરફારો કરવામાં આવ્યા છે. સ્વદેશી નિર્મિત ‘ધ્રુવ’ એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટરોએ પરીક્ષણ દરમિયાન 3 લાખ કલાકથી વધુ ઉડાન દ્વારા બહુમુખી કાર્યોમાં તેમની વિશેષતા સાબિત કરી છે. કરાર હેઠળ એએલએચ ધ્રુવ હેલિકોપ્ટર (ફિક્સ વ્હીલ્સ) નેવી અને ભારતીય કોસ્ટગાર્ડને પાંચ વર્ષની અંદર સપ્લાય કરવાના હતા.
HALએ ઓર્ડર કર્યા હતા 16 હેલીકોપ્ટર
HALના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર આર માધવને એર ઇન્ડિયાના અંતિમ દિવસે 05 ફેબ્રુઆરી 2021 ના રોજ પાંચ હેલિકોપ્ટરની પહેલી બેચ નેવલ ચીફ એડમિરલ કરામબીર સિંહે સોંપી હતી. તેમાં 02 હેલિકોપ્ટરને ભારતીય કોસ્ટગાર્ડના કાફલામાં સામેલ કરી દેવામાં આવ્યા છે. સમારોહમાં રક્ષા રાજ્યમંત્રી નાયકે કહ્યું હતું કે, ભારતીય નૌકાદળના એર સ્ક્વોડ્રન 323 દરિયાઇ સુરક્ષા વધારવા અને દેશના સમુદ્રી હિતોને સુરક્ષિત કરવાના પ્રયત્નોમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થયા છે. સ્ક્વોડ્રન ત્રણ અત્યાધુનિક એએલએચ એમકે- IIIનું સંચાલન કરશે. આ ગ્રીન હેલિકોપ્ટરનો ઉપયોગ શોધ અને બચાવ, વિશેષ સંચાલન અને દરિયાકાંઠાના સર્વેલન્સ માટે કરવામાં આવશે. એચએએલને ઓર્ડર કરાયેલા 16 હેલિકોપ્ટરને તબક્કાવાર રીતે ભારતીય નૌકાદળ અને ભારતીય કોસ્ટ ગાર્ડને પહોંચાડવામાં આવી રહ્યા છે.