મેદાન ખચ્ચોખચ : પાલિકા પ્રમુખે રિબિન કાંપી મેળાને ખુલ્લો મૂક્યો
ધ્રોલના ઐતિહાસિક ભૂચર મોરી ખાતે આજરોજ લોકમેળાને ખુલ્લો મુકવામાં આવ્યો જેમાં ધ્રોલ નગરપાલિકાના પ્રમુખ જયશ્રીબેન પરમાર તેમજ નગરપાલિકાની ટીમ મોટી કર્મચારીઓ મોટી સંખ્યામાં કાર્યકરો હાજરીમાં મેળા ને ખુલ્લો મુકવામાં આવ્યો.. ભૂચર મોરી ના.મેદાન સાંજે લોકો મેળાની મોજ માણવા લોકોઓ ઉમટી પડ્યા છેલ્લા બે વર્ષથી કોરોના કારણે મેળાઓ બંધ હતા ત્યારે આ વર્ષે સરકાર છુટ આપવામાં આવી ત્યારે ધ્રોલમાં ત્રણ દિવસનો લોકમેળો નું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજરોજ ધ્રોલ નગરપાલિકાના પ્રમુખ જયશ્રીબેન પરમારના હસ્તે મેળા ને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ તો કે મોટી સંખ્યામાં લોકોએ મેળા નો આનંદ માણતા તસવીરો નજરે પડે છે.
આતો કે ધ્રોલ નગરપાલિકાની ટીમ પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા ઉપપ્રમુખ ડી.ડી ભાઈ જીવાણી ધ્રોલ શહેર પ્રમુખ સમીરભાઈ શુક્લા, ગોમતીબેન ચાવડા, પૂર્વ તાલુકા પ્રમુખ રાજભા જાડેજા, હિરેનભાઈ કોટેચા, અરવિંદભાઈ પરમાર, સંજયસિંહ જાડેજા, રજનીભાઈ વરુ, ચંદ્રકાંતભાઈ વલેરા, ભરતભાઈ દલસાણીયા જોડિયા તાલુકા પ્રમુખ, અરવિંદભાઈ હિન્સુ સહિતના મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા..
ગઈ કાલે તા. 26/08/22 ને શુક્રવાર ના કાલાવડ -76 વિધાનસભા વિસ્તારમાં આવતા ધ્રોલ મુકામે *ઐતિહાસિક ભુચર મોરી* વિરતા અને શુરવીરો ની વિર ગાથા અને 430 વર્ષ પહેલાં આશરે આવેલાં શરણાર્થી નું રક્ષણ માટે ક્ષત્રિયો ઓ એ બલીદાન આપીને ક્ષત્રિય ધર્મ બજાવી ને અનેક ક્ષત્રિયો ઓ એ પોતાના જીવ ની આહુતિ આપી ને એવાં વિરગતિ પામેલા ઓ ની યાદ માં શ્રાવણવદ અમાસ નાં દિવસે જામનગર જીલ્લા ના ધ્રોલ/જોડીયા નાં આજુબાજુ ના વિસ્તારો માં થી ગ્રામ્ય ની પ્રજાજનો મેળાની મોજ માણવા સ્વયંભુ આવીને મનોરંજન માણે છે, આ કાયેક્રમ માં જામનગર જીલ્લા આમ આદમી પાર્ટીના અધ્યક્ષ પ્રકાશભાઇ દોંગા ની રાહબરી હેઠળ આમ આદમી પાર્ટીના હોદેદારો અને કાર્યકરો દ્વારા ઠંડા પાણીના સ્ટોલ રાખવામાં આવ્યું હતું