જામનગરના ધ્રોલ ખાતે ભુચર મોરી શોર્ય કથાનો આજે સમાપન સમારોહ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ અને રાજયના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો

2931370f a93f 4717 95d9 a65c737c2cb5

દેશનું ભુગોળ બદલવાની તાકાત જો કોઇનામાં હોય તો તે રાજપુત સમાજમા છે – સી.આર.પાટીલ

ભુચર મોરી ભૂમીને વિકાસવવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સાહેબને સાથે મળીને આપણે રજૂઆત કરીશું – સી.આર.પાટીલ

જામનગરના ધ્રોલ ખાતે ભુચર મોરી શોર્ય કથાનો આજે સમાપન સમારોહ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ અને રાજયના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબે સંબોધનની શરૂઆત જય માતાજીથી કરતા જણાવ્યું કે, ઇતિહાસનું નામ પડે એટલે રાજપુત સમાજ યાદ આવે, દેશનું ભુગોળ બદલવાની તાકાત જો કોઇનામાં હોય તો તે રાજપુત સમાજમા છે.

26093871 90f0 4416 8610 93eebdc0a965

જયારે પણ દેશને જરૂર પડી ત્યારે સૌથી પહેલા જો કોઇને યાદ કર્યા હોય તો રાજપુત સમાજને કર્યા છે. દેશ માટે રાજપુત સમાજના યુવાનોએ બલીદાન આપ્યું છે. આ દેશનો ઇતિહાસ એનો સાક્ષી છે.

રાજપુત સમાજમાં દેશની અસ્મિતા અને ગૌરવ બચાવવાની ક્ષમતા છે. રાજપુત સમાજે કયારેય પીઠ બતાવી નથી. ડો. જયેન્દ્રસિંહ જાડેજાએ રાજપુત સમાજના ગૌરવ પુર્ણ ઇતિહાસને આગળ ધપાવવા અને આવનાર પેઢીને માહિતી મળે તે માટે સોર્ય ગાથાનું આયોજન કર્યુ છે તે બદલ અભિનંદન પાઠવ્યા.આ કાર્યક્રમમાં રાજપુત સમાજની દિકરીઓએ તલવાર ની અદભૂત કરતબ દર્શાવી તે બદલ અભિનંદન પાઠવ્યા.

68d33fb1 7cce 4517 880c cb8d003aa471

પાટીલ સાહેબે જણાવ્યું કે, રાજપુત સમાજના શરણે કોઇ આવે તો તેઓ બલીદાન આપીને પણ તેમની રક્ષા કરવી તે તેમનો ધર્મ સમજે છે ભુચર મોરીની ધરતી પર આવવાનો અવસર મળ્યો છે ત્યારે રોમાચિંત થઇ જવાય છે. સાથે વિશ્વાસ અપાવ્યો કે આ ભૂમીને વિકાસવવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સાહેબને સાથે મળીને આપણે રજૂઆત કરીશું.

આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને રાજપુત સમાજની એક મહત્વની લાગણી હતી કે જયા સરદાર વલ્લભાઇની પ્રતિમાને પ્રસ્થાપીત કરવામાં આવી છે ત્યા રાજપુત સમાજના આગેવાનો જેમણે દેશ માટે બલિદાન આપ્યુ છે તેમનું એક મ્યુઝિયમ બને તે માટે કામગીરી ચાલી રહી છે અને ઝડપથી તે થશે તે માટે ખાતરી પણ આપી.

6ddbb916 461a 4921 8e81 fe1870483663

આ કાર્યક્રમમાં ગુજરાત રાજયના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી,ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ મહેન્દ્રસિહ સરવૈયા ,ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરા,પુર્વરાજયકક્ષના મંત્રી અને ધારાસભ્ય હકુભા જાડેજા,ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા,આતરાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી જાડેજા, પરાક્રમસિંહ જાડેજા,જિલ્લા પંચાયતના પ્રમુખ ધર્મસિંહ ,જામનગરના મેયર શ્રીમતી બિનાબેન કોઠારી,જિલ્લાના પ્રમુખ રમેશભાઇ, શહેરના પ્રમુખ ડો વિમલભાઇ કગથરા, પુર્વ ધારાસભ્યઓ અને રાજપુત સમાજના ભાઇઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.