કાલાવડ, ધ્રોલ, જોડીયા અને મોરબી તાલુકામાં તાજેતરમાં 40 કરોડના રોડ-રસ્તાના કામો મંજુર થયા બાદ અતિ અગત્યના અને છેલ્લા ઘણા સમયથી આમ જનતાની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય મેધજીભાઈ ચાવડાની મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવ્યા બાદ ગામડાઓને તાલુકા મથકે અને જીલ્લા મથકે જોડતા રસ્તાઓ ઉપર મોટા પુલના 25 કરોડ ઉપરના કામો મંજુર કરવામાં આવતા જનતામાં આનંદની લાગણી છવાઈ છે.
મળતી વિગત મુજબ, 76-કાલાવડ વિધાનસભાના ધારાસભ્ય મેધજીભાઈ ચાવડા ધ્વારા માર્ગ અને મકાન વિભાગનો હવાલો સંભાળતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પોતાના મત વિસ્તારમાં અતિ અગત્યના મોટા બ્રીજના કામો માટે રજુઆત કરવામાં આવેલ હતી જે ધ્યાને લઈને કાલાવડ તાલુકાના નાની વાવડી, ગોલણીયા રોડ ઉપર આવેલ મેજર બ્રીજ માટે 7 કરોડ, મુળીલા હાઈવે પરનો બ્રીજ, મુળીલા, ન.ખીજડીયા રોડ પરના બે બ્રીજ મળીને 3.60 કરોડ, છતર-નવાગામ રોડ ઉપર બે બ્રીજના કામ માટે 2.20 કરોડ, ધ્રોલના ગઢડા ગામે બ્રીજના કામ માટે 3 કરોડ, જોડીયા તાલુકાના બાલંભા-માનપર રોડ પર બ્રીજના કામ માટે 5.50 કરોડ, મોરબી તાલુકાના ધુળકોટ, બાદનપર, ફાટસર રોડ પર મોટા પુલ બનાવવા માટે 3 કરોડ રુપીયા મંજુર કરીને કુલ 25. 55 કરોડના 10 મોટા બ્રીજના કામો મંજુર કરવામાં આવ્યા છે.
વધુમાં મળતી વિગત મુજબ 76-કાલાવડ વિધાનસભા હેઠળ આવતા ધ્રોલ, જોડીયા, કાલાવડ અને મોરબી તાલુકામાં 10 બ્રીજના કામ ઉપરાંત ધારાસભ્ય મેધજીભાઈ ચાવડાની રજુઆતને ધ્યાને લઈને બજેટ ઉચ્ચક જોગવાઈ હેઠળ 16 જેટલા નાના મોટા બ્રીજ, માઈનોર બ્રીજ, કોઝવે, બોકસ ક્ધવડ બ્રીજના મજબુતીકરણના કામ માટે 602 લાખ મંજુર કરવામાં આવ્યા છે, જેમા કાલાવડ તાલુકાના નિકાવા, પીપર રોડ પરનો કોઝવે, બેરાજા-બાંગા રોડ પર બે સ્લેબ ડેઈનના કામો, ફુલનાથ વડાલી રોડ, લલોઈ, બાંગા રોડ, નિકાવા,લોધીકા રોડ, રવશીયા રોડ, ચાપરા, રાજસ્થળી રોડ, ન.ખીજડીયા ખરેડી રોડ, ન. ખીજડીયાથી મોટા ભાડુકીયા રોડ પર બે કોઝવેના કામો, કાલમેડા-અનીડા રોડ પર તેમજ જોડીયા તાલુકાના દુધઈ-માણામોરા રોડ પર કોઝવેનું કામ ઉપરાંત ધ્રોલ તાલુકાના ઈટાળા-રાજપર-સુમરા રોડ પર, સગાડીયા, સુધાધુના રોડ પર, ધ્રાંગડા રોડ પર મેજર બ્રીજના મજબુતીકરણના કામ માટે મળીને કુલ 6 કરોડ ઉપરની રકમ મંજુર કરવામાં આવી છે. અને ધ્રોલના હમાપર ગામે 7 કરોડના ખર્ચે મંજુર થયેલ મેજર બ્રીજના કામ માટે ટેન્ડર પ્રક્રીયા હાથ ધરવામાં આવી છે.
આમ ધારાસભ્ય મેધજીભાઈ ચાવડા ઉપરાંત કાલાવડ તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ ડાંગરીયા, ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ નવલભાઈ, જોડીયા તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ દલસાણીયા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસજાળીયા વગેરેના સહીયારા પ્રયાસો અને રજુઆતને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ આ કામો મંજુર કરતા ગ્રામીણ જનતાને રોડ રસ્તા ઉપરાંત બ્રીજની સુવિધા મળવાથી રાહતની લાગણી ફેલાઈ છે.