સંધના 15 આગેવાનોની પોલીસ દ્રારા કરાય અટક
અબતક, સંજય ડાંગર, ધ્રોલ
હાલમા ગાંધીનગર નગર ખાતે 20 દિવસ થી કિસાન સંઘ દ્રારા ખેડુત ની માંગણી લઈ ધરણા પર બેઠા જેને લઈ અલગ-અલગ કેબીનેટ મંત્રીઓના નિવાસ સ્થાન પર ધરણા કાર્યક્રમ જેને લઈ ધ્રોલ ખાતે કેબીનેટ કૂષીમંત્રી રાઘવજીભાઈ પટેલ ના નિવાસ સ્થાને રજૂઆત કરવા પહોચે તે પહેલા જ રોકી દેવામા આવ્યા હતા.
ધ્રોલ કૂષીમંત્રી રાધવજીભાઈ પટેલ ના નિવાસ સ્થાન કિસાન સંઘ પહોંચે તે પહેલા પોલીસે રોક્યા કિસાન સંઘ દ્રારા ખેડુતોની માંગણી ને લઈ સરકાર પર પ્રહાર રામધુન બોલાવી અને સરકાર પર પ્રહાર કરીયા પોલીસ દ્રારા કિસાન સંધના આગેવાનોની અટકાયત કરવામા આવી ધ્રોલ ખાતે કૂષીમંત્રી રાઘવજીભાઇ પટેલ ધરે વહેલી સવાર થી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો હતો પંચવટી સોસયટી ના ખુણે કિસાન સંધના આગેવાનો ને પોલીસે
સોસીપટીના ખૂણે જ રોકી દીધા ત્યા તેમને સરકાર પર પ્રહાર કરીયા હતા સંઘના આગેવાન વિઠ્ઠલભાઈ દુધાગરા ભારતીય કિસાન સંઘ અને અખિલ ભારતીય સદસ્ય, મનસુખભાઈ ચોપડા દેવભૂમિ દ્વારકા કિસાન સંઘ પ્રમુખ દર્શક ભાઈ ચૌહાણ, કિસાન સંઘ મંત્રી દેવભૂમિ દ્વારકા, શિવજીભાઈ બરાડીયા કચ્છ જિલ્લા પ્રમુખ કિસાન સંઘ, ઉ.પ ભચાભાઈકચ્છ જિલ્લા કિસાન સંઘ, દિલીપ સાકરીયા રાજકોટ જિલ્લા પૂર્વ કિસાન સંઘ પ્રમુખ સહિતના કિસાન સંઘના ના 100 જેટલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને 15 આગેવાનો ની અટકાયત કરવામા આવી હતી.