સાગર સંઘાણી
ગુજરાત રાજ્ય પોલીસ તથા સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા તારીખ ૫.૫.૨૦૨૩ થી તારીખ ૧૦.૫.૨૦૨૩ સુધી જામનગર જિલ્લાના ધ્રોલમાં આવેલી કે. એમ. મહેતા સ્કૂલમાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
જામનગરના જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ ના હસ્તે આ સમર કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જામનગરના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ ઉપરાંત નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક (હેડ ક્વાર્ટર) શ્રી મહેન્દ્રસિંહ બી. સોલંકી વગેરે દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ સમર કેમ્પમાં જામનગર જિલ્લાના અલગ અલગ શાળાઓના કુલ ૧૦૭ સ્ટુડન્ટ પોલીસ કેડેટ હાજર રહ્યા હતા.
આ કેમ્પમાં તારીખ પ મેથી તારીખ ૧૦ મેં સુધીના સમયગાળા દરમિયાન સ્ટુડન્ટ પોલીસ કેડેટ ને અલગ અલગ પ્રવૃત્તિઓ જેવી કે સાંસ્કૃતિક કાર્યક્રમ, વાંચન, લેખન, તથા વકૃત્વ સ્પર્ધા, ઇન્ડોર અને આઉટડોર રમતો, તથા સાયબર ક્રાઇમ તેમજ સેલ્ફ ડિફેન્સ અંગે ની તાલીમ તેમજ અલગ-અલગ મહાનુભાવો દ્વારા જુદા જુદા વિષયો પર માર્ગદર્શન આપી માહિતગાર કરવામાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં આવેલા સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સ માં ઉત્સાહ તેમજ જોશ વધે, તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પ્રસંગ ને અનુરૂપ ઉદબોધન કરવામાં આવ્યું હતું.