રાવળ સરીઓ રાજીપો હો, પરગટ મેરૂ સમાન હાલાજી તારા હાથ વખાણું, કે પટ્ટી તારા પગને વખાણું
અબતક, સંજય ડાંગર
ધ્રોલ
જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના ઐતિહાસિક ભુચરમોરી મેદાન ખાતે જયાં ખાંડા ખેલાયા હતા ત્યાં સૌર્ય કથાના સતત ચોથા દિવસે વિશાળ મેદની વચ્ચે જામરાવલના ખમીરવંતા ઈતિહાસનુ અદભુત ચારણી સાહિત્યની ભાષા માં વર્ણન કરીને જ્યારે જામરાવલ સૌરાષ્ટ્રમાં આવ્યા ત્યારે જામ રાવલ નો સમગ્ર સૌરાષ્ટ્રના ગુજરાત રાજા (અમદાવાદ બાદશાહ સહિત)સામે વિજય અને પરિણામે જામનગર હિંદુ ધર્મનું મુખ્ય આશ્ર્ચર્ય સ્થાન “છોડી કાશી” બન્યું તેનો ઇતિહાસ ઉજાગર કરવામાં આવ્યો હતો.
જામરાવળ સૌરાષ્ટ્રમાં આવ્યા અને હિન્દુ ધર્મનું મુખ્ય આશ્રમ સ્થાન છોટી કાસશી જામનગર બન્યું
વધુમાં સૌર્યના સ્થળેથી મળતી વિગત મુજબ લોકસાહિત્યકાર મહિપતસિંહ જાડેજા એ કલાકો સુધી પોતાની આગવી છટાથી રાજપૂતો ની શૌર્ય ગાથા સાથે રાજપૂત ને મરવું પડે પણ માંગે નહીં રાજપુત સૌર્યનુ પ્રતીક છે ત્યારે દેશને વડાપ્રધાન વિદેશી મહેમાન ને ગીતા અર્પણ કરવાની ભાવના રાખી તે દેશની સામે નજર કરવાનો દુશ્મન વિચાર પણ ન કરે તેવી આ ભારતીય પાવન ભૂમિ છે અને કિશોર ગોહિલ કે ભાવનગરના ગોહિલ રાજપુત નો ઇતિહાસ ઉજાગર કરીને આગવી શૈલી સૌર્ય કથાનું રસપાન કરાવ્યું હતું
લૈયારાના રાજપૂત સમાજની દિકરીઓનો અદભૂત તલવાર રાસ
દરમિયાન આ સૂર્ય કથામાં ધ્રોલના લૈયારા ગામની રાજપૂત સમાજની દિકરીઓ તલવાર રાસ કરાવ્યો હતો અને એક દસ વરસની રાજપૂત સમાજ ની દીકરી તલવારથી અદભુત આગવી કલા એ સૌકોઈનું ધ્યાન આકર્ષિત કર્યું હતું અને રાજપૂત સમાજના દાતાઓ અને આગેવાનો પણ તેને સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે આ વીર શહીદોની ભૂમિ ઉપર છેલ્લા ચાર દિવસથી ભોજન સમિતિ ક્ધવીનર સંજયસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ જાડેજા, જગ્ય જાડેજા, રાજભા જાડેજા સહિત ની તમામ સમાજ વ્યકિત દ્વારા ખડે પગે સેવા આપવાને લીધે ત્રણથી ચાર હજાર નાગરિકોની વ્યવસ્થિત નિયમિત ભોજન કરી રહ્યા છે અને સૌર્ય કથાના તમામ રાજપૂત સમાજના યુવાનો પુરા શિસ્ત સાથે મહેમાનોને કોઈ અવડ ન પડે તે માટે જહેમત ઉઠાવી રહ્યા છે.
ધ્રોલ: શૌર્યગાથા સપ્તાહમાં ડીસીપીની ઉપસ્થિતિ
ધ્રોલ ખાતે અખિલ ગુજરાત રાજપૂત સંઘ દ્વારા ચાલી રહેલ શૌર્ય ગાથા સપ્તાહના ચોથા દિવસે ગઈકાલે ધ્રોલ તાલુકાના જાલીડા ગામના વતની અને રાજકોટ સીટી ઝોન-1ના ડી.સી.પી. મનોહરસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સમરાંગણની ભૂમિ પર દરરોજ 4 હજારથી વધુ લોકો કરે છે પ્રસાદ ગૃહણ