- આમલી પરથી કાતરા ઉતારવા મુદ્દે વિદ્યાર્થીની પર અત્યાચારના વાલીના આક્ષેપ સામે પોલીસ તપાસ
ધ્રોલ નજીક 1400 થી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી જીએમ પટેલ કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થીને સંચાલક દ્વારા માર મારવાના બનાવની ફરિયાદના પગલે પોલીસે એનસી નોંધી તપાસ હાથ ધરી છે
આ બનાવ અંગે પ્રાથમિક વિગતો મુજબ ધ્રોલ નજીક ચાલતી જીએમ પટેલ કન્યા છાત્રાલયમાં નવમી માર્ચે સાતમા અને 11 માં ધોરણમાં ભણતી બે વિદ્યાર્થીનીઓ સંકુલમાં આવેલ આમલીના ઝાડ પરથી કાતરા તોડીને ખાતી હતી, ત્યારે કેમ્પસના ડાયરેક્ટર જયંતીભાઈ કરગથરા વિદ્યાર્થીનીઓને જોઈ ગયા હતા અને રૂમમાં જઈ માર માર્યાની આક્ષેપ વાળી ઘટનામાં બીજા દિવસે વાલીઓ વિદ્યાર્થીનીઓને હોસ્ટેલમાં મળવા ગયા ત્યારે વિદ્યાર્થીનીઓએ ફરિયાદ કરી હતી.
પોતાની પુત્રી અને તેની સખીને માર મારવાના બનાવમાં વાલી માલદેભાઈ નંદાણીયા એ ટ્રસ્ટીઓ સમક્ષ ફરિયાદ કરી પોલીસમાં અરજી કરી હતી ફરિયાદના પગલે ટ્રસ્ટીઓ દ્વારા તાત્કાલિક ધોરણે સંચાલક ને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસે નોન કોગ્નિઝેબલ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
અમારે ન્યાય જોઈએ :વાલી માલદેભાઈ નંદાણીયા
ધ્રોલ જી એમ પટેલ કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થીની પર સંચાલકે કરેલા કથિત હુમલાના બનાવમાં વાલી માલદેભાઈ નંદાણીયા આક્ષેપ કર્યો છે કે આ છાત્રાલયમાં સ્ટાફ સિવાય કોઈને એન્ટ્રી નથી તો સંચાલક કેવી રીતે સંકુલમાં જઈ શકે અમારે અમારી દીકરી માટે જ નહીં પરંતુ તમામ દીકરીઓની સુરક્ષા અને સારી વ્યવસ્થા માટે ન્યાય જોઈએ છીએ અમે સ્પોર્ટ ઓથોરિટી સહિતના સંલગ્ન વિભાગોમાં પણ આ મામલે તપાસ અને યોગ્ય વ્યવસ્થા માટે જાણ કરી છે અમારી માંગ છે કે કસુર વારો સામે આખરી કાર્યવાહી થવી જોઈએ
ફરિયાદ લઈને ગુનો દાખલ કરાયો છે :પી એસ આઇ બી એલ ઝાલા
ધ્રોલના ચકચારી છાત્રાલય માં સંચાલક દ્વારા વિદ્યાર્થીની પર હુમલો થયાની પોલીસમાં અરજી કરવામાં આવી હતી આ અંગે ધ્રોલ પીએસઆઇ બીએલ ઝાલાએ જણાવ્યું હતું કે વાલીની ફરિયાદ લઈને તાત્કાલિક ધોરણે નોન કોગ્નિઝેબલ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે તો 1400 થી વધુ વિદ્યાર્થીનીઓ ધરાવતી હોસ્ટેલ સામે ના આક્ષેપ ની ન્યાયપૂર્વક તપાસ કરવામાં આવશે તેમ પીએસઆઇ ઝાલાએ જણાવ્યું હતું