ધ્રોલ ખાતે જિલ્લા ઊદ્યોગ કેંદ્ર જામનગર દ્વારા સરકાર ની માનવ ગરિમા યોજના અન્વયે બી. પી. એલ.ના લાભાર્થીઓને શિલાઈ મશીન, વિવિધ પ્રકારની ફેરી, અને સખી મંડળની બહેનો ને દિવેટના મશીનો નું ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ નવલભાઈ મુંગરા અને ધ્રોલ તાલુકા પંચાયત પ્રમુખ ભીમજી મકવાણાના હસ્તે વિતરણ કરવામાં આવ્યુ હતું જેમાં કુલ મળીને ૩૧ જેટલા લાભાર્થી ઓને કિટ આપવામાં આવી હતી. તાલુકા પંચાયત પ્રમુખ ભીમજી મકવાણા એ જણાવ્યું હતું કે સરકારનો ઉદેશ્ય ગરીબ અને મધ્યમ વર્ગના બી.પી.એલ.ના લાભાર્થી ઓ ને આવા સાધનો દ્વારા રોજગારી મળી રહે એવા અભિગમ સાથે આ યોજનાઓ નો વધુમાં વધુ લોકો લાભ લઇ પગભર થાય તો યોજનાનો હેતુ સાર્થક થયો ગણાશે બીજું કે આ યોજનામા કોઇ પણ પ્રકારની ફી કે રકમ વસુલવામાં આવતી નથી જેથી કોઈપણ લાભાર્થીઓએ વચેટિયાઓની શેહમાં આવીને પૈસા આપવા નહી જો આવું જાણવા મળે તો મોબાઈલ પર કોલ કરો ૯૯૭૯૦૨૭૫૨૭ ઉપર જાણ કરવા જણાવ્યું છે.
Trending
- Xiaomi એ લોન્ચ કરી તેની બીજી ઇલેક્ટ્રિક YU7 કાર…
- HCએ આસારામના મેડિકલ ગ્રાઉન્ડ પર 3 મહિનાના જામીન કર્યા મંજૂર
- રવિ માર્કેટીંગ સીઝન અંતર્ગત ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મકાઈ, બાજરી, જુવાર અને રાગીની સીધી ખરીદી કરાશે
- Honor પોતાનો નવો ફોન લોન્ચ કરવા આતુર…
- BMW R 12 G/S Enduro મોટરસાઇકલે બજારમાં કરી રી એન્ટ્રી…
- Sensex અને Niftyમાં હલકો ઘટળો IT સેક્ટરને પડ્યો હલકો માર…
- રામલલાના લલાટ પર 4 મિનિટ સુધી ચમકશે સૂર્ય કિરણો..!
- MI અને GT વચે કાલે કઈ ટીમ મારશે બાજી…