ધ્રોલ: પાલિકા કર્મી પર પોલીસ કર્મીનું પાશવી દમન, આવી રીતે કરાવીશું નિયમોનું પાલન ? વેપારીઓમાં ઉગ્ર રોષ

કોરોના સામે સુરક્ષા માટે માસ્ક પહેરવું તેમજ સોશિયલ ડિસ્ટનસ જાળવવું જેવા નિયમોનું પાલન કરવું ખૂબ અનિવાર્ય છે. આ માટે સરકાર, સ્થાનિક વહીવટી તેમજ પોલીસ તંત્ર સતત પ્રયત્નશીલ છે. પરંતુ ગાઈડલાઈનનો અમલ કરાવવા ઠેક ઠેકાણે પોલીસ દ્વારા દમન ગુજાર્યાના કેસ પણ સામે આવી રહ્યા છે. આવો જ કેસ જામનગરના ધ્રોલમાં પણ સામે આવ્યો છે.

ધ્રોલમાં ગાંધી ચોકમાં આવેલ પી.એમ.આંગડીયા પેઢીમાં પોલીસ કર્મચારી મહિપતસિંહ સોલંકીએ જઈ આંગડિયા પેઢીના માલિકના બનેવી દિગ્વિજયસિંહ ઝાલા કે તેઓ નગરપાલિકાના કર્મચારી છે તેમની સાથે ઉદ્ધતાઈ ભર્યુ વર્તન કરી મહિપતસિંહ સોલંકીએ ગાળો ભાંડી ઢોરમાર માર્યો હોવાનું સામે આવતા વ્યાપારી સંગઠનોમાં ભારે રોષ ભભૂકયો છે.

નગરપાલિકાના કર્મચારી દિગ્વિજયસિંહ ઝાલાએ પોલીસ કર્મચારીને દંડ વસૂલવાનું કહેતા પોલીસ કર્મચારી મહિપતસિંહ ઝાલાએ વધુ ઉશ્કેરાઈ જઈને પોતાના સાથી કર્મચારી નિલેશ ભીમાણી તથા અન્ય કર્મચારીઓને બોલાવી દિગ્વિજયસિંહ ઝાલાને આંગળીયા પેઢીમાંથી ઢસડી જઈ ગ્રાઉન્ડ પર લઈ જઈ ઢોર માર માર્યો હતો.

IMG 20210627 WA0041

ઘટનાની જાણ થતાં વેપારીઓનો રોષ ફાટી નીકળ્યો છે અને ટોળા સ્વરૂપે પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. વેપારીઓ સાથે ઉદ્દતાઈભર્યું વર્તન કરતા આ પોલીસ કર્મચારીઓ સામે પગલાં લેવા અગાઉ પણ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અનેક વખત રજુઆત કરવામાં આવી છે છતાં આજ દિન સુધી કોઇ કાર્યવાહી ન થતાં દિન-પ્રતિદિન આવા બનાવો વધતા જતા વેપારી સંગઠનોમાં ભારે વિરોધ ભભૂકી ઉઠયો છે.

પોલીસ કર્મચારીને મહિપતસિંહ સોલંકી તથા નિલેશ ભીમાણીને તાત્કાલિક ધોરણથી ફરજ મોકૂફ કરવા વેપારી એસોસીએશન તથા હિન્દુ સેના અને અન્ય સંસ્થાઓએ એકઠા થઈ મામલતદારને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી છે.તેમજ આગામી ટૂંક સમયમાં આ કર્મચારીઓ વિરુદ્ધ પગલાં ભરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચિમકી આપી છે અને આજ રોજ વિરોધમાં સંપૂર્ણ ગામ બંધ પાડ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.