ઢોર ચરાવવા ગયેલી સગીરાને હવસનો શિકાર બનાવનાર શખ્સ ઝડપાયો
ધ્રોલ તાલુકાના હરિપર ગામે રહેતી તરૂણીએ ગત ૨૯ના રોજ બાળકને જન્મ આપતા ચકચાર મચી જવા પામી હતી. પરિવારજનોએ ભોગ બનનારને પુછતા નવ માસ પહેલા ઢોર ચરાવવા જતા ત્યાં બાજુની વાડીમાં કામ કરતા શખ્સે બળાત્કાર ગુજાર્યો હોવાથી સગીરાએ બાળકને જન્મ આપ્યાનું જણાવતા ધ્રોલ પોલીસે હવસખોરને ગણતરીની કલાકોમાં ઝડપી પાડયો છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધ્રોલ તાલુકાના હરિપર ગામે રહેતી તરૂણીને ગત ૨૯ના રોજ પેટમાં દુખાવો ઉપડતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ત્યાં તેણીએ બાળકને જન્મ આપતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા જ ધ્રોલ પોલીસ મથકમાંથી પીએસઆઈ પી.એમ.કટેલીયા સહિતનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો જયાં સગીરાની માતાએ હરીપરમાં ઢોર ચરાવતા શખ્સ રાજુ કારા ભરવાડ સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં આજથી નવ માસ પહેલા સગીરા ઢોર ચરાવવા વાડીમાં ગઈ ત્યારે ત્યાં આવેલા રાજુ ભરવાડ નામના શખ્સે તરૂણીને હવસનો શિકાર બનાવ્યો હતો. ભોગ બનનારે બાળકને જન્મ આપતા બળાત્કારનો ભાંડો ફુટયો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી કોરોના ટેસ્ટ માટે મોકલવામાં આવ્યો છે.