Abtak Media Google News

ગાડી અને મોબાઈલ લોકેશન ટીઆરપી ગેમિંગ ઝોનમાં બતાવતા હોવાથી મિસિંગના નામની યાદીમાં નોંધાવાયું હતું નામ: ડીએનએ ટેસ્ટ મેચ થતા યુવાનનો મૃતદેહ પરિવારજનોને સોંપાયો

રાજકોટમાં થયેલ કાળમુખ અગ્નિકાંડને લઇ અનેક પરિવારના મારા વીખાયા છે. આ કરૂણ ઘટનાને લઈ સમગ્ર રાજ્ય હચમચી ગયું છે. ત્યારે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં જામનગરના એક પરિવારનો પણ માળો વિખાયો છે. મૂળ જાયવા (ધ્રોલ) ગામના વતની હાલ રાજકોટમાં રહેતા ઘોરેચા પરિવારે પણ આ ગોઝારી ઘટનામાં વહાલસોયા પુત્ર જયંત ઘોરેચાને ગુમાવ્યો છે. દિવસ રાત ઉજાગરા કર્યા બાદ પરિવારને મૃતદેહ મળતા અશ્રુનો દરિયો ઉભરાયો છે. વતન જામનગરથી પરિવારના સભ્યો રાજકોટ આવ્યા હતા. આ યુવાનની આજે તા.28/05/2024 મંગળવાર સમય સવારે 8 કલાકે તેમના નિવાસ સ્થાન ઇ-103 રત્નમ સિટી, સૂર્યકાંત ફૂડ ઝોન પાછળ, ગ્રીન લીફ હોટેલ પાસે, જામનગર રોડ, પરા પીપળીયા, રાજકોટથી સ્મશાન યાત્રા નીકળી હતી. જેના પરિજનોના હૈયા ફાટ રૂદનથી વિસ્તારવાસીઓ હિબકે ચડ્યા હતા.

જયંતભાઈના ગાડી અને મોબાઈલ લોકેશન ટીઆરપી ગેમિંગ ઝોનમાં બતાવતા હોવાથી મિસિંગના નામની યાદીમાં નામ લખાવાયું હતું. ત્યારબાદ તપાસ માટે ઉગઅ મેચ થતાં જયતભાઈના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. મહત્વનું છે કે જયંત (જય)અનિલભાઈ ઘોરેચા નામનો 22 વર્ષીય યુવાનો જામનગર જિલ્લાના ધ્રોલ પંથકના ખાખરા ગામના તેમના મિત્ર સુરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા, ગઢડા ગામના નમ્રજીતસિંહ જયપાલસિંહ જાડેજા સાથે ગેમઝોનમાં ગયો હતો.

આ દરમિયાન ત્રણેય મિત્રના મોત થતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી છે. વ્હાલસોયા પુત્રની અંતિમ વિદાય સમયે પરિવારમમાં દુ:ખ અને હૈયાફાટ રૂદન હતું. આ ઘટનાની કરૂણતા એ છે કે જયંત ઘોરેચાના પિતા અનિલભાઈનું હજુ 2 માસ અગાઉ જ મોત થતા પરિજનો પર વજ્રઘાટ સમાન છે. આ કરૂણ ઘટનાને લઈ પરિવારજનોના આંસુ સુકાતા નથી અને તેઓ ભારે હૈયે સરકાર પાસે એક જ માંગ છે. જે પણ પાપીઓના પાપે આ ઘટના બની છે. તેઓને આકરામાં આકરી સજા આપવામાં આવે તેવી અરજ કરી હતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.