૧૬ વર્ષની દીકરી ખુશ્બુ ચૌહાણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પ્રશ્નોતરી કરી, કેટલાક સુજાવ પણ આપશે
ધ્રાગધ્રા શહેરમા ઇસ્ત્રીકામ કરી પોતાનુ ગુજરાન ચલાવતા જાઇદભાઇ ચૌહાણ પોતે એક મધ્યમ પરીવારના છે પરંતુ પોતાના સંતાના સંતાનોને સારુ શિક્ષણ આપવા પાછળ તેઓ જરાપણ કચાસ રાખતા નથી ત્યારે આજે જાઇદભાઇ ચૌહાણની સંતાનોના અભ્યાસ પાછળ કરેલો પરીશ્રમ રંગ લાવ્યો છે જેમા પોતાની ૧૬ વષઁની દિકરી ખુશ્બુ ચૌહાણની પસંદગી દેશના વડા પ્રધાન સાથે સીધી વાતચીત અને પ્રશ્નોત્તરી કરવામા થઇ છે.
ધ્રાગધ્રા શહેરમા લોકોના કપડાના ઇસ્ત્રીકામ કરી પોતાનુ જીવન ગુજરી બાળકોને સારો અભ્યાસ આપતા જાઇદભાઇની ૧૬ વષઁની દિકરી ખુશ્બુ ચૌહાણ સેન્ટ્રલ સ્કુલમા ધોરણ ૧૧મા અભ્યાસ કરે છે. ખુશ્બુ ચૌહાણ અગામી સમયમા દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે લાઇવ ચચાઁમા જોડાસે અને પોતાની સ્પીચથી વડા પ્રધાન સાથે પ્રશ્નોત્તરી કરવાની સાથે કેટલાક સુજાવ પણ આપશે.
ગુજરાત રાજ્યના અભ્યાસમા અતિ પછાત તરીકે ગણાતા જીલ્લાઓમાના એક સુરેન્દ્રનગર જીલ્લાના એક નાના ધ્રાગધ્રા શહેરના લઘુમતિ સમાજની દિકરી ખુશ્બુ ચૌહાણ અગામી સમયમા પ્રધાનમંત્રી સાથે લાઇવ ચચાઁમા જોડાશે તે વાતની જાણ પોતાના પિતા જાઇદભાઇને થતા તેઓ ખુબ જ ખુશ છે તથા ધ્રાગધ્રા પંથકના ચૌતરફથી ખુશ્બુ ચૌહાણને અભિનંદનની સાથે લોકોના મુખે વખાણ પણ થઇ રહ્યા છે.