નવઘણભાઈ ઠાકોરે ફેબ્રુઆરીમા કપાસ વાવી પ્રતિમણ 5 હજારનો ભાવ મેળવ્યો

ગુજરાતમાં સુરેન્દ્રનગર સૂકો પ્રદેશ ગણાય છે અને અહીંના ખેડૂતો ખેતી માટે અતિશય પરસેવો વહાવીને આર્થિક રોજગારી રળતા હોય છે ત્યારે આવી પરિસ્થિતિમાં સુરેન્દ્રનગરના  ધ્રાંગધ્રાના નિરક્ષર ખેડૂત નવઘણભાઈ હેમુભાઈ ઠાકોરે ઉનાળામાં પ્રતિકૂળ વાતાવરણમાં વાવેતર કરી પ્રતિમણ 5,101 રૂપિયા ભાવ મેળવીને કૃષિ ક્ષેત્રે આગવી સિદ્ધી નોંધાવી

સામા પ્રવાહે ચાલીને મેળવી આ સફળતા ધાંગ્રધાના ખેડૂત નવઘણભાઈએ એવો કમાલ કર્યો છે અને સુરેન્દ્રનગરની સૂકી ભઠ્ઠ જમીન અને પાણીની પરિસ્થિતિમાં સામા પ્રવાહે ચાલીને આ સફળતા મેળવી છે. આ સફળતાને પગલે હવે અન્ય ખેડૂતો પણ નવઘણભાઈ સાથે સંપર્ક કરીને કપાસના વાવેતર અંગે માહિતી મેળવી રહ્યા છે.સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામના આ ખેડૂતે સામા પ્રવાહે ચાલવાનું નક્કી કરીને પોતાની સૂઝબૂઝથી પ્રતિકૂળ સમયમાં કપાસનો સફલ પાક મેળવીને પ્રતિમણ રેકોર્ડ બ્રેક 5,101 રૂપિયા ભાવ મેળવ્યો હતો. અને પ્રથમ વીણીમાં 5 વીઘામાં 11 મણ કપાસનું ઉત્પાદન મેળવ્યું હતું. તેમજ ઉનાળુ કપાસના વાવેતરથી તેમને રૂપિયા . 2.30 લાખની આવક થવાની આશા છે. નવઘણ ભાઈએ જણાવ્યું હતું કે આ વર્ષે મેં અલગ પ્રયોગ કરી 5 વીઘામાં ઉનાળુ કપાસનું વાવેતર કર્યું હતું. ગત વર્ષે મારો મરચી વાવવાનો પ્રયોગ સફળ રહ્યો નહોતો.

કંઇક નવું કરવાના હેતુથી કર્યુ આ સાહસ

ખેડૂત નવઘણભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે તેઓ કંઇક નવું કરવા માંગતા હતા અને જોવા માંગતા હતા કે પ્રતિકૂળ સિઝનમાં સારો પાક કેવી રીતે મેળવાય? તેમણે જણાવ્યું હતું કે હવા, પાણીનો અભ્યાસ કરીને કપાસનું વાવેતર કરવાનું નક્કી કર્યું હતું. અને હાલમાં કપાસન મોલમાં પુષ્કળ જીંડવા બેઠા છે તેમણે જણાવ્યું હતું કે મેં 22-02  જેવી ચોક્કસ તારીખ પસંદ કરીને કપાસની વાવણી શરૂ કરી હતી. તેથી જો હું સફળ થાઉ તો આ તારીખ હંમેશાં યાદ રહેશે.

નવઘણભાઈએ ફેબ્રુઆરી મહિનામાં કપાસનું કર્યું વાવેતર

સુરેન્દ્રનગર જિલ્લામાં મોટા ભાગે કપાસ અને જીરાની ખેતી કરવામાં આવે છે. કૃષિ નિષ્ણાત ખેડૂતોના મતે જો અહીં જૂન અને જુલાઇ મહિનામાં એટલે કે ખરીફ સિઝનમાં જો કપાસનું વાવેતર કરવામાં આવે તો સારું ઉત્પાદન મળે છે, પરંતુ નવઘણભાઇએ પરંપરાગત જ્ઞાન અને કોઠાસૂઝને આધારે ફ્રેબુઆરૂી મહિનામાં કપાસની વાવણી કરી હતી અને હાલમાં અન્ય ખેડૂતો જ્યારે વાવણી કરી રહયા છે ત્યારે નવઘણ ભાઈ પાસે મબલખ પાક તૈયાર છે. અને આ સિદ્ધી મેળવવા માટે ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં તેમનુ સન્માન પણ કરવામાં આવ્યું હતું. જુનાગઢમાં અષાઢી બીજનું શુકન સાચવતા મેઘરાજા સર્વત્ર વરસાદથી સોરઠમાં હર્ષની હેલી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.