1983 વર્લ્ડ કપની કહાનીને પર્દા પર રજૂ કરવા માટે ઉતાવળા થયા કબીર ખાન, રણવીર સિંહ. તેની સાથે રણવીર સિંહે લોર્ડ્સના મેદાનપર સચિન તેંડુલકર પાસેથી મેળવ્યો ક્રિકેટનો જ્ઞાન. ડિરેક્ટર કબીર ખાન, રણવીર સિંહ અને ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરની સાથે લંડનના એ જ લોર્ડ્સના મેદાનમાં ગયા હતા જ્યાં 1983માં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વર્લ્ડ કપ રમાયો હતો. અને ભારતે આ એક ઐતિહાસિક ઇતિહાસ રચ્યો હતો.
સચિન તેંડુલકરની સાથે મળીને રણવીર સિંહે ડિરેક્ટર જબીર ખાન ની ફિલ્મની શરૂઆત કરી દીધી છે. આ દરમ્યાન આ ત્રણેયે લોર્ડ્સ ના ગ્રાઉંડ ઉપર એક લાઈવ મેચ નિહાળ્યો હતો. કબીર ખાન 1983ની વર્લ્ડ કપની કહાની પર્દા પર રીલીઝ કરવા જઇ રહ્યા છે. જેમાં ભારતે પહેલી વાર ભારતના દિગ્ગજ ક્રિકેટર કપિલ દેવની કેપ્ટનીના લીધે આ વર્લ્ડ કપને પોતાના નામે કર્યો હતો.
આ ફિલ્મ માટેજ સચિન તેંડુલકર, રણવીર સિંહ અને ડિરેક્ટર કબીર ખાન સાથે આ ગ્રાઉંડે જઈને આ ફિલ્મની ચર્ચા કરી હતી. હાલમાં સ્પોર્ટ્સ ને લઈને ઘણી ફિલ્મો બની છે જેમાં પહેલા ‘ચક દે ઈન્ડિયા’, ‘MS ધોની’ , અને ‘સચિન અ બિલિયન ડ્રીમ્સ’ અને ત્યારબાદ હવે આ 1983 વર્લ્ડ કપને લઈને ફિલ્મ બનવા જઈ રહી છે. આ તમામ ફિલ્મે લોકોમાં ઘણો ઉત્સાહ વધ્યો હતો.
હાલમાં આ ત્રણેય ફિલ્મ 1983 વર્લ્ડ કપને પર્દા પર ઉતારવા માટે ઉત્સુક છે. તેઓએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફોટોઝ અને વિડિયોઝ વાઇરલ કર્યા હતા.
તમને જણાવી દઈએ કે આ ફિલ્મની શૂટિંગ આવતા વર્ષની શરૂઆતમાં જ ચાલુ થશે. આ ફિલ્મને એપ્રિલ 2020 સુધીમાં રીલીઝ કરવાની તૈયારીઓ છે. હાલમાં રણવીર સિંહ રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિમ્બા’ના શૂટિંગમાં વ્યસ્ત છે.