નાંગ પાંચમનો પવિત્ર તહેવાર છે ત્યારે દેશમા કેટલાય પ્રકારના જીવજંતુ તથા પ્રાણીઓ જોવા મળે છે જેમાના અનેક પ્રકારના જીવો દુનિયામા અન્ય કોઇપણ વિસ્તારમા જોવા મળતા નથી જેને દુર્લભ જીવો કહેવામા આવે છે જેમા ખાસ ગુજરાતના કેસરી સિંહ, ઘુડખર, કાળિયા હરણ સહિત અન્ય જીવો છે જોકે સરકાર દ્વારા આ તમામ જીવોના વધુ પડતા શિકાર થવાના લીધે અભ્યારણ્ય અપાયુ છે પરંતુ ગુજરાતમા પણ એવા કેટલાક લોકો છે જેઓ પ્રકૃતિની સાથે જંગલમા જીવન ગુજારનારા આવા અનેક પ્રાણીઓને પ્રેમ કરે છે. ત્યારે વાત કરીએ સાંપોની તો સાંપ એક એવુ સરીસ્રુપ પ્રાણી છે જેનાથી કોઇપણ વ્યક્તિ ડરે છે પછી તે સાપ ભલે ઝેરી અથવા બિન ઝેરી હોય. જોકે ગુજરાતમા કુલ 70 પ્રકારના જુદી-જુદી પ્રજાતિના સાપ જોવા મળે છે જેમા ખાસ ચાર પ્રકારના સાપો ઝેરી હોવાનુ માનવામા આવે છે પરંતુ છતા લોકો આ તમામ પ્રકારના સરીસ્રુપથી ડર અનુભવે છે.
જ્યારે કેટલાક લોકો પોતાના ડરના લીધે સાપ નિકળતાની સાથે જ તેના પર હુમલો કરી ઇજાગ્રસ્ત અથવા સાપને જાનથી મારી નાખવામા આવે છે પરંતુ ખરેખર વધતો જતો વસ્તી વધારાના લીધે જંગલ અને વન-વગડાનો વિસ્તાર ખુબજ ઓછો થવા લાગ્યો છે. જેના લીધે આવા સરીસ્રુપ પ્રાણીઓ લોકોના રહેણાંક વિસ્તારમા આવી જાય છે જેથી લોકો આ જીવો સાથે સીધા ઘર્ષણમા આવે છે. પરંતુ અનેક લોકો જે પ્રાણીઓ પ્રત્યે પ્રેમ ધરાવે છે તેઓ લોકોને જાગૃત કરવા માટે ખુબજ અથાગ મહેનત પણ કરે છે આવા જ એક સાંપો પ્રત્યે પ્રેમ ધરાવતા વ્યક્તિ ધ્રાંગધ્રા શહેરમા છેલ્લા આઠેક વર્ષથી પોતાનુ યોગદાન આપી લોકોને સાંપો પ્રત્યે જાગૃત કરી સેવાનુ કાર્ય કરે છે.
ધ્રાંગધ્રા શહેરમા રહેતા હેમંતભાઇ દવે પોતે બ્રાહ્મણ સમાજના યુવાન છે તેઓને નાનપણથી જ સાંપો પ્રત્યે ખુબજ લગાવ તથા પ્રેમ હતો પરંતુ લોકો રહેણાંક વિસ્તારમા નિકળતા સાંપો પર દ્વારા આડેઘડ હુમલાની ઘટના જોઇ ખુબજ દુ:ખ અનુભવતા હતા બાદમા તેઓ જેમ-જેમ યુવાનીમા પ્રવેશ કરતા ગયા તેમ તેઓને વિચાર આવ્યો કે લોકો સાંપોથી પોતાનો જીવ બચાવવા માટે ડરે છે જ્યારે સામા પક્ષે સાંપ પણ મનુષ્યથી પોતાનો જીવ બચાવવા જ સંઘર્ષ કરતા હોય છે જેથી હેમંતભાઇ દવે દ્વારા પોતે સાંપો માટેની પોતાની હેલ્પ લાઇન શરુ કરાઇ જેમા ધ્રાંગધ્રા પંથકના કોઇપણ ખુણે રહેણાંક વિસ્તારમાથી નિકળતા સાંપોને તેઓ પકડી લઇ બાદમા જે તે સાંપ વિષયે લોકો સાથે ચચાઁ કરી લોકોને પણ જાગૃત કરવાનુ કાર્ય શરુ કરાયુ.
હાલ છેલ્લા આઠ વર્ષથી સાંપોને પકડવાનુ શરુ કરેલ સદકાર્ય અને સાથોસાથ લોકોને પણ સાંપો પ્રત્યે જાગૃત કરવાના લીધે હાલે ધ્રાંગધ્રા પંથકના મોટાભાગના લોકો પોતાના રહેણાંક વિસ્તારમા સાંપો નિકળતાની સાથે કોઇપણ ઇજા કર્યા વગર હેમંતભાઇનો સંપર્ક કરે છે જ્યારે હેમંતભાઇ દવે પણ વિનામુલ્યે પોતાના ખીસ્સાના રુપિયા ખર્ચ કરી સાંપોને પકડી સુરક્ષિત કુદરતી વાતાવરણમા સાંપોને છોડી મુકે છે જ્યારે પ્રકૃતિની કાર્યશૈલી યથાવત રાખવામા મદદરુપ થતા સાંપોના પ્રેમી હેમંતભાઇ દવે સાથે મુલાકાતમા તેઓ દ્વારા જણાવાયુ હતુ કે ગુજરાતમા જે 70 પ્રજાતિઓના સાપ છે તેમા માત્ર ચાર પ્રકારના સાંપો ઝેરી હોય છે જેમા (1) બ્રેક કોબ્રા (2) કાળોતરો (3) ખડચીતરો તથા (4) પૈડીયુ છે આ તમામ ચાર પ્રકારના સાંપો ઝેરી હોય છે જોકે આ ઝેરી સાંપ લોકોને કરડવાની સાથે તાત્કાલિક સારવાર મળતા જાનહાની ટળે છે પરંતુ અમુક અંધવિશ્વાસુ લોકો હજુ પણઅંધવિશ્વાસમા જીવવાના લીધે લોકોને જીવ જવાના કિસ્સા બને છે.
જ્યારે અનેક લોકો નાગ પાંચમ અથવા અન્ય તહેવાર નિમિતે સાંપોને દુધ પિવડાવવુ તથા પુજા અચઁના કરે છે જે મામલે હેમંતભાઇ દવેનુ કહેવુ છે કે હિન્દુ સમાજના પૌરાણીક ગ્રંથોમા પણ સાંપની મોજુદગી ઉલ્લેખ કરી છે જેથી આપણી સ્રુષ્ટીમા સાંપોની હયાતી કરોડો વર્ષોથી છે પરંતુ તમામ પ્રકારના વધુ પડતા સાપોને ભગવાન અથવા ઇશ્વર માની લેવા તે વાત પણ ખરી ન કહેવાય જેથી છેલ્લા આંઠ વષઁથી સાંપોને બચાવવા માટે અનેક રેશક્યુ પણ પોતે હાથ ધર્યા છે જેના લીધે ધ્રાંગધ્રા ફોરેસ્ટ વિભાગ દ્વારા તેઓનુ સન્માન પણ કરાયુ હતુ ત્યારે અત્યાર સુધીમા છ હજારથી પણ વધુ સાંપોને લોકોના રહેણાંક વિસ્તાર વચ્ચેથી પકડી પોતાના કુદરતી વાતાવરણમા છોડી મુકતા હેમંતભાઇ દવે દ્વારા વધુમા જણાવાયુ હતુ કે સાંપો પ્રત્યે લગાવ તો દરેક લોકોને હશે તથા રાજ્યના દરેક ગામ તથા શહેરોમા પણ સાંપો પકડનાર સાંપપ્રેમી મળશે પરંતુ સાંપોને પકડી બાદમા લોકોને સાંપો વિષયે જ્ઞાન આપવાની પ્રથા સૌ પ્રથમ હેમંતભાઇ દવે દ્વારા શરુ કરાઇ છે. ત્યારે હાલ ધ્રાંગધ્રા શહેરના કોઇપણ વિસ્તારમા સાંપ નિકળતાની સાથે જ દરેક લોકોના મનમાથી એક જ હેમંતભાઇ દવેનુ નામ ઉચ્ચારાય છે. તેવામા હેમંતભાઇને પણ સાંપો સાથે નજદીકના સબંધ બંધાયેલા હોય તેવુ કહીએ તો પણ ખોટુ નહિ હોય.