બે પોલીસ કર્મીઓએ પૈસાની માંગણી કરીને યુવાનને રીમાન્ડ દરમિયાન ટોર્ચર કર્યું હોવાનો આક્ષેપ: યુવાને ગળામાં બ્લેડથી કાપા મારતા તેને હોસ્પિટલે ખસેડાયો
ધ્રાગધ્રા તાલુકાના બે વિવાદીત
પોલીસકમીઁઓ પર અનેક વખત ગંભીર આક્ષેપો થયા છે પરંતુ હજુ સુધી ક્યારેય તેઓના પર ઉચ્ચ
પોલીસ અધિકારીઓ દ્વારા કોઇજાતની કાયઁવાહી નહિ કરતા અંતે આજે એવો દિવસ આવી ગયો કે આ
બંન્ને પોલીસકમીઁઓ દબંગગીરીથી એક શખ્સે લોકઅપમા જ પોતાનુ જીવન ટુંકાવવાનો ફેસલો કરી
લીધો હતો. આ
બંન્ને જલ્લાદ પોલીસકમીઁઓ દ્વારા અગાઉના પ્રોહીબીસનના કેસની ફરીયાદ મામલે સબજેલમા રહેલા
બે શખ્સોને ફરીથી સબજેલમા હોવા છતા અન્ય પ્રોહીબીસનના કેસમા ફસાવી દેતા બાદમા કોટઁ
દ્વારા બંન્ને શખ્સો પર ૩ દિવસના રીમાન્ડ મંજુર કરતા આ રીમાન્ડ દરમિયાન ધ્રાગધ્રા તાલુકા
લોકઅપમા તાલુકાના બંન્ને પોલીસકમીઁઓ દ્વારા ખુબજ ટોચઁર કરતા ન છુટકે હુશેન કુરેશી નામના
શખ્સે પોલીસ કસ્ટડીમા જ બ્લેડવતી પોતાના ગળા પર ઇજાઁ કરી આત્મહત્યાનો પ્રયાસ કયોઁ હતો
જ્યારે પીએસઓને આ બાબતની જાણ થતા તુરંત હુશેન કુરેશીને સરકારી હોસ્પીટલ સારવાર માટે
પહોચાડી બંન્ને પોલીસકમીઁઓને બચાવવા માટે આ તમામ ઘટનાને ખાનગી રાખી હતી પરંતુ કહેવાય
છે કે “પાપ છાપરે ચડી પોકારે” અચાનક યુવાનની તબીયત વધુ ગંભીર થતા તેને ન છુટકે સુરેન્દ્રનગર ટીબી હોસ્પીટલ
ખાતે લઇ જવાયો હતો જ્યા આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવાને ધ્રાગધ્રા તાલુકાના હેડકોન્સ્ટેબલ
ધમેઁન્દ્રસિહ તથા કોન્સ્ટેબલ ઇન્દુભા રાઠોડ પર નિશાન તાકી રુપિયાની માંગ સાથે કસ્ટડીમા
રીમાન્ડ દરમિયાન ખુબજ ટોચઁર કયાઁ હોવાનો આક્ષેપ કરી ધ્રાગધ્રા નાયબ અધિક્ષક ઇનચાજઁ
વસાવા સમક્ષ નિવેદનમા આ બંન્ને પોલીસકમીઁઓ પર ફરીયાદ કરવાની તૈયારી પણ દશાઁવી હતી જોકે
હજુસુધી આ સમગ્ર મામલે બન્ને પોલીસકમીઁઓ પર કોઇ જ જાતની કાયઁવાહી કરાઇ નથી.
જ્યારે યુવાનની સારવાર બાદ અધુરા રીમાન્ડે આ યુવાનને ધ્રાગધ્રા સબજેલમા
મુકી તાલુકા પોલીસે પોતાના દોષનો ટોપલો સબજેલના તંત્ર પર ઓઢાડી દીધો હતો છતા હજુપણ
આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવાને પોલીસકમીઁઓ પર ફરીયાદ નહિ કરાય તો ફરીથી આત્મવિલોપન
કરશે
તેમ જણાવ્યુ હતુ. તેવામા જોવાનુ રહ્યુ કે આ બંન્ને
પોલીસકમીઁઓ પર ઉચ્ચ અધિકારીઓ દ્વારા ક્યારે અને શુ કાયઁવાહી કરાય છે ?