ગેરકાયદેસર ખનનના ગુન્હાના આરોપી સાથે પોલીસની મિત્રતાની ચર્ચાએ જોર પકડયું
ધ્રાગધ્રા તાલુકામા એ.એસ.આઇ અને સફેદમાટીના ગેરકાયદેસર ખનન કરનારા ખનીજચોરનો ફોટો વાઇરલ થતા ચકચાર મચી ગયો છે. સામાન્ય રીતે આ ફોટો બે વ્યક્તિ વચ્ચે મિત્રતાનો લાગે છે પરંતુ ખરેખર પોલીસ તથા ગૃન્હાહિત પ્રવૃતિ ધરાવતા વ્યક્તિઓ ક્યારેય મિત્ર નથી હોતા તેવુ પોલીસ ભરતી દરમિયાન એક વષઁની ટ્રેનીંગમા શીખવવામા આવે છે. ધ્રાગધ્રા શહેરમા સોસીયલ મિડીયા પર વાઇરલ થયેલ ફોટો ધ્રાગધ્રા તાલુકાના એ.એસ.આઇ વદીઁમા દેખાય છે અને સાથે સામાન્ય દેખાતો શખ્સ ધ્રાગધ્રા શહેરમા મોટા પાયે સફેદમાટીનુ ઘેરકાયદેસર ખનન કરતો શખ્સ છે આ સામાન્ય લાગતા શખ્સ પર અગાઉ ધ્રાગધ્રા પંથકમા સફેદમાટીનુ સૌથી મોટુ કૌભાંડ ચાલતા ઘનશ્યામગઢ ગામે થતી સફેદમાટીની ચોરીની રેઇડમા મુખ્ય આરોપી તરીકે પોલીસ ચોપડે દશાઁવેલ છે.
સોસીયલ મિડીયા પર વાઇરલ થયેલ આ સામાન્ય તાજી તસ્વીર તે વાતની ગવાહી આપે છે કે ધ્રાગધ્રા પંથકમા ચાલતી ખુલ્લેઆમ સફેદમાટીના ખનનમા ક્યાકને ક્યાક પોલીસના ચાર હાથ આ ખનીજચોર પર રહેલા છે. જોકે વાઇરલ થયેલી એ.એસ.આઇ અને ભુમાફીયા વચ્ચેની આ તસ્વીર બાદ હવે જીલ્લા પોલીસ વડા શુ સમજે છે અને શુ કાયઁવાહી કરશે તે જોવુ રહ્યુ.