ધ્રાગંધ્રા પંથકમા દેશીદારુનુ વેચાણ ખુબજ જોરશોરથી ચાલે છે. સરકાર દ્વારા પાણીના પાઉચ પર તો પ્રતિબંધ મુકી દેવાયો છે પરંતુ ગુજરાતમા દારુ બંધી હોવા છતા ધ્રાગધ્રા પંથકમા દેશીદારુના ધુમ વેચાણથી કેટલાય પરવારો બરબાદ થાય છે ત્યારે ઠાકોર સેના અને પોલીસ બંન્ને દારુ બંધીનો કડકપણે અમલ કરાવવા માટે મહેનત છતા પણ ધ્રાગંધ્રા પંથકમા દારુનુ વેચાણ એટલી જ ઝડપથી વિકસી રહ્યુ છે ત્યારે ફરી ધ્રાગંધ્રા તાલુકા પોલીસ દ્વારા સોલડી ગામની સીમમાથી મોટાપ્રમાણમા દેશીદારુ બનાવવાનો આથો ઝડપી પડાયો હતો.
જેમા ધ્રાગંધ્રા તાલુકા પોલીસને ખાનગી રાહે બાતમી મળતા પીઆઇ વાસુકીયા, સાગરભાઇ ખાંભલા, ગજેન્દ્રસિંહ ઝાલા, ધીરુભા પરમાર, ખુમાનસિંહ સહિતનો સ્ટાફ સોલડી ગામની સીમમા વાડી વિસ્તારમા દરોડો કરતા દેશીદારુની ભઠ્ઠી ઝડપાઇ હતી જેમાથી 2400 લીટર દેશીદારુનો આથો કિમત રુપિયા 4800નો ઝડપી પડાયો હતો. જ્યારે પોલીસ દરોડામા ભઠ્ઠીનો મુખ્ય સુત્રધાર મનસુખ પ્રભુભાઇ કોળી ફરાર થયો હતો ત્યારે તાલુકા પોલીસે તમામ દેશીદારુનો આથો કબ્જે કરી મનસુખ પ્રભુભાઇ કોળી વિરુધ્ધ ફરીયાદ હાથ ધરી તેને પકડી પાડવા ચક્રોગતિમાન કયાઁ છે.