પોલીસે વેપારી દ્વારા આપેલ અરજીના આધારે વધુ તપાસ હાથ ધરી

ધ્રાગધ્રા સહિત ઝાલાવાડમા ગઠીયા ગેંગ સક્રિય થઇ છે. આ ગેંગમા નાના બાળકોને ખાસ પ્રકારનુ પ્રશિક્ષણ આપી કઇ રીતે ટારગેટ અને કામને અંજામ દેવાનુ શિખવાય છે ત્યારે વધુ પડતા સગીર બાળકોનો ઉપયોગ થતા ગેંગને મોકળુ મેદાન મળી જાય છે આ સગીર બાળકો પોલીસના હાથે ચડે તો પણ પોલીસ અન્ય આરોપીની માફક કડક પુછપરછ ન કરી શકવાથી સગીર બાળકોનો ઉપયોગ ગેંગમા કરાતો હાવાની વાત સામે આવી છે ત્યારે હાલમા જ હળવદ ખાતે રીટાયઁડ આમીઁ જવાન એંકમાથી બહાર નિકળતા બાઇક પર રાખેલા ૧.૬૦ લાખના થેલાને સગીર ગઠીયો ઉઠાવી ગયો હતો તેવામા ફરી વાર ધ્રાગધ્રા ખાતે પણ આવો જ બનાવ પ્રકાસમા આવ્યો છે. બનાવની વિગતો અનુશાર ધ્રાગધ્રા શહેરમા ગજાનંદ એગ્રો નામની દુકાન માલિક તથા તેઓના પુત્ર પોતાના એક્ટીવામા શહેરની બજારમા ખરીદી કરવા નિકળ્યા હતા તેવામા વેપારી પિતા પોતાના પુત્રને એક્ટીવા પર બેસાડી ખરીદી કરવા જતા થોડા ક્ષણોમા એક અજાણ્યો ગઠીયો આવી પુત્રને તેના પિતા બોલાવતા હોવાનુ કહેતા પુત્ર પણ પિતા પાસે ગયો હતો પાછળી ગઠીયો એક્ટીવાને લઇ દુર જઇ એક્ટીવાની ડેકીમા પેલા ૧.૭૦ લાખ લઇ છુમંતર થઇ ગયો હતો જ્યારે પિતા તથા પુત્ર એક્ટીવા પાસે આવતા પોતાનુ એક્ટીવા જ્યા મુક્યુ તેનાથી દુર પડેલુ જોવા મળ્યુ હતુ અને એક્ટીવાની ડેકીમા પણ મુકેલા રુપિયા ૧.૭૦ લાખ ગાયબ હતા જેથી વેપારી દ્વારા તુરંત સીટી પોલીસને સંપકઁ કરી તમામ વિગત જણાવી હતી સીટી પોલીસને વિગતો પ્રાપ્ત થતા જ એક્સનમુળ પર આવી અહિ આસપાસના તમામ સીસીટીવી ફુટેજ તપાસ કરવાના શરુ કયાઁ હતા .

જ્યારે વેપારી દ્વારા બાદમા જણાવાયુ હતુ કે પોતે પોતાની દુકાન પરથી ૧.૭૦ લાખ રુપિયા લઇ ખરીદી માટે પુત્ર સાથે નિકળ્યા હતા જ્યાથી આ ગઠીયો પુરેપુરુ લોકેશન રાખી સતત પિતા-પુત્ર પર ચાપતી નજર રાખતો હોવાનુ અનુમાન લગાવાયુ છે. ત્યારે હાલ તો પોલીસે વેપારી દ્વારા આપેલ અરજીના આધારે તપાસ શરુ કરાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.