ધિરાણ ઉપાડી ઘરે પહોંચે તે પૂર્વે ગઠીયાએ પિછો કરી કળા

ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલના બાથરૂમમાં શર્ટ ધોવા ગયેલા નારીયણાના પ્રૌઢની 10 મીનીટ મુકેલી 1 લાખ રોકડ ભરેલી થેલી અજાણ્યા શખ્સ ઉઠાવી ગયાની ફરિયાદ નોંધાવી છે.

વધુ વિગત મુજબ નારીયણા ગામે રહેતા નારાયણભાઇ ભલાભાઇ વાણીયા બેંકમાંથી ધિરાણ લઇ બજારમાં શાકભાજી લેવા ગયા ત્યારે શર્ટ બગડતા તે ધોવા માટે સરકારી હોસ્પિટલના બાથરૂમ ખાતે ગયેલા ત્યારે થેલી બહાર મુકી હતી.શર્ટ ધોઇને બહાર આવ્યા ત્યારે થેલી ન જોવા મળતા ફરિયાદ નોંધાવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.