ધ્રાગધ્રા હાઇવે પર લુંટના તમામ બનાવોમા ૨૭ ફેબ્રુવારીના રોજ રાત્રે બનેલા બનાવ ખુબજ અટપટો હતો. તેવામા ગત રવીવારની રાત્રે ૮:૦૦ વાગ્યા સમય દરમિયાન ધ્રાગધ્રા હાઇવે પર સોલડી ગામ પાસે રૂની ગાંસણી ભરેલા ટ્રકને એક બોલેરો કારે અચાનક આતરી ટ્રક ડ્રાઇવરને લુટી લઇ ટ્રકની પણ લુંટ કરી હતી જ્યારે બોલેરો કારમા આવેલા ત્રણ બુકાનીધારીએ ટ્રક ડ્રાઇવરને છરી દેખાડતા ટ્રક ડ્રાઇવરે પોતાના ખીસ્સામા રહેલા ૨૦૦૦ રૂપિયા પર આ શખ્સોને આપી દીધા હતા. ત્યારે ટ્રક ડ્રાઇવરની સતઁકતાના લીધે તુરંત હાઇવેની પોલીસ ચોક્કની થતા ઠેર-ઠેર નાકાબંધી કરાઇ હતી જ્યારે હાઇવે પર તમામ જગ્યા પર નાકાબંધી થતા ટ્રકની લુંટ કરનારાઓ પોતાની બોલેરો કાર તથા લુંટ કરાયેલ ટ્રક બિનવારસી મુકી ભાગી છુટ્યા હતા. તેવામા પોલીસે ટ્રક ડ્રાઇવર પાસેની ફરીયાદના આધારે ટ્રક તથા બોલેરોને કબ્જામા લઇ રૂપિયા ૩૦૦૨૦૦૦ની લુંટ કરી હોવાની ફરીયાદના આધારે તપાસ હાથ ધરી હતી જેમા ટ્રકડ્રાઇવરની લુંટ બાદ આ શખ્સો દ્વારા બિનવારસી મુકેલી બોલેરોને પોલીસે કબ્જામા લઇ તેના માલિક સુધી પહોચી તપાસ આગળ ધપાવી હતી જેમા ટ્રક ડ્રાઇવર દ્વારા ફરીયાદમા જણાવ્યા અનુશાર પોલીસે લુંટની ઘટના બાદ માત્ર એક દિવસ કરતા પણ ઓછા સમયમા આ ત્રણેય શખ્સોને ઝડપી લીધા હતા પોલીસ દ્વારા જણાવ્યા અનુશાર લુંટ કરનાર ત્રણેય શખ્સો કચ્છના જ રહેવાસી છે. જોકે હાલ ધ્રાગધ્રા તાલુકા પોલીસ દ્વારા કોઇપણ કારણોસર ત્રણેય શખ્સોને ઝડપી લીધાના કલાકો બાદ પણ પોલીસ ચોપડે અટક દશાઁવ્યા નથી.
ધ્રાંગધ્રા – માલવણ હાઈવે પર ટ્રકની લૂંટ કરનાર ત્રણ શખ્સોને ગણતરીની કલાકોમાં ઝડપી લેતી પોલીસ
Previous Articleલેઉવા પટેલ સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ટંકારા ઈલેવન રનર્સઅપ
Next Article સાંજે વિધિવત સંભાળશે ચાર્જ