પાંચ શખ્સો સામે છરી અને ધોકાથી માર માર્યાનો નોંધાતો ગુનો

ધ્રાંગધ્રાં તાલુકાના જીવા ગામે ખેતરમાં હલણના પ્રશ્ર્ને ચાલતી અદાવતના કારણે ત્રણ યુવાન પર છરી અને ધોકાથી પાંચ શખ્સોએ ખૂની હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. ઘવાયેલા ત્રણેય યુવકને સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધ્રાંગધ્રાંની માજી સૈનિક સોસાયટીમાં રહેતા રાજદીપસિંહ ટપુભા ઝાલાએ જીવા ગામે રહેતા પ્રદિપસિંહ ઉર્ફે પદુભા ચંદુભા ઝાલા, દિગ્વીજસિંહ ઉર્ફે ચીકુભા ઝાલા, કિશનસિંહ ઉર્ફે રોહિતસિંહ દાનુભા ઝાલા, વિશાલસિંહ દાનુભા ઝાલા અને શિવરાજસિંહ ભીમભા ઝાલા નામના શખ્સો સામે છરી અને ધોકાથી માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

રાજદીપસિંહ ઝાલા અને પ્રદિપસિંહ ઝાલાના પરિવાર વચ્ચે ખેતરે હલણના પ્રશ્ર્ને અગાઉ થયેલી બોલાચાલીના કારણે પ્રદિપસિંહ ઝાલા સહિતના શખ્સોએ રાજદીપસિંહ ઝાલા, તેમના ભાઇ જયપાલસિંહ ઝાલા એ ભત્રીજા યશરાજસિંહ ઝાલા પર છરી અને ધોકાથી હુમલો કરી જી.જે.13એજે. 3596 નંબરના બાઇકમાં તોડફોડ કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. ધ્રાંગધ્રાં તાલુકા પોલીસ મથકના પી.આઇ. જે.એસ.ઝાંબરે સહિતના સ્ટાફે રાજદીપસિંહ ઝાલાની ફરિયાદ પરથી પ્રદિપસિંહ ઝાલા સહિત પાંચ સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.