ધ્રાગધ્રા નગરપાલિકા ખાડે ગઇ હોય તેમ લાગી રહ્યુ છે ખરેખર નગરપાલિકા તંત્રે લોકોને પ્રાથમીક સુવિધા જેમ કે રોડ-રસ્તા, પાણી, લાઇટ જેવી સુવિધા શહેરના રહિશોને પુરી પાડવી જોઇએ પરંતુ ધ્રાગધ્રા નગરપાલિકા તંત્ર તથા તેના અધિકારીઓ લોકોની જીવન જરુરીયાતની રજુવાતો સાંભળવા પણ રાજી નથી અહિના દરેક અધિકારીઓ ભષ્ટ્રાચારના ખાડામા હંમેશા છબછબીયા કરવા માટે તત્પર રહઃ છે તેવામા ધ્રાગધ્રા નગરપાલિકા તંત્ર પર અહિના જ એક સુધરાઇ સભ્ય દ્વારા ગંભીર આક્ષેપ લગાવતા શૌચાલયમા ભષ્ટ્રાચાર અને કામગીરી નહિ કરવાના આક્ષેપ સાથે અગામી દિવસોમા નગરપાલિકાને તાળાબંધી કરવા માટેની ચીમકી ઉચ્ચારી છે.
ત્યારે આ બાબતે ધ્રાગધ્રા વોડઁ નંબર 1ના સુધરાઇ સભ્ય કૌશીકભાઇ પટેલ દ્વારા જણાવાયુ હતુ કે ધ્રાગધ્રા શહેરમા પ્રધાનમંત્રીની સ્વચ્છ ભારત મિશન અંતગઁતની યોજાના મુજબ ઘેર-ઘેર શૌચાલયના કામમા વ્યાપક ભ્રષ્ટાચાર થયેલો છે ત્યારે પોતાની પાસે આ ભ્રષ્ટાચારના પુરાવા પણ હોય જેમા એક જ લાભાથીઁના સરકારી ચોપડે ત્રણ વખત નામો ઉમેરી ત્રણ વખત બિલ પાસ કરાયા છે તથા ખરેખર આ લાભાથીઁના ઘરે તપાસ કરતા તેઓના ઘરે એકપણ સરકારી શૌચાલય નગરપાલિકા દ્વારા બનાવાયેલ નથી તેવામા સરકાર દ્વારા એક શૌચાલયના 12 હજાર એમ ત્રણ વખત બિલ પાસ થતા કોન્ટ્રાક્ટરો અને અહિના અધિકારીઓની મિલીભગતથી આ શૌચાલયના કામમા ખુબજ મોટો ભ્રષ્ટાચાર આચરવામા આવ્યો છે.
જેની તપાસ માટે પોતે સુધરાઇસભ્ય હોય માટે એકજ લાભાથીઁને ત્રણ વખત શૌચાલયના બિલ પાસ થતાની નકલો પણ અપાતી નથી જ્યારે શૌચાલય કૌભાંડની બાબતને ઉચ્ચ અધિકારીઓ પાસે લઇ જઇ રજુવાત કરી તપાસ અને કાયઁવાહીની માંગ કરતા તેઓ દ્વારા પણ કોઇપણ જાતની કાયઁવાહી કરાતી નથી એટલુ જ નહિ પરંતુ નગરપાલિકા દ્વારા કોઇપણ જાતની કામગીરી કરવા અધિકારીઓ બંધાતા નથી જેથી કામગીરી વગરના ધ્રાગધ્રા નગરપાલિકાને પોતે અગામી એક અઠવાડીયામા તાળાબંધી કરશે જોકે આ બાબતે તાળાબંધીની ચીમકી ઉચ્ચારનાર કૌશીકભાઇ પટેલ દ્વારા તાળાબંધીની લેખીત રજુવાત જીલ્લા કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓને અપાઇ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com