જસાપર ગામની સીમમાં ઘેટા-બકરા ચરાવતી વેળાએ વિજળી પડતા કાળનો કોળીઓ બનતા પરિવારમાં શોક
ધ્રાંગધ્રા તાલુકાના વ્રજપર ગામનો ચેતન છેલાભાઈ ભરવાડ નામનો વીસ વર્ષનો યુવાન જસાપર ગામની સીમમાં ઘેંટા-બકરા ચરાવી રહ્યો હતો ત્યારે આકાશમાંથી કડાકા સાથે વીજળી ત્રાટકતા ચેતનનું ગંભીર ઈજાથી ઘટનાસ્થળે મોત નિપજેલ હતુ! તેની સાથે 80 અબોલ પશુઓનુ પણ મોત થયેલ હતુ!
વિગતો મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ગ્રામ્ય વિસ્તારના જસાપર ગામની સીમમાં વીજળી પડતા એક વ્યક્તિનું મોત અને 80,થી વધુ બકરાઓ નાં મોત હાલ ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ તાલુકામાં વરસાદ નોંધાયો છે જ્યારે આજરોજ બપોરના સમયમાં ધાંગધ્રા ગ્રામ્ય વિસ્તારમાં કડાકા અને ભડાકા સાથે વીજળી ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો ધાંગધ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના વ્રજપર નો યુવાન જસાપરની સીમમાં બકરાઓ ચરાવી રહ્યો હતો એ દરમિયાન વીજળી પડતાં ચેતન સેલાભાઇ ભરવાડગામ વ્રજપર ઉમર 25 વર્ષનુ અને 80 બકરાઓનું મોત નિપજયું હતુ.
ધ્રાંગધ્રા તાલુકામાં ગઈકાલે બુધવારે બપોરે અચાનક જોરદાર પવન સાથે કમૌસમી વરસાદ ખાબતા ખેડુતોમાં ચિંતાની લાગણી ફેલાવા પામેલ હતી. જ્યારે જસાપર ગામે વિજળી ત્રાટકતા પશુપાલક યુવાનનું મોત નિપજતા અરેરાટી ફેલાઈ જવા પામેલ હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વૈશાખ મહિનામાં અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે ગઈકાલે ધ્રાંગધ્રા તાલુકામાં બપોરના સમયે અચાનક પવનના સુસવાટા સાથે કમૌસમી વરસાદ ખાબકયો હોવાનું જાણવા મળે છે. ધ્રાંગધ્રા તાલુકાના વ્રજપર ગામનો ચેતન છેલાભાઈ ભરવાડ નામનો વીસ વર્ષનો યુવાન જસાપર ગામની સીમમાં ઘેંટા-બકરા ચરાવી રહ્યો હતો ત્યારે આકાશમાંથી કડાકા સાથે વીજળી ત્રાટકતા ચેતનનું ગંભીર ઈજાથી ઘટનાસ્થળે મોત નીપજતા પરિવારમાં શોકનું મોજુ ફળી વળ્યું છે.