હાલ પરસોતમ સાબરિયા સિંચાઇ તળાવ યોજના કૌભાંડમાં જેલવાસ ભોગવી રહ્યા છે.
કહેવાય છે કે રાજકારણ ખુબજ ગંદી ચીજ છે. ત્યારે રાજકારણમા ક્યારે શુ થાય તેનુ કઇ નક્કી નથી હોતુ. હંમેશા ચચાઁમા ઘેરાયેલા ધ્રાગધ્રા-હળવદ વિધાનસભાના ધારાસભ્ય હાલ છેલ્લા ચાર મહિના કરતા પણ વધુ સમયથી જેલવાસ ભોગવી રહ્યા છે. ધરાસમ્ય પરશોતમ સાબરીયા પર નાની સિંચાઇ તળાવ યોજનામા ૧૦ લાખ રુપિયાની તગડી લાંચ માંગવાનો આક્ષેપ છે. માત્ર ધારાસભ્ય જ નહિ પરંતુ ધારાસભ્યના ખુબજ નજીક મનાતા વકીલમિત્ર પણ અત્યાર સુધી તેઓની સાથે મોરબી જેલમા હતા જ્યારે હાલમા જ ધારાસભ્યની સાથે લાંચના કેસમા ફસાયેલા વકીલમિત્ર ભરત ગણેશીયાનો જામીન પર છુટકારો થયો છે પરંતુ હજુ ધારાસભ્યના નશીબમા થોડા દિવસ વધુ જેલનુ ભોજન લખાયેલુ છે.
ત્યારે ઉલ્લેખનીય છે કે ધ્રાગધ્રા-હળવદ વિધાનસભાના ધારાસભ્ય પરશોતમ સાબરીયાને ઠાકોરસેનાના અધ્યક્ષ અલ્પેશજી ઠાકોરની ભલામણના લીધે કોગ્રેસ પક્ષમાથી વિધાનસભાની ટીકીટ મળી હતી ધારાસભ્ય પોતે મોરબીના રહેવાસી હોવા છતા આ વિધાનસભાથી ટીકીટ મળતા સ્થાનિક કોગ્રેસી આગેવાન તથા કાયઁકરોમા રોષ જોવા મળ્યો હતો. જોકે બાદમા ઘીના ઠામમા ધી પડી જતા વિધાનસભાની ચુંટણી સમયે ચાલતુ ઠાકોરસેના અને પટીદાર અનામતનુ ફેક્ટર કામ કરી ગયુ હતુ જેના લીધે વિધાનસભાના ઉમેદવાર પરશોતમભાઇ સાબરીયા ધારાસભ્ય બની ગયા હતા. પરંતુ આંતરીક રોષ હજુ સમયો ન હતો જેથી ખુદ ધ્રાગધ્રા કોગ્રેસના યુવા પ્રમુખે જ ધ્રાગધ્રા-હળવદ વિધાનસભાના ધારાસભ્ય પરશોતમ સાબરીયા ગુમ થયા હોવાની પોસ્ટ સોસીયલ મિડીયા પર વાયરલ કરી હતી.
પોતાના ધારાસભ્યના ટુંકા કાયઁકાળ દરમિયાન હંમેશા ચચાઁમા રહેલા પરશોતમ સાબરીયાની અચાનક એક ઓડીયો ક્લીપ વાયરલ થઇ હતી જેમા સાબરીયા પોતે સાત લાખ રુપિયા પહોચાડે તેવી માંગ કરતા રાજકારણમા ગરમાવો આવ્યો હતો આ સાત લાગની માંગ પરશોતમ સાબરીયા દ્વારા હળવદની નાની સિચાઇ તળાવ યોજનામા થયેલા ભ્રષ્ટાચારને વિધાનસભામા નહિ ઉપાડે તેની હતી જેથી સ્પષ્ટ રીતે સમગ્ર કૌભાંડ ખુલ્લુ પડતા મોરબી પોલીસ દ્વારા ધારાસભ્યની ધરપકડ કરાઇ હતી.
ધારાસભ્ય બાદ આ કૌભાંડની તપાસમા અન્ય ભાજપના મંત્રી ધનશ્યામ ગોહીલ સહિત કેટલાક ભાજપ તથા કોગ્રેસના રાજકારણી આગેવાનોના નામ ખુલ્યા હતા પરંતુ પરશોતમ સાબરીયા સહિત ગણ્યા-ગાઠ્યા સિવાય અન્ય કોઇની ધરપકડ કરવામા આવી નથી. રાજકારણના શતરંજમા વિરોધ્ધી લોકોનો ટારગેટ પુરો થયો હતો પરંતુ આ તરફ ચારેક મહિના થયા છતા પણ હજુ સુધી ધારાસભ્ય પરશોતમ સાબરીયાનો જેલવાસમાથી છુટકારો થઇ શક્યો નથી તેવામા આંતરીક સુત્રો પાસેથી મળતી માહિતી અનુશાર સાબરીયા અને શાસક પક્ષના ટોચના નેતાઓને વાતચીત થઇ હતી જેમા સાબરીયા જો પોતે પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દેવા તૈયાર હોય તો તેઓને આ નાની સિચાઇ કૌભાંડના કેસ મામલે થોડા અંશે રાહત અપાવવાની વાત થઇ છે.