ધ્રાગધ્રા તથા હળવદ વિસ્તારમા કેટલીક માઇનોર કેનાલો આવેલી છે. હળવદ-ધ્રાગધ્રા ખેતી આધારીત વિસ્તાર છે. અહિ કેનાલોના લીધે ખેડુતોને પોતાના ખેતરમા પાકને પાણી માટે ખુબજ ઉપયોગી થાય છે. પરંતુ હાલ થોડા દિવસ અગાઉ જ ધ્રાગધ્રા-હળવદની માઇનોર કેનાલોમા કરોડોનો ભ્રષ્ટાચાર થયા હોવાનો આક્ષેપ થયો હતો. નમઁદા નિગમના અધિકારી એ.સી.બીના છટકામા આવ્યા બાદ તેઓના રહેણાંક મકાને બેનામી સંપતિ પણ નિકળી હતી. ત્યાર બાદ આ માઇનોર કેનાલમા ભ્રષ્ટાચાર થયો હોવાની વિગતો બહાર આવી હતી. જેઆ ધ્રાગધ્રા તાલુકાના હરીપર સહિતની બ્રાન્ચ કેનાલ તથા હળવદની શક્તિનગર વેગડવાવ, માલણીયાદ સહિતની માઇનોર કેનાલમા ભ્રષ્ટાચાર થયો હોવાની રજુવાત માલણિયાદ તાલુકા પંચાયતના મહિલા સદશ્ય દ્વારા કરાઇ છે. મુખ્યમંત્રી વિજય રુપાણીને માલણીયાદ ગામના સદશ્ય ભગવતીબેન બળદેવભાઇ પરમાર દ્વારા લેખીત રજુવાતમા જણાવ્યુ છે કે માઇનોર કેનાલના નિમાઁણને હજુ બે વષઁ જેટલો સમય ગાળો પુણઁ નથી થયો છતા પણ માઇનોર કેનાલોમા ગાબડા તથા તિરાડો પડી જવા પામી છે. આ કામમા લોટ, પાણી અને લાકડા જેવો ઘાટ ઘડાયો છે અને રજુવાતમા સ્પષ્ટ રીતે નમઁદા કેનાલના લાગતા-વળગતા અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતા આંગળી ચીંધાઇ છે. ત્યારે કરોડોના ભ્રષ્ટાચારમા ઉપર સુધી અધિકારીઓ સંડોવાયેલા હોવાથી હજુ સુધી તાલુકા પંચાયતના સદશ્યની રજુવાતનો લેખીતમા જવાબ તેઓને મળેલ નથી તેમ જણાવ્યુ હતુ. આ તરફ નમઁદા શાખાના કાયઁપાલક ઇજનેર એલ.કે.પરમારે જણાવ્યુ હતુ કે માઇનોર કેનાલના કામમા ભ્રષ્ટાચાર થયેલ નથી પરંતુ તીરાડો પડવાનુ કારણ ખેડુતો છે જેમા ખેડુતો દ્વારા પોતાના ખેતરનો વિસ્તાર વધારવા કેનાલના પાળાને તોડી પાડે છે જેથી કેનાલોમા તિરાડો પડવાની ઘટના બની છે. કાયઁપાલક ઇજનેર દ્વારા માત્ર સમજાવવાના પ્રયાસનો ઘુટળો ગળા નીચે ઉતરતો નથી. જેથી સ્પષ્ટ રીતે આ કામમા ભ્રષ્ટાચાર થયા હોવાની વાતનો ખુલાશો થયો છે. ત્યારે હવે તાલુકા પંચાયતના સદશ્ય દ્વારા કરાયેલી ભ્રષ્ટાચારની રજુવાતથી અધિકારી પર કાયઁવાહી થશે કે નહિ તે જોવુ રહ્યુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.