ભાજપ-કોંગ્રેસ બંને પક્ષો પોત પોતાના સમાજને રીઝવવા અનેક પ્રયાસો
ધ્રાગધ્રા-હળવદ વિધાનસભાની પેટા ચુંટણીમા કોગ્રેસ-ભાજપ સહિત હવે અન્ય અપક્ષ એમ કુલ મળી ૧૧ ઉમેદવારો ચુંટણી મેદાનમા છે. ત્યારે બંન્ને પક્ષે પોતાના ઉમેદવારની નિચ્છિત જીત માટે સમાજ આધારીત રાજકારણના પાસા ગોઠવ્યા છે ભારતકય જનતા પાટીઁની જો વાત કરીએ તો ૨૦૧૭ વિધાનસભામા કોગ્રેસમાથી ચુટણી લડી વિજય બની ૩ વષઁ સુધી અહિના ધારાસભ્ય રહી ચુકેલા પરશોતમ સાબરીયાને ઉમેદવાર તરીકે ઉતારાયા છે પરંતુ ૨૦૧૭મા પરશોતમ સાબરીયા સામે લડેલા જેરામભાઇ દલવાડીની કઠણાઇ કહેવાય કે તેઓને અગાઉના વિરોધ્ધી ઉમેદવાર માટે હાલ પાટીઁના આદેશથી વિજય બનાવવા મત માંગવા જવુ પડે છે. ઠાકોર સમાજમાથી આવતા ભારતીય જનતા પાટીઁના પરશોતમ સાબરીયાને પોતાના સમાજનો ખુબજ બહોળી સંખ્યામા ટેકો છે જ્યારે તેઓના ઠાકોર સમાજ પક્ષ પલટો કરેલા અથવા આયાતી ઉમેદવારને જોવાના બદલે માત્ર ઠાકોર ઉમેદવારને જોઇને મત આપવાનુ નક્કી કરેલુ છે. જ્યારે સામા પક્ષે કોગ્રેસે છેલ્લે પોતાનો ઉમેદવાર જાહેર કયોઁ પરંતુ સ્થાનિક અને પાટીદાર સમાજનો ઉમેદવાર દિનેશ પટેલને મેદાને ઉતારી લોકોની સ્થાનિક ઉમેદવારની માંગની સાથે પાટીદારોના મતઆકષઁવા ઉમેદવાર દિનેશ પટેલ પર પસંદગી ઉતારી હતી. ધ્રાગધ્રા-હળવદ વિધાનસભામા મતોનુ સૌથી વધુ પ્રમાણ ઠાકોર સમાજનુ છે ત્યાર બાદ પાટીદાર, ક્ષત્રીય,મુશ્લીમ અને દલવાડી સમાજના મતો ગણાવી શકાય. પેટા ચુટણીમા હાલ યો ક્યા ઉમેદવાર વિજય બનશે તે કહેવુ તો ખુબજ મુશ્કીલ કહી શકાય પરંતુ સમિકરણો જોવામા આવે તો કોઇપણ પાટીદાર કે ઠાકોર સમાજ પોતાના એક સમાજથી વિજય નહિ બની શકે જેથી સામાન્ય લોકો, વેપારીઓ તથા અન્ય નાના-મોટા સમાજ જે પક્ષ તરફ વધુ મતદાન કરશે તે પક્ષનો ઉમેદવાર જીત હાશીલ કરશે તે નક્કી છે.
છતા હજુ પણ બંન્ને ઉમેદવારો પોત,-પોતાના સમાજને રીઝવવા માટેના અચાગ પ્રયત્નો અને પરીશ્રમ કરી રહ્યા છે બાદમા વિજયના નિણાઁયક મત તરીકે ગણાતા અન્ય સમાજને આતરી લઇ પોતાની જીત નિચ્છિત કરશે તેવી રણનિતી બંન્ને પક્ષના ઉમેદવારો મનમા ઘડીને બેઠા છે.