અંતિમવિધિ કરતી વખતે સમગ્ર મામલો બહાર આવતા હોસ્પિટલના ડોક્ટર સહિત સ્ટાફની બેદરકારી સામે આવી
ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલની વધુ એક બેદરકારી ભર્યો કિસ્સો સામે આવ્યો છે હોસ્પિટલ ખાતે રાખવામાં આવેલી ડેડબોડીને ચાર દિવસ સુધી સામાન્ય તાપમાનમાં રાખવામાં આવતા ધાંગધ્રા સરકારી હોસ્પિટલના રૂમમાં આ લાશ કોહવાઈ જવા પામી હતી. જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર વ્યાપી જવા પામ્યો છે.મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગરની ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે 30 જુલાઇના રોજ ધાંગધ્રાના ગ્રામ્ય પંથક માંથી એક બિનવારસી લાશ મળી આવી હતી ત્યારે આજુબાજુના લોકો દ્વારા તાત્કાલિક ધોરણે ધાંગધ્રા પોલીસનો સંપર્ક સાધી અને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે આ બિન વારસી લાસ ને લઇ જવામાં આવી હતી. તને ત્યાં ધાંગધ્રા સરકારી હોસ્પિટલમાં જ એક રૂમમાં આ લાશ ને મૂકી દેવામાં આવી હતી ત્યારે સામાન્ય તાપમાનમાં ચાર દિવસ સુધી આ લાશને રાખવામાં આવી હતી.
જેને લઇને સુરેન્દ્રનગરની ધાંગધ્રા સરકારી હોસ્પિટલમાં સામાન્ય તાપમાનમાં આ લાશને રાખવામાં આવતા આ ડેડબોડીમાં જીવાતો પડી જવા પામી હતી જેને લઇને આ વાત સુરેન્દ્રનગર જિલ્લાના તમામ પંથકમાં ફેલાઈ જતા ચકચાર મચી જવા પામી છે ત્યારે ધ્રાંગધ્રા હોસ્પિટલની બેદરકારી સામે આવતા હોસ્પિટલના ડોક્ટરો તથા ત્યાંના સ્ટાફ દ્વારા તાત્કાલિક પણ એ આ લાશ ના અગ્નિસંસ્કાર કરી દેવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે આ લાશ માં જીવાત પડી ગયા હોવા નો કિસ્સો સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર વ્યાપી જવા પામ્યો છે.
મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાની ધાંગધ્રા હોસ્પિટલમાં જે કોલ્ડ સ્ટોરેજ આવેલું છે તે ઘણા સમયથી બંધ હાલતમાં હોવાના પગલે અનેક વખત આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની ધાંગધ્રા સરકારી હોસ્પિટલમાં અનેક વખત લોકો દ્વારા કોલ્ડ સ્ટોરેજ શરૂ કરવાની માંગણી કરી છે લેખિતમાં રજૂઆત કરી છે તે છતાં પણ સત્તાધીશો દ્વારા આ મામલે કોઇપણ જાતની કાર્યવાહી કરવામાં ન આવતા અને સરકારી હોસ્પિટલનો જે કોલ્ડ સ્ટોરેજ છે તે શરૂ કરાવવામાં ન આવતા ધાંગધ્રા વાલીઓમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે.
ં બિનવારસી લાશ કોલ્ડ સ્ટોરેજની મદદથી અનેક દિવસો સુધી સાચવી શકાય છે અને તેની યોગ્ય પરિવારોની તપાસ કામગીરી પણ કરી શકાય છે પરંતુ સુરેન્દ્રનગર શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી સરકારી હોસ્પિટલોના કોલ્ડ સ્ટોરેજ જર્જરિત બની જવા પામ્યા છે અને તેના કોલ્ડ સ્ટોરેજ પણ બંધ હાલતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર હોસ્પિટલ આવેલી છે જેમાં સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવી રહ્યો છે કે ગાંધી હોસ્પિટલમાં પણ આવેલું છેલ્લા ત્રણ વર્ષથી બંધ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે
ઉલ્લેખનીય છે કે સરકારી હોસ્પિટલોના મોટાભાગના કોલ્ડ સ્ટોરેજ બંધ હોવાનું જાણવા મળ્યું છે સરકાર દ્વારા આગામી દિવસોમાં કોલ્ડ સ્ટોરેજ જ ચાલુ કરવામાં આવે તેવી જિલ્લાવાસીઓએ માંગણી કરી છે.